જાણો લંબાઇ અનુસાર તમારો વજન કેટલો હોવો જોઈએ

આપણે આજે આ પોસ્ટમાં જાણીશું કે લંબાઇ અનુસાર વજન કેટલો હોવો જોઈએ. એક રિપોર્ટ અનુસાર દુનિયામાં ૧૦ માંથી ૬ વ્યક્તિ પોતાના ઓછા કે વધારે વજનને લઈને પરેશાન છે. જો તમે સ્વસ્થ રહેવા માંગતા હોય તો સૌથી જરૂરી ચીજ તમારે તમારું વજનને કંટ્રોલમાં રાખવું જોઈએ અને જાણવું જોઈએ કે લંબાઈ ના હિસાબે શરીરનું વજન કેટલું હોવું જોઈએ. યુવક હોય કે યુવતી બધા જ ઓછા અથવા વધારે વજનનો શિકાર થઇ રહ્યા છે. આશ્ચર્યજનક વાત એ છે કે ઘણા લોકોને ખબર જ નથી હોતી કે તેમનો યોગ્ય વજન કેટલો હોવો જોઈએ. જો તમને તમારો યોગ્ય વજન ખબર હશે તો તમે તમારા વજનને કંટ્રોલ કરીને સ્વસ્થ રહી શકો છો. એક સારું જીવન જીવવા માટે યોગ્ય વજન હોવો જરૂરી છે.

આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં લોકો પોતાના શરીર તરફ ધ્યાન જ નથી આપતા. જેનું પરિણામ એ આવે છે કે વજન વધી જાય છે અથવા તો ઘટી જાય છે. જેના કારણે તમે પાતળા અથવા તો જાડા દેખાવા લાગો છો. જોકે હવે ઘણા લોકો પોતાના શરીર ને લઈને સાવચેત થઈ રહ્યા છે અને વજનને કંટ્રોલમાં રાખવા માટે જીમ નો સહારો લઈ રહ્યા છે. પરંતુ આજે પણ ઘણા લોકો એવા પણ છે જે પોતાના શરીર માટે સમય નથી કાઢી શકતા.

પોતાના વજનને કંટ્રોલ રાખવા માટે સૌથી જરૂરી ચીજ એ છે કે તમને ખબર હોવી જોઈએ કે ઉંચાઇ ના હિસાબે તમારો કેટલો યોગ્ય વજન હોવો જોઈએ. પોતાના શરીરને જોઇને ઘણીવાર લોકોના મનમાં સવાલ હોય છે કે તેમનો વજન ઉંચાઇ અનુસાર ઓછો કે વધારે તો નથી ને. જો તમે પણ કંઇક આ પ્રકારનું વિચારી રહ્યા છો તો અમે તમને પુરુષ કે સ્ત્રી ની ઊંચાઈ અનુસાર વજન નો ચાર્ટ બતાવવા જઈ રહ્યા છીએ. જેની મદદથી તમે જાણી શકો છો કે તમારો વજન કેટલો હોવો જોઈએ.

પુરુષની લંબાઇ અનુસાર વજન નો ચાર્ટ

ઉપર બતાવવામાં આવેલા ફોટામાં તમે જોઈ શકો છો કે લંબાઇ અનુસાર પુરુષનો કેટલો વજન હોવો યોગ્ય છે. જો આ ચાર્ટ અનુસાર તમારું વજન મેચ થઈ રહ્યું છે તો તમે સ્વસ્થ રહી શકો છો પરંતુ જો આ ચાર્ટ અનુસાર તમારું વજન મેચ નથી થઈ રહ્યું તો તમારે વજન કંટ્રોલ કરવાના ઉપાયો અજમાવવા જોઈએ.

મહિલા ની લંબાઇ અનુસાર વજન નો ચાર્ટ

યુવતીઓ પણ યુવકની જેમ જ પોતાના વજનથી પરેશાન રહે છે. જોકે યુવકોમાં એકવાર ઓછો કે વધારે વજન હોય તો ચાલે પણ છે પરંતુ યુવતીઓને પોતાના ઓછા કે વધારે વજનના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમે એક યુવતી છો અને તમે તમારા વજનથી પરેશાન છો તો તમારે જીમ જોઈન કરવું જોઈએ. જો કોઈ કારણ ના લીધે જીમ જોઈન કરવામાં અસમર્થ છો તો સંતુલિત આહારની મદદથી તમે વજનને કંટ્રોલ કરી શકો છો.

તો હવે તમે જાણી ગયા હશો કે લંબાઈના અનુસાર વજન કેટલો હોવો જોઈએ. તમને જણાવી દઈએ કે જરૂરથી વધારે વજન અથવા ઓછો વજન હોવાને લીધે આપણા શરીરને ઘણી બીમારીઓ તરફ લઈ જાય છે. મોટાભાગના કેસોમાં જોવા મળે છે કે વજન ઘણી બીમારીઓ નું કારણ બને છે. જો તમારું વજન પણ ઓછો કે વધારે છે તો તમે પણ ઘણી બીમારીઓની ઝપેટમાં આવી શકો છો. તેથી સારું એ રહેશે કે તમે પોતાનું વજન કંટ્રોલમાં રાખો. તેના માટે સંતુલિત આહાર લેવાની સાથે બની શકે તો જીમનો પણ સહારો લો.