જાણો કયા ભગવાનની કેટલી પરિક્રમા કરવી જોઈએ, ખોટી પરિક્રમા કરવા પર હંમેશા થાય છે અશુભ

Posted by

પૂજા કરતાં સમયે ભગવાનની પરિક્રમા જરૂર કરવામાં આવે છે. પરિક્રમા પૂજાનો જ એક ભાગ હોય છે. ભગવાનની મૂર્તિ સીવાય ઘણા લોકો મંદિર અને પવિત્ર વૃક્ષોની પરિક્રમા પણ કરતા હોય છે. શાસ્ત્રોમાં પ્રરિક્રમા સંબંધમાં અમુક નિયમો જણાવવામાં આવ્યા છે અને શાસ્ત્રોના અનુસાર બધા દેવી-દેવતાઓની પરિક્રમાની સંખ્યા અલગ અલગ હોય છે.

પંડિતોના અનુસાર સૂર્યદેવની પૂજા કર્યા બાદ તેમની પરિક્રમા જરૂર કરવી જોઈએ અને તેમની પરિક્રમા કરવાની સંખ્યા ૭ હોય છે. શ્રી ગણેશજીની પરિક્રમાની સંખ્યા શાસ્ત્રોમાં ૩ જણાવવામાં આવી છે.

ભગવાન શ્રીવિષ્ણુ અને તેમના બધા જ અવતારોની ૪ વાર પરિક્રમા કરવી જોઈએ. જ્યારે દેવી દુર્ગા સહિત તમામ દેવીઓની પરિક્રમાની સંખ્યા ૧ હોય છે. હનુમાનજીની ૩ અને શિવલિંગની અડધી પરિક્રમા કરવાની હોય છે.

શિવજીની પરિક્રમા કરતાં સમયે શિવલિંગની જલધારીને ઓળંગવું ના જોઈએ. જલધારી સુધી પહોંચીને પરિક્રમા પૂર્ણ થાય છે. જેના લીધે શિવલીંગની પરિક્રમા અડધી માનવામાં આવી છે.

આ રીતે કરો પરિક્રમા

જ્યારે પણ પરિક્રમા કરો તો દિશાનું ધ્યાન અવશ્ય રાખો અને ખોટી દિશાથી પરિક્રમા શરૂ ના કરવી જોઈએ. આવું કરવાથી પરિક્રમા કરવાનું ફળ મળતું નથી. શાસ્ત્રોના અનુસાર પરિક્રમા કરતાં સમયે તમારી દિશા યોગ્ય હોવી જોઈએ. જમણી બાજુ એટલે કે સીધા હાથ તરફથી પરિક્રમા શરૂ કરવામાં આવે છે. જમણી બાજુનો અર્થ દક્ષિણ હોય છે, જેના લીધે જ પરિક્રમાને પ્રદક્ષિણા પણ કહેવામાં આવે છે. જો પ્રતિમાની આસપાસ પરિક્રમા કરવાનું સ્થાન ના હોય તો એક જ જગ્યા પર ગોળ ફરીને પણ પરિક્રમા કરી શકાય છે.

હવે તમે વિચારી રહ્યા હશો કે પરિક્રમા કરવાથી શું લાભ મળે છે ? હકીકતમાં જ્યારે આપણે પરિક્રમા કરીએ છીએ તો આપણું શરીર સકારાત્મક ઉર્જા ગ્રહણ કરી લે છે અને મનને શાંતિ મળે છે. નકારાત્મકતા એકદમ દૂર થઈ જાય છે.

કરો આ મંત્રનો જાપ

પરિક્રમા શરૂ કરતાં પહેલા તમારે દિવો જરૂર પ્રગટાવો જોઈએ. દિવો પ્રગટાવ્યા બાદ જ તમારે પરિક્રમા શરું કરવી જોઈએ. વળી કરતાં સમયે તમારે નીચે જણાવવામાં આવેલ મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી તમારી પરિક્રમા સફળ થાય છે.

આ મંત્રનો અર્થ આ પ્રકારે છે – જાણતાં-અજાણતાંમાં કરવામાં આવેલ અને પૂર્વ જન્મનાં પણ બધા જ પાપ પ્રદક્ષિણાની સાથે નષ્ટ થઈ જાય. ભગવાન મને સદબુદ્ધિ પ્રદાન કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *