જાણો ક્યા મહિનામાં લગ્ન કરવાથી તમારું વૈવાહિક જીવન કેવું રહેશે

Posted by

લગ્નનું બંધન એવું બંધન હોય છે જેમાં બે લોકો હંમેશા માટે બંધાઈ જાય છે અને એકબીજાને સાથ આપે છે. પરંતુ ઘણીવાર એવું થાય છે કે આ પ્રેમભર્યા સંબંધમાં ખટાશ આવવા લાગે છે અને આ સંબંધ કમજોર પડવા લાગે છે. જેમ કે દરેક વ્યક્તિ પરફેક્ટ હોતો નથી અને હંમેશા બે લોકોનાં વિચારો પણ એકબીજા સાથે મળતા નથી. આ બધી જ વાતોનું ધ્યાન રાખીને અને એકબીજાને સમજીને આ સંબંધને પરફેક્ટ બનાવવામાં આવે છે. આ રીતે જ લગ્નનો સંબંધ પણ એવો હોય છે કે બંનેએ એકબીજાને સમજવાનું હોય છે અને તેમનું સન્માન કરવાનું હોય છે.

લગ્નમાં કોઈપણ પ્રકારની અડચણો ના આવે અને બે લોકો આ લગ્નથી ખુશ રહે તેના માટે કુંડળીઓ મેળવવામાં આવે છે. તેમના ગુણોને મેળવવામાં આવે છે પરંતુ તેમ છતાં પણ ઘણા સંબંધો યોગ્ય રીતે ચાલી શકતા નથી. પરંતુ આજકાલ એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકો કુંડળીઓની સાથે સાથે લગ્ન કરવાના મહિનાને પણ મહત્વ આપવા લાગ્યા છે. જી હા તમે ક્યાં મહિનામાં લગ્ન કરી રહ્યા છો તેમની પણ અસર તમારા સંબંધમાં પડે છે. તો ચાલો જણાવી દઈએ કે ક્યાં મહિનામાં લગ્ન કરવા પર તમારા જીવનમાં શું અસર પડે છે.

જાન્યુઆરી

જણાવી દઈએ કે જાન્યુઆરી મહિનામાં જેમના લગ્ન થાય છે તે લોકો કુંભ રાશિથી પ્રભાવિત હોય છે. આ મહિનામાં લગ્ન કરવાવાળા લોકોનો સંબંધ હંમેશા હૂંફથી ભરેલો હોય છે. આ લોકોને એકબીજાને સમય-સમય પર સરપ્રાઇઝ આપવી સારી લાગતી હોય છે. વળી આ મહિનામાં લગ્ન કરનાર લોકોના સંબંધો એટલા સરળતાથી તૂટતા નથી.

ફેબ્રુઆરી

ફેબ્રુઆરી મહિનામાં લગ્ન કરનાર લોકો ખુબ જ ભાવુક સ્વભાવના હોય છે. આ મહિનામાં થનાર લગ્ન મીન રાશિથી પ્રભાવિત હોય છે. સાથે જ એકબીજા માટે જવાબદારીનો અહેસાસ પણ હોય છે અને એકબીજાની ખુશીઓનું ધ્યાન રાખવું અને તેમને પૂરી કરવા માટે દરેક સંભવ પ્રયાસ કરે છે.

માર્ચ

માર્ચ મહિનામાં લગ્ન કરનાર લોકોનાં સંબંધો હંમેશા ખાટી-મીઠી દલીલોથી ભરેલો રહે છે. ઘણીવાર એવું થાય છે કે આ લોકો પરસ્પર એકબીજાના વિચારોથી સહમત થતા નથી જેના લીધે તેમની વચ્ચે તકરાર થઈ જાય છે. આ મહિનામાં લગ્ન કરનાર લોકોનો સંબંધ મેષ રાશિથી પ્રભાવિત હોય છે.

એપ્રિલ

એપ્રિલ મહિનામાં લગ્ન કરનાર લોકોનો સંબંધ વૃષભ રાશિથી પ્રભાવિત હોય છે. જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રનાં હિસાબથી આ મહિનામાં લગ્ન કરવા માટે સૌથી વધારે શુભ માનવામાં આવે છે. આ મહિનામાં લગ્ન કરનાર કપલની વચ્ચે હંમેશા પ્રેમ જળવાઈ રહે છે.

મે

જે લોકોના લગ્ન મે મહિનામાં થાય છે તે રાશિવાળા લોકો હંમેશા મિથુન રાશિથી પ્રભાવિત હોય છે. તેમનો સંબંધ હંમેશા અસંતુલન રહે છે. તે લોકો કોઈપણ ચીજને લઈને અતિશય કરી દેતા હોય છે, સાથે જ ક્યારેય પણ પરસ્પર સમાધાન કરી શકતા નથી. કાં તો આ લોકો સંપૂર્ણ જીવન સાથે રહે છે અથવા તો એકબીજાથી અલગ થઈ જાય છે.

જૂન

જૂન મહિનામાં લગ્ન કરનાર લોકો કર્ક રાશિથી પ્રભાવિત હોય છે. આ મહિનામાં થનાર લગ્નને એક ઉદાહરણ તરીકે ગણવામાં આવે છે. આ લોકોમાં પ્રેમ અને એકબીજા માટે આદર હંમેશા બનેલો રહે છે. વળી તે ફક્ત એકબીજાને સન્માન જ નહી પરંતુ એકબીજાનાં પરિવારની ભાવનાઓને પણ સન્માન આપે છે.

જુલાઈ

આ મહિનામાં લગ્ન કરનાર કપલ હંમેશા પોતાના સંબંધને વળગી રહે છે. સાથે જ તેમને પોતાના જીવનને શાહી અંદાજમાં જીવવું ખૂબ જ પસંદ હોય છે. તેમને મોટા સપનાઓ જોવા અને તેમને પૂરા કરવાની આદત હોય છે. સાથે જ એકબીજા માટે આકર્ષણ હંમેશાં જળવાઇ રહે છે. આ મહિનામાં લગ્ન કરનાર લોકોનું જીવન સિંહ રાશિથી પ્રભાવિત હોય છે.

ઓગસ્ટ

આ મહિનામાં લગ્ન કરનાર લોકોએ જીવનભર સંઘર્ષ કરવો પડતો હોય છે. આ મહિનામાં લગ્ન કરનાર લોકોમાં કન્યા રાશિનો પ્રભાવ રહેતો હોય છે. આ લોકો પોતાનાં પાર્ટનરની જરૂરિયાતોને જો યોગ્ય રીતે સમજે તો તેમનો સંબંધ વધારે શ્રેષ્ઠ બની શકે છે.

સપ્ટેમ્બર

સપ્ટેમ્બર મહિનામાં લગ્ન કરનાર લોકોને પોતાના જીવનમાં બેલેન્સ કરીને ચાલતા આવડે છે. આ મહિનામાં લગ્ન કરનાર લોકો તુલા રાશિથી પ્રભાવિત હોય છે. સાથે જ તેમનામાં પરસ્પર નાના-મોટા મતભેદ ચાલતા રહે છે.

ઓક્ટોબર

ઓક્ટોબર મહિનામાં લગ્ન કરનાર લોકો પોતાનાં જીવનની દરેક ક્ષણને આનંદથી જીવે છે. તેમને મુશ્કેલીઓમાં પણ પોતાના જીવનને સારી રીતે જીવવાની કળા આવડે છે. આ લોકોનાં જીવન પર વૃશ્ચિક રાશિનો પ્રભાવ જોવા મળે છે. સાથે જ તે પોતાના જીવનને પૂરી પ્લાનિંગથી જીવે છે અને પોતાના પરિવારને સાથે લઈને ચાલે છે.

નવેમ્બર

નવેમ્બર મહિનામાં લગ્ન કરનાર લોકોનાં જીવનમાં ધન રાશિનો પ્રભાવ હોય છે. આ લોકોનો જીવન જીવવાનો એક ધ્યેય હોય છે. સાથે જ પોતાના જીવનને કઈ રીતે શ્રેષ્ઠ બનાવી શકાય તે વાત આ લોકો સારી રીતે જાણતા હોય છે. તેમનું બંધન એટલું મજબૂત હોય છે કે એકલતા તેમને ક્યારેય પણ મહેસૂસ થતી નથી.

ડિસેમ્બર

આ મહિનામાં લગ્ન કરનાર લોકો પોતાના ભવિષ્યની ચિંતા કરતા કરતા પોતાના વર્તમાનને સારી રીતે જીવી શકતા નથી. આ લોકો પોતાનું સંપૂર્ણ જીવન પૈસા બચાવવામાં અને સમાધાન કરીને પોતાનું જીવન પસાર કરી દે છે. આ લોકોનું લગ્નજીવન તૂટવાની સંભાવના અન્ય લોકોની તુલનામાં વધારે હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *