ઔસ્ટ્રેલિયામાં આ સફેદ કબૂતર પર તોળાઈ રહ્યું છે જીવનું જોખમ, જાણો તેની પાછળનું કારણ

Posted by

કબુતર જેવું શાંત પક્ષી આખરે કોને પસંદ હોતું નથી. કબુતર શાંત હોવાની સાથે-સાથે માણસોને સમજે પણ છે. પહેલાના જમાનામાં કબુતર જ એક વ્યક્તિને અન્ય વ્યક્તિ સાથે જોડી રાખવાનું કામ કરતા હતું. ભલે પછી તે પ્રેમ હોય કે કોઈ રાજાએ પોતાનો સંદેશ મોકલવાનો હોય, આ તમામ ચીજોનો એક જ રસ્તો હતો કબુતર. કબુતર સંદેશો મોકલવાની સાથે-સાથે વ્યક્તિનો સમય પણ બચાવતું હતું. કબુતર દ્વારા સંદેશો ખૂબ જ ઝડપથી પહોંચી જતો હતો. પરંતુ આપણને ક્યાં ખબર હતી કે એક દિવસ દુનિયા આ કબૂતરની જ દુશ્મન બની જશે. હકીકતમાં મામલો એવો છે કે અમેરિકાથી એક કબૂતર ૧૩ હજાર કિલોમીટર દૂર મુસાફરી કરીને ઓસ્ટ્રેલિયા પહોંચી ગયું હતું. હવે ઓસ્ટ્રેલિયા આ કબૂતરને પોતાનું દુશ્મન જણાવી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાની સરકારનું એવું માનવું છે કે આ એક કબૂતરનાં આવવાથી સંપૂર્ણ ઓસ્ટ્રેલિયામાં બિમારી ફેલાઈ શકે છે.

આ રીતે કબુતર અમેરિકાથી પહોંચ્યું ઓસ્ટ્રેલિયા

ખબરોનાં અનુસાર આ સફેદ કબુતર અમેરિકાના ઓરેગોનમાં કબુતરની રેસમાં પાછલા વર્ષે સામેલ થયું હતું. પોતાની રેસ દરમિયાન આ કબૂતર પોતાનો રસ્તો ભટકી ગયું અને હજારો કિલોમીટર દૂર ઓસ્ટ્રેલિયા પહોંચી ગયું. હવે તેમના ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ વિવાદ શરૂ થઇ ગયો. ઓસ્ટ્રેલિયા સરકાર તેને અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે જોડીને જોઈ રહી છે. આ કબૂતર ૧૩ હજાર કિલોમીટરની મુસાફરી કરીને ૨૬ ડિસેમ્બરનાં રોજ મેલબોર્નમાં પહોંચી ગયું. ઓસ્ટ્રેલિયા સરકારે તેમને મારી નાખવાનો નિર્ણય કરીને એવું કારણ જણાવ્યું છે કે, આ કબૂતરથી અહીંયા બિમારી ફેલાઈ શકે છે. આ કબૂતર ખાદ્ય સુરક્ષા અને પોલ્ટ્રી ફાર્મ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.

સોશિયલ મીડિયામાં છવાયેલું છે આ સફેદ કબુતર

ઓસ્ટ્રેલિયામાં મળેલું આ કબૂતર સોશિયલ મીડિયા પર હવે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. વિક્ટોરિયા-અમેરિકાના પશુ ન્યાય પાર્ટીના કાયદાઓનાં જાણકાર એંડી મેડિકે કહ્યું કે, “જો” નામના આ કબૂતરને સ્વતંત્ર રૂપથી જીવવાનો અધિકાર અવશ્ય મળવો જોઈએ. તેમણે એવું પણ કહ્યું કે તે કબૂતરના પગમાં જે કપડું બાંધેલું મળ્યું છે, તેમની તપાસ થવી જોઇએ. કોઈપણ પરિસ્થિતિમાં આ મૂંગા પક્ષીને મારી નાખવાની કોઈ જરૂર જણાતી નથી.

રેસિંગ પિજન ડેવલોપમેન્ટ એ કહી આ વાત

ઓસ્ટ્રેલિયા સરકારના આ નિર્ણય પર અમેરિકાના ઓકાલહોમાનાં રેસિંગ પિજન યુનિયનનાં મેનેજર ડિયોન રોબોટસ્ એ પોતાની વાત રાખતા જણાવ્યું કે, કબૂતરના પગમાં બાંધેલુ કપડુ નકલી છે. અમેરિકાના જે બ્લુ બાર કબૂતરને આ કપડુ બાંધવામાં આવે છે, તે ઓસ્ટ્રેલિયા દ્વારા પકડવામાં આવેલું કબુતર છે જ નહી. તેથી આ કબૂતરને મારી નાખવું તે તેમના જીવન જીવવાની સ્વતંત્રતા છીનવવા બરાબર છે.

જાણો તપાસમાં શું જાણવા મળ્યું

આ કબૂતરની તપાસમાં ઓસ્ટ્રેલિયાના કૃષિ વિભાગને જાણવા મળ્યું કે “જો” નામના આ કબૂતરના પગમાં બાંધવામાં આવેલું કપડું નકલી છે. તપાસમાં એવું પણ સામે આવ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનની જીતની ખુશીમાં આ બૈંડ કબૂતરનાં પગમાં બાંધીને ઉડાવ્યું હશે, જેના લીધે આ વિવાદે જન્મ લીધો છે. બની શકે છે કે આ કબૂતર ઓસ્ટ્રેલિયાનું જ હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *