જાણો યુવતિઓ માટે કેવો હોવો જોઈએ જિમનો ડ્રેસ, વર્કઆઉટ દરમિયાન ના કરો આવી ભૂલો

તંદુરસ્ત રહેવા માટે લોકો જિમ જવાનું પસંદ કરે છે. તેના માટે તમામ ચીજોનું ધ્યાન રાખે છે. ડાયટથી લઈને ક્યાં સમયે કઈ એક્સરસાઇઝ કરવાની છે, તે બધુ જ ધ્યાન રાખવામાં આવે છે. વર્કઆઉટ કરતા સમયે આપણે જોયું હશે કે લોકો અલગ અલગ કપડાં પહેરે છે, હકિકતમાં તે જરૂરી પણ હોય છે. આ કપડાનું ધ્યાન સામાન્ય લોકો રાખતા નથી પરંતુ મોટાભાગે હીરો-હીરોઇન આ ચીજોનું વધારે ધ્યાન રાખે છે. ઘણી યુવતિઓ જિમ તો શરૂ કરી દે છે પરંતુ તેમને એ જાણ હોતી નથી કે યુવતિઓ માટે જિમનો ડ્રેસ કેવો હોવો જોઈએ અને યોગ્ય રીતે વર્કઆઉટ કેવી રીતે કરવું જોઈએ.

યોગ્ય ડ્રેસ પહેરીને જિમ કરવું જ તમારા સ્વાસ્થ્ય માટે સારું હોય છે. યોગ્ય ડ્રેસ પહેરીને એક્સરસાઇઝ દ્વારા તમારા શરીરને લાભ પહોંચી શકે છે, એટલા માટે એક્સરસાઇઝના હિસાબથી ડ્રેસ અપ પણ હોવું જોઈએ. તો ચાલો આ અંગે વિસ્તારથી જાણી લઈએ. એક્સરસાઇઝ કરતાં જો તમે ડ્રેસઅપનું ધ્યાન નહીં રાખો તો તે તમારા સ્વાસ્થ્ય માટે નુકશાનદાયક હશે. આ વિષયમાં બોલિવૂડ સેલિબ્રિટીઝ ઘણા આગળ છે. ભલે તે જાન્હવી કપૂર, સારા અલી ખાન કે મલાઈકા અરોરા ખાન હોય. બધા પોતાના જિમ ડ્રેસઅપને લઈને ચર્ચામાં રહે છે.

આરામદાયક શૂઝ

જિમમાં જો તમે વર્કઆઉટ કરી રહ્યા છો તો તમારા પગને મજબૂત અને સુરક્ષિત બનાવી રાખવા માટે યોગ્ય શૂઝની પસંદગી જરૂરી છે. જો તમે રનીંગ એક્સરસાઇઝ કરી રહ્યા છો તો તેના માટે રનિંગ શૂઝ હોવા જોઈએ. આ સિવાય તમારા પગના બધા ભાગ જેમ કે પિંડલી, ઘૂંટણ અને પગની ઘૂંટીને સુરક્ષિત રાખવા માટે સારા શૂઝ જ પસંદ કરવાં.

હુડી

માથા પરથી નિકળનાર પરસેવાને રોકવા માટે માથા પર જે પટ્ટી લગાવવામાં આવે છે તેને હુડી કહેવાય છે. માથા પરથી પરસેવો નીકળીને જ્યારે તે આંખો અને હોઠ પર આવે છે તો એક્સરસાઇઝ કરવામાં ઘણી તકલીફ થાય છે, એટલા માટે તમારે સારી રીતે પરસેવો શોષી લેનાર હુડીનો ઉપયોગ કરવો જોઈએ.

પરસેવાને શોષી લેનાર ટી-શર્ટ

જિમ કરતાં સમયે હંમેશા ટી-શર્ટ પહેરવા જોઈએ અને ટીશર્ટ પણ એવા જ પહેરવા જોઈએ કે જે પરસેવાને યોગ્ય રીતે શોષવામાં સક્ષમ હોય. શરીરમાંથી નીકળતા પરસેવાથી તમે પરેશાન ના થાવ તેના માટે એક સારું સ્વેટ રેજિસ્ટેડ ટી-શર્ટ અને ક્રોપ ટોપ પહેરવું જોઈએ.

ફિટનેસ ટ્રેકર

જો તમે હંમેશા જિમ જઈ રહ્યા છો તો તમારા માટે એ જાણવું જરૂરી હોય છે કે તમે કેટલી કેલરી બર્ન કરો છો. સામાન્ય રીતે કેલરીનો હિસાબ રાખવો મુશ્કેલ હોય છે. બજારમાં ઘણા બધા ફિટનેસ ટ્રેકર હાજર છે, જેને ખરીદીને તમે તમારી કેલરી અને ફિટનેસનું ધ્યાન રાખી શકો છો.

યોગ્ય મોજા

શૂઝ સારા હોવા જ સૌથી સારી વાત હોતી નથી. શૂઝની સાથે સાથે સારા મોજા પણ હોવા જરૂરી છે. મોજા એવા હોવા જોઈએ કે જેનાથી પગના તળિયામાંથી નીકળતો બધો જ પરસેવો સુકાઈ જાય. હંમેશા સારી કવોલેટીનાં મોજા લેવા જોઈએ. તેનાથી પગમાં ઇન્ફેક્શન અને ફંગસની સમસ્યા સમાપ્ત થઈ જાય છે. એવા મોજા ક્યારેય પણ ના પહેરવા કે જેનાથી ખૂબ જ જલ્દી દુર્ગંધ આવવા લાગે છે.

યોગ્ય શોર્ટ્સની પસંદગી

જિમમાં વર્કઆઉટ કરતાં સમયે તમારે યોગ્ય શોર્ટ્સની પસંદગી કરવી જોઈએ કારણ કે જિમમાં ઘણા પ્રકારની એક્સરસાઇઝ કરવાની હોય છે તો તેના માટે શોર્ટ્સ સૌથી સારો વિકલ્પ હોઈ શકે છે. શોર્ટ્સ પણ એવા હોવા જોઇએ, જે પરસેવાને સારી રીતે શોષી શકે.