જાણો કેવી રીતે રાધાએ કહ્યું હતું આ દુનિયાને અલવિદા અને શા માટે શ્રીકૃષ્ણએ તોડી નાખી હતી પોતાની વાંસળી

હિન્દુ ધર્મમાં ભગવાન શ્રીકૃષ્ણને પ્રેમનાં દેવતાના રૂપમાં પૂજવામાં આવે છે. જ્યારે પણ પ્રેમનું ઉદાહરણ આપવામાં આવે છે તો સૌથી પહેલા શ્રીકૃષ્ણ અને રાધાનું નામ લોકોનાં મનમાં આવી જાય છે. રાધા અને શ્રીકૃષ્ણના પ્રેમને જીવાત્મા અને પરમાત્માનું મિલન પણ કહેવામાં આવે છે. એ વાત કોઇનાથી છૂપાયેલી નથી કે રાધા બાળપણથી જ શ્રીકૃષ્ણને પ્રેમ કરતાં હતાં. જ્યારે શ્રીકૃષ્ણ માત્ર ૮ વર્ષના હતા ત્યારે બંનેને પ્રેમની અનુભૂતિ થઈ હતી.

દરેક સમયે પોતાની પાસે રાખતા હતા વાંસળી

એ સમયે રાધા શ્રીકૃષ્ણના દિવ્ય ગુણોથી પરિચિત હતી. તેમણે જીવનભર પોતાના મનમાં શ્રીકૃષ્ણનાં પ્રેમની સ્મૃતિઓને વસાવી રાખી હતી. જે બંનેના સંબંધની સૌથી મોટી ખાસિયત છે. કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણને સંસારમાં માત્ર બે જ ચીજ સાથે સૌથી વધારે લગાવ હતો અને બંને વસ્તુ એકબીજા સાથે જોડાયેલી પણ હતી. પહેલી વાંસળી અને બીજી રાધા. કૃષ્ણની વાંસળીની ધૂન જ હતી, જેના કારણે રાધા તેમની તરફ ખેંચાઈને ચાલી આવી હતી. રાધાના કારણે શ્રીકૃષ્ણ દરેક સમયે પોતાની વાંસળીને પોતાની પાસે રાખતા હતા.

કંસનાં આમંત્રણનાં કારણે થયા હતાં રાધાથી અલગ

ભલે રાધા અને કૃષ્ણનું મિલન ના થઈ શક્યું પરંતુ તેમ છતાં પણ બંનેને વાંસળી હંમેશા એક સૂત્રમાં બાંધી રાખતી હતી. ભગવાન શ્રીકૃષ્ણના જેટલા ચિત્રણ મળે છે, તેમાં તેમની વાંસળી જરૂર હોય છે. વાંસળી શ્રીકૃષ્ણના રાધા પ્રત્યે પ્રેમનું પ્રતીક છે. આમ તો રાધા વિશે પણ ઘણી કહાની પ્રચલિત છે પરંતુ તેમની એક કહાની વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. ભગવાન શ્રીકૃષ્ણ રાધા સાથે પહેલીવાર એ સમયે અલગ થયા જ્યારે મામા કંસ એ શ્રીકૃષ્ણ અને બલરામને મથુરા બોલાવ્યા હતાં. આ ખબર સાંભળીને વૃંદાવનના લોકો દુઃખી થઈ ગયા હતાં.

મથુરા જતાં પહેલા શ્રીકૃષ્ણ રાધાને મળ્યા હતાં. રાધા શ્રીકૃષ્ણના મનમાં ચાલતી દરેક વાત જાણતી હતી. રાધાને અલવિદા કહીને શ્રીકૃષ્ણ તેમનાથી દૂર ચાલ્યા ગયા. શ્રીકૃષ્ણ રાધાને એવું વચન આપીને વૃંદાવનથી નીકળ્યા હતા કે તેઓ પરત જરૂર આવશે. પરંતુ ત્યારબાદ શ્રીકૃષ્ણ રાધા પાસે ક્યારેય આવ્યા નહિ. શ્રીકૃષ્ણના લગ્ન રુકમણી સાથે થયા હતાં. શ્રીકૃષ્ણ સાથે લગ્ન માટે રુકમણી પોતાના ભાઈની વિરુદ્ધ ચાલી ગઇ હતી. રાધાની જેમ તે પણ કૃષ્ણને પ્રેમ કરતી હતી. રુકમણીએ કૃષ્ણને એક પ્રેમપત્ર પણ લખ્યો હતો, જેમાં લખ્યું હતું કે તેઓ આવે અને તેમને લઈ જાય. કૃષ્ણ ગયા અને રુકમણી સાથે લગ્ન કરી લીધા.

બધા કર્તવ્યોમાંથી મુક્ત થઈને ગઈ કૃષ્ણને મળવા

શ્રીકૃષ્ણનાં વૃંદાવન છોડવાના કારણે રાધા વિશે ઘણું ઓછું વર્ણન મળે છે. જ્યારે રાધાથી શ્રીકૃષ્ણ દૂર જઈ રહ્યા હતાં તે સમયે રાધાએ કહ્યું હતું કે, ભલે તેઓ દૂર જઈ રહ્યા છે પરંતુ હંમેશા શ્રીકૃષ્ણ તેમની સાથે જ રહેશે. મથુરામાં કંસને માર્યા બાદ શ્રીકૃષ્ણ દ્વારકા ચાલ્યા ગયા. કૃષ્ણનું વૃંદાવનમાંથી જતા જ રાધાનું જીવન બદલાઈ ગયું. રાધાના લગ્ન પણ થઇ ગયા અને તેમણે પોતાનું લગ્નજીવન પણ નિભાવ્યું અને વૃદ્ધ થઈ ગઈ પરંતુ ત્યારે પણ તેમના મનમાં કૃષ્ણની જ ચહેરો વસેલો હતો. પોતાના બધા જ કર્તવ્યોમાંથી મુક્ત થયા બાદ છેલ્લે રાધા કૃષ્ણને મળવા માટે ગઈ. જ્યારે તે દ્વારકા પહોંચી તો તેમણે કૃષ્ણને રુકમણી અને સત્યભામા સાથે લગ્ન કરવા વિશે સાંભળ્યું, પરંતુ તે દુઃખી ના થઈ.

મહેલમાં રહેવા છતાં પણ પહેલા જેવું જોડાણ મહેસુસ કરતી ના હતી

જ્યારે શ્રીકૃષ્ણએ રાધાને જોઈ તો તે ખુશ થઈ ગયા. બંનેએ ઘણા સમય સુધી સંકેતોમાં વાત પણ કરી. રાધાને ત્યાં કોઈ ઓળખતું ના હતું. રાધાના અનુરોધ કરવા પર કૃષ્ણનાં મહેલમાં તેમને એક દેવિકાના રૂપમાં નિયુક્ત કરી દીધી. રાધા મહેલમાં રહીને મહેલના કાર્ય કરતી હતી. જ્યારે પણ કૃષ્ણને મળવાનું મન કરતું તો તે કૃષ્ણને મળી પણ લેતી પરંતુ મહેલમાં રહેવા છતાં રાધા કૃષ્ણ સાથે પહેલા જેવો અનુભવ કરી શકતી ના હતી. આ કારણથી તેમણે મહેલથી દુર જવાનું જ યોગ્ય સમજ્યું. તેમણે વિચાર્યું કે દૂર જઈને જ તે ફરી કૃષ્ણ સાથે વધારે આત્મીય સંબંધ સ્થાપિત કરી શકશે.

રાધાને એ ખબર ના હતી કે તે ક્યાં જઈ રહી છે પરંતુ શ્રીકૃષ્ણ એ વિશે જાણતા હતાં. સમય સાથે સાથે રાધા એકલી અને કમજોર થઈ ગઈ. છેલ્લા સમયે તેમને કૃષ્ણની આવશ્યકતા થઈ અને શ્રીકૃષ્ણ તેમની સામે આવી પણ ગયા. શ્રીકૃષ્ણએ કહ્યું કે તે તેમની પાસે કંઈક માંગે પરંતુ રાધાએ મનાઈ કરી દીધી. બીજીવાર કહેવા પર રાધાએ કહ્યું કે, તે ફરી શ્રીકૃષ્ણને વાંસળી વગાડતા જોવા માંગે છે. શ્રીકૃષ્ણએ સુરીલી ધૂનમાં વાંસળી વગાડવાનું શરૂ કર્યું. કૃષ્ણએ દિવસ-રાત વાંસળી વગાડી, જ્યાં સુધી રાધા આધ્યાત્મિક રૂપથી શ્રીકૃષ્ણનામાં વિલીન ના થઈ ગઈ. વાંસળી સાંભળતા સાંભળતા જ રાધાએ પોતાનો દેહ ત્યાગી દીધો.

ભગવાન શ્રીકૃષ્ણ જાણતા હતા કે તેમનો પ્રેમ અમર છે પરંતુ તે રાધાનાં મૃત્યુને સહન કરી શક્યા નહીં. શ્રીકૃષ્ણએ પ્રેમના પ્રતિકના રૂપમાં પોતાની વાંસળીને તોડીને ત્યાં જ ઝાડીમાં ફેંકી દીધી. ત્યારબાદ શ્રીકૃષ્ણએ સંપૂર્ણ જીવન વાંસળી કે અન્ય કોઈ યંત્રને સ્પર્શ પણ કર્યો નહી. કહેવાય છે કે જ્યારે દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણએ નારાયણનો જન્મ લીધો હતો ત્યારે રાધાએ માં લક્ષ્મીના રૂપમાં જન્મ લીધો હતો, જેથી મૃત્યુલોકમાં પણ બંને સાથે-સાથે રહી શકે.