જાણો એવા ૭ મહાપુરુષો વિશે જેમને અમરત્વ પ્રાપ્ત છે, આજે પણ છે જીવિત, જુઓ વિડિયો

Posted by

પૃથ્વીની શરૂઆતથી જ લોકોની ઇચ્છા રહી છે કે તે હંમેશા માટે જીવિત રહે પરંતુ જેમ કે બધા જ લોકો જાણે છે કે પ્રકૃતિનો એક નિયમ છે, જે આવ્યું છે તેને જવું જ પડે છે પરંતુ આજે પણ એવા મહાપુરુષ રહેલાં છે, જે ઘણા હજાર વર્ષોથી સુધી જીવિત છે. તે કોઈને કોઈ રૂપમાં આપણી વચ્ચે છે. તેમને અમરત્વ મળ્યું છે. આજે અમે તમને ૭ એવા મહાપુરુષ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ, જેમને અમરત્વ મળ્યું છે. તેમાંથી કોઈને અમરત્વ વરદાનનાં રૂપમાં મળ્યું છે તો કોઈને અભિશાપનાં રૂપમાં. તો ચાલો જાણી લીએ કોણ છે તે ૭ મહાપુરુષ.

અશ્વત્થામા

અશ્વત્થામા દ્રોણાચાર્યનાં પુત્ર છે, તેમને અમરત્વ વરદાનનાં રૂપમાં નહી પરંતુ અભિશાપનાં રૂપમાં મળ્યું હતું. હકિકતમાં મહાભારતનાં યુદ્ધમાં તેમણે દ્રોપદીના પાંચ નિર્દોષ પુત્રોની હ-ત્યા કરી દીધી હતી. તેનાથી ક્રોધિત થઈને ભગવાન શ્રી કૃષ્ણએ શ્રાપ આપ્યો હતો કે સૃષ્ટિનાં અંત સુધી તે જીવિત રહેશે અને પોતાના કરેલાનું કરજ ચૂકવશે. તેમને ના કોઈ પ્રેમ કરશે અને ના કોઈ તેમની સાથે વાત કરી શકશે. તે એક એકલા એવા વ્યક્તિ છે, જે મહાભારત યુદ્ધ બાદ પણ હજુ સુધી જીવિત છે. ઘણા લોકોનો દાવો પણ છે કે તેમણે અશ્વત્થામાને જોયા છે.

મહાબલી

તેમના વિશે તો તમે સાંભળ્યું જ હશે કે તે પોતાના સમયના સૌથી મોટા દાની પુરુષ હતા. એકવાર ભગવાન વિષ્ણુ તેમની પરીક્ષા લેવા માટે તેમને ત્રણ પગ જમીનની માંગ કરી. તે તૈયાર થઈ ગયા અને જમીન આપવા લાગ્યા. ભગવાન વિષ્ણુએ બે જ પગમાં આખી સૃષ્ટિને માપી લીધી. ત્રીજા પગ માટે મહાબલિએ પોતાનું માથું આગળ ધરી દીધું. આ જોઈને  ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને તેમણે તેમને અમરત્વનું વરદાન આપી દીધું.

હનુમાનજી

હનુમાનજી પણ અમર છે, તેમણે રામાયણમાં ભગવાન રામનો સાથ આપ્યો હતો તથા તેમની સેવા કરી હતી અને મહાભારત કાળ માટે અર્જુનનાં રથના ધ્વજ પર સવાર હતાં. તે અર્જુનનાં ધ્વજ પર તેમની શક્તિ વધારવા માટે હતાં. હનુમાનજીને આ વરદાન માતા સીતાએ આપ્યું હતું.

પરશુરામ

તેમને પણ અમરત્વનું વરદાન મળેલું છે. પરશુરામ એક ખૂબ જ શક્તિશાળી યોદ્ધા અને માહિર ગુરુ હતાં. તે રામાયણ કાળથી લઈને મહાભારત કાળ સુધી પોતાની લીલાઓને બતાવી ચૂક્યા છે. તેમના વિશે કહેવાય છે કે તે કર્ણ અને ભીષ્મનાં ગુરુ હતાં. કલ્કિ પુરાણ અનુસાર પરશુરામ જ કલ્કી અવતારનાં ગુરુ હશે.

કૃપાચાર્ય

કૃપાચાર્ય વિશે મતભેદ છે, ઘણા લોકો કહે છે કે તેમને અમરત્વનું વરદાન મળ્યું છે તો અમુક કહે છે કે નથી મળ્યું. કૃપાચાર્ય મહાભારતમાં કૌરવો અને પાંડવો બંનેનાં ગુરુ હતાં. પરંતુ યુદ્ધમાં તેઓ કૌરવો તરફથી લડ્યા હતાં કારણ કે તેમને પોતાનો રાજધર્મ નિભાવવાનો હતો.

મહર્ષિ વેદવ્યાસ

મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના કરી હતી અને તે સ્વયં મહાભારતનાં એક પાત્ર હતાં. તેમનું વર્ણન રામાયણથી લઇને સતયુગ સુધી છે. તેમના વિશે કહેવાય છે કે તેમને અમરત્વનું વરદાન મળ્યું છે.

વિભીષણ

વિભીષણ રાવણનાં નાના ભાઈ હતાં અને રામાયણમાં પોતાના દુષ્ટ ભાઈનો સાથ ના આપીને ભગવાન શ્રી રામનો સાથ આપ્યો હતો. તે મહાભારત કાળમાં પણ ઉપસ્થિત હતાં, તેમણે રાજસુય યજ્ઞ સમયે પણ પાંડવોનું આમંત્રણ સ્વીકાર્યું હતું.

તેના પરથી જાણવા મળે છે કે આ સાત મહાપુરુષોને અમરત્વનું વરદાન મળ્યું હતું અને તે આજે પણ આપણી વચ્ચે કોઈને કોઈ રૂપમાં હાજર છે. તમે વધારે જાણકારી માટે નીચે આપવામાં આવેલ વીડિયો પણ જોઈ શકો છો.

જુઓ વિડીયો