જાણો એક સ્વસ્થ વ્યક્તિએ દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, વજન ઓછું કરવામાં પણ મળશે મદદ

Posted by

તમે જ્યારે પણ ઘર પર ભોજન કરતા હશો તો તમારી માતા તમને એક-બે રોટલી વધારે જ આપતી હશે. એવું એટલે કારણકે ભારતીય ભોજન રોટલી વગર અધૂરું છે અને રોટલીમાં ખૂબ જ તાકાત હોય છે. રોટલીનો સ્વાદ એટલો સારો હોય છે કે શાક કોઈપણ હોય રોટલી ખાવી જરૂરી હોય છે.

નાના બાળકો જો શાક સાથે રોટલી ખાતા નથી તો તેમને દૂધ-રોટલી, દહી-રોટલી કે ખાંડ-રોટલીના રૂપમાં રોટલી ખવડાવીએ છીએ. દરેક વ્યક્તિ પોતાની ભૂખ અને ક્ષમતાના હિસાબથી રોટલી ખાય છે. અમુક લોકો વજન ઓછું કરવાના ચક્કરમાં સૌથી પહેલાં તો રોટલી જ ખાવાની ઓછી કરી નાખે છે. તેવામાં તમારી જાણવું જરૂરી હોય છે કે જો તમારે વજન ઓછો કરવો છે તો તમારે કેટલી રોટલી ખાવી જોઈએ.

કેટલી રોટલી ખાશો

લગભગ દરેક ભારતીયના ઘરમાં ઘઉંના રોટલાની રોટલી બનાવવામાં આવે છે. તેમાં ખૂબ જ પ્રમાણમાં મૈક્રો ન્યુટ્રીએંટ હોય છે. સાથે જ તેમાં પ્રોટીન અને ફાઇબર પણ વધારે માત્રામાં હોય છે. તેવામાં જ્યારે તમે રોટલી ખાઓ છો તો તમારું પાચન યોગ્ય રીતે થાય છે. જો તમે ૬ ઈંચની એક રોટલી ખાઓ છો તો તમારા શરીરમાં લગભગ ૧૫ ગ્રામ કાર્બસ, ત્રણ ગ્રામ પ્રોટીન અને ૦.૪ ફાઇબર મળે છે.

શરીરનું વજન ઓછું કરવા માટે તે જાણવું જરૂરી હોય છે કે તમારા શરીરમાં કેટલા કાર્બસની જરૂર છે. તેવામાં તે હિસાબથી રોટલી ખાવી જોઈએ. જો તમે દૂધ, સોડા, ખાંડ કે તેલ ખાઓ છો તો તમારા શરીરમાં કાર્બસની માત્રા વધી જાય છે. તેવામાં રોટલી દ્વારા શરીરમાં ઓછો કાર્બસ જવો જોઈએ. જો તમે આવી ચીજો વધારે પ્રમાણમાં ખાઈ રહ્યા હોય તો તમારે રોટલી ઓછી ખાવી જોઈએ.

કયા સમયે રોટલીના સેવનથી મળશે ફાયદો

વજન ઓછું કરવા માટે કેટલી રોટલી ખાવી જોઈએ તે જાણવું જરૂરી હોય છે. મહત્વપૂર્ણ છે કે રોટલીની માત્રા પુરુષો અને મહિલાઓ માટે અલગ-અલગ હોય છે. જો તમે મહિલા છો અને તમારા ડાયટ પ્લાનમાં દિવસમાં ૧૪૦૦ કેલરી જેટલી જરૂરી છે તો તમારે બે રોટલી દિવસે અને બે રોટલી રાત્રે ખાવી જોઈએ. વળી જો તમે પુરુષ છો અને તમારો ડાયટ પ્લાન ૧૭૦૦ કેલેરીનો છે તો તમારે દિવસે અને રાત્રે ૩-૩ રોટલી ખાવી જોઈએ.

વજન ઓછું કરવા માટે ફક્ત રોટલીની ગણતરી જ જરૂરી નથી. તમારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ક્યા સમયે કેટલી રોટલી ખાવી જોઈએ. હેલ્થ એક્સપર્ટનું માનીએ તો રાતની તુલનામાં દિવસે રોટલી ખાવી વધારે સારું હોય છે. હકીકતમાં રોટલીમાં ફાઇબર હોય છે જે પાચન કરવાની ક્રિયાને ધીમી પાડે છે. જ્યારે તમે દિવસે રોટલી ખાઓ છો તો સાથે જ તમે ખૂબ જ મહેનત પણ કરતાં હોવ છો અને કામ કરતા હોવ છો. તેવામાં રોટલી તમારા શરીરને વધુ નથી લાગતી અને તમને એનર્જી આપે છે.

બીજી તરફ જ્યારે તમે રાત્રે રોટલી ખાઓ છો અને સુઈ જાવ છો તો તેની પચવાની ક્રિયા ચાલુ રહે છે. તે શરીર માટે સારું માનવામાં આવતું નથી. તેવામાં રાતના સમયે રોટલી ખાવી યોગ્ય નથી. જો કે રોટલીનું સેવન ચોખાના સેવનથી વધારે સારું માનવામાં આવે છે. રોટલીમાં ગ્લાઇસેમીક ઇન્ડેક્ષ વધારે હોય છે જેનાથી પેટ વધારે સમય સુધી ભરાયેલું રહે છે. સાથે જ તે બ્લડ શુગર લેવલને ધીરે-ધીરે પ્રભાવિત કરે છે. બીજી તરફ ચોખામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે અને તે જલદી પચી જાય છે. તે તમારા બ્લડ શુગર લેવલને ખૂબ જ ઝડપથી ઇફેક્ટ કરે છે. તેવામાં રોટલી ખાવી દરેક સમયમાં યોગ્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *