જાણો શા માટે સુતા સમયે મોઢામાંથી નીકળે છે લાળ અને આ સમસ્યાથી છુટકારો મેળવવાના ઉપાયો

Posted by

ઘણા લોકો જ્યારે નીંદરમાં હોય છે તો તેમના મોઢામાંથી લાળ નીકળવા લાગે છે. લોકોને સુતા સમયે લાળ ટપકવી સામાન્ય વાત લાગતી હોય છે. જો કે તે વિચારવું ખોટું છે. કારણકે શરીર સ્વસ્થ ના હોવાથી મોઢામાથી લાળ નીકળે છે. ડોક્ટરના જણાવ્યા મુજબ લાળ નીકળવાના ઘણા કારણો હોય છે અને જ્યારે લાળ નીકળે છે તો તેની અવગણના કરવી ના જોઈએ.

મોઢામાંથી લાળ નીકળવાનું કારણ

  • મોઢામાંથી લાલ  નીકળવાનું મુખ્ય કારણ નાકમાં એલર્જી હોવી હોય છે. ઘણીવાર બહારનું ખાવાથી પણ મોઢામાં વધારે લાળ બનવા લાગે છે અને સુતા સમયે લાળ મોઢામાંથી બહાર નીકળે છે. હકીકતમાં શરીરમાં ગ્રંથિઓ હોય છે જે લાળ બનાવવાનું કામ કરતી હોય છે. ખોટા પ્રકારનો ખોરાક લેવાથી તે ગ્રંથિઓ સુતા સમયે વધારે લાળ બનાવવા લાગે છે.
  • પેટ ખરાબ હોવાને લીધે પણ સૂતા સમયે લાળ મોઢામાંથી બહાર નીકળતી હોય છે. તેના સિવાય કાકડામાં સોજો આવવાના કારણે પણ લાળ શરીરમાં જવાની જગ્યાએ બહાર નીકળવા લાગે છે. મોઢામાંથી લાળ નિકળવા પર અજમાવો આ ઉપાયો.

સુતા પહેલા કોગળા કરો

રાત્રે હંમેશા સુતા પહેલા કોગળા કરો. આવું કરવાથી મોઢામાં વધારે લાળ બનતી નથી. હકીકતમાં જમી લીધા પછી મોઢામાં વધારે લાળનું નિર્માણ થાય છે. જો કે જમી લીધા બાદ તરત જ કોગળા કરી નાખવામાં આવે તો લાળની સમસ્યા થતી નથી.

પેટની કાળજી રાખો

પેટ ખરાબ થવા પર પણ લાળ બનવા લાગે છે અને જે લોકોને એસીડીટી હોય છે તે લોકોના મોઢામાં લાળ વધારે બનતી હોય છે. તેથી તમારા પેટનું ખાસ ધ્યાન રાખો અને ફક્ત સારો ખોરાક જ લો. કારણકે ખોટા પ્રકારનો આહાર લેવાથી પેટ સંબંધિત રોગ થઈ શકે છે.

સારી નીંદર લો

ઓછી નીંદર લેવાથી શરીર પર ખરાબ પ્રભાવ પડે છે અને પાચનક્રિયા ખરાબ થઈ જાય છે. તેથી નીંદર સારી લો અને કમસેકમ આઠ કલાક સુધી સૂવું જોઈએ. તેના સિવાય જમ્યા પછી તરત જ સૂવું ના જોઈએ. હંમેશા જમી લીધા પછી થોડા સમય માટે ચાલવું જોઈએ. આવું કરવાથી ખોરાક યોગ્ય રીતે પચી જાય છે અને ગેસની સમસ્યા પણ થતી નથી.

એક્સરસાઇઝ કે યોગ કરો

જે લોકોનું શરીર સક્રિય હોતું નથી તે લોકોના મોઢામાં વધારે લાળ બને છે. તેથી તમે તમારા શરીરને સ્વસ્થ રાખો અને રોજ ઓછામાં ઓછી 30 મિનિટની એક્સરસાઈઝ અથવા યોગ કરો.

ઘરેલુ ઉપચાર

  • મોઢામાંથી લાળ નિકળવાની સમસ્યા થવા પર તમે તુલસીના પાન દિવસમાં બે થી ત્રણ વાર ખાઓ. તુલસીના પાન ખાવાથી આ સમસ્યામાંથી છુટકારો મળી જાય છે. તમે ઈચ્છો તો તુલસીની ચા પણ પી શકો છો.
  • પાણીમાં દરરોજ ફટકડી ભેળવીને તે પાણીથી કોગળા કરો. આ ઉપાય કરવાથી મોઢામાં વધારે લાળ બનતી નથી.
  • તજ ખાવાથી મોઢામાંથી લાળ નિકળવાની સમસ્યા સમાપ્ત થઈ જાય છે. તજના પાવડરને તમે દૂધમાં મિક્સ કરીને તે દૂધનું રોજ સેવન કરો. એક અઠવાડિયામાં જ આ સમસ્યા જડમૂળમાંથી ખતમ થઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *