જયા બચ્ચને કહ્યું હતું “કરિશ્મા કપૂર મારી ભાવિ વહુ છે”, પરંતુ આ કારણથી તૂટી ગયો હતો સંબંધ

પ્રેમથી શ્રેષ્ઠ અહેસાસ જીવનમાં બીજો કોઈપણ હોઈ શકે નહી. બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન અને અભિનેત્રી કરિશ્મા કપૂરને પણ એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. ફક્ત પ્રેમ જ નહી પરંતુ બંનેની સગાઇ પણ થઇ ગઇ હતી. સગાઈ થઈ જવા છતાં પણ તે બંનેનો સંબંધ લગ્ન પહેલા જ તૂટી ગયો હતો. કપૂર અને બચ્ચન પરિવારની વચ્ચે સંબંધ જોડાવા જઈ રહ્યો હતો. તે વર્ષ ૨૦૦૨ની વાત છે. અભિષેક અને કરિશ્માના લગ્ન થવાના હતા.

Advertisement

જોકે એક વર્ષ બાદ ૨૦૦૩માં આ બંનેના લગ્નની રાહ જોઈ રહેલા તેમના પ્રશંસકોને બન્ને પરિવારના લોકોએ એવા સમાચાર આપ્યા કે જેને જાણ્યા બાદ બધાના હોશ ઉડી ગયા. બન્ને પરિવાર તરફથી અભિષેક અને કરિશ્માની સગાઈ તૂટી જવાની ઘોષણા કરવામાં આવી હતી.

વાયરલ થયો હતો વીડિયો


એ વાત જરૂર છે કે અભિષેક અને કરિશ્માના લગ્ન થઈ શક્યા નહી પરંતુ અભિષેક બચ્ચનની માં અને ફિલ્મ અભિનેત્રી જયા બચ્ચને કરિશ્મા કપૂરને બધાની સામે જ વહુનાં રૂપમાં સ્વીકાર કરી લીધી હતી. તેમનો એક વીડિયો પણ ખૂબ જ વાયરલ થયો હતો. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જયા બચ્ચન એવું કહી રહી છે કે, “હું મારા પોતાના ગ્રુપમાં એક નવા પરિવારને સામેલ કરવા જઈ રહી છું. તે કપૂર ફેમિલી છે. રણધીર કપૂર અને બબીતા કપૂરની ફેમીલી”. જયા બચ્ચને એવું પણ કહ્યું હતું કે કરિશ્મા કપૂર મારી ભાવિ વહુ છે. પોતાના પિતાના ૬૦માં જન્મદિવસ પર પોતાના માતા-પિતાને અભિષેક બચ્ચને આ ગિફ્ટ આપી છે.

જયા બચ્ચને જ્યારે આ ઘોષણા કરી હતી તો ત્યારબાદ કરિશ્મા કપૂરને પણ ખૂબ જ શરમ આવી હતી. તે શરમાતા શરમાતા સ્ટેજ પર પહોંચી હતી અહીંયા તેમણે સંપૂર્ણ બચ્ચન, નંદા અને કપૂર પરિવારની સાથે પોઝ પણ આપ્યો હતો. આ વીડિયોમાં કરિશ્મા કપૂરની ઝગમગતી એન્ગેજમેન્ટ રીંગ પણ જોવા મળી રહી છે.

આ રીતે શરૂ થઈ હતી ડેટિંગ

અમિતાભ અને જયા બચ્ચનની દિકરી શ્વેતા બચ્ચનનાં જ્યારે ૧૯૯૭માં લગ્ન થયા હતા તો કરિશ્મા અને અભિષેક વચ્ચે તે સમય દરમિયાન નિકટતા વધી હતી અને ત્યારથી જ બંને એકબીજાને ડેટ કરી રહ્યા હતા. લગભગ ૫ વર્ષ સુધી ડેટ કર્યા બાદ ઓક્ટોબર ૨૦૦૨માં કરિશ્મા અને અભિષેકની સગાઈની ઘોષણા કરવામાં આવી હતી ત્યારબાદ દરેક લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા.

આ પહેલા કોઈને પણ તેમની પ્રેમ કહાનીના વિશે જાણ હતી નહી. કરિશ્માએ તો ત્યારે કહી પણ દીધું હતું કે આ પરિવારનો ભાગ બનીને મને ખૂબ જ ખુશી થઈ રહી છે. પરંતુ જ્યારે આ બંનેનો સંબંધ તૂટી ગયો તો તેમના વિશે ક્યારેય પણ અભિષેકે ના કંઈ કહ્યું કે ના કઈ કરિશ્માએ જણાવ્યું. જોકે સૂત્રો એવું જણાવે છે કે કરિશ્મા કપૂરની માં બબીતા કપૂર ઈચ્છતી હતી કે તેમની દિકરીનું ભવિષ્ય સુરક્ષિત અને સ્થિર રહે. તેમને જાણ હતી કે અભિષેક બચ્ચનની ફિલ્મો ફ્લોપ થઈ રહી છે. બચ્ચન પરિવારની આર્થિક સ્થિતિ પણ સારી હતી નહી. ઉપરથી બચ્ચન પરિવારનું પ્રોડક્શન હાઉસ પણ નુકસાનીમાં ચાલી રહ્યું હતું.

બંને વધી ગયા પોતાના જીવનમાં આગળ

તેવામાં તેમણે બચ્ચન પરિવાર પાસે એક કરારની માંગ કરી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે અમિતાભની સંપતીનો એક ભાગ અભિષેક બચ્ચનના નામ પર કરી દેવામાં આવે. બચ્ચન પરિવાર તેમના માટે તૈયાર થયો નહી. એટલું જ નહીં જયા બચ્ચન એવું પણ ઇચ્છતા હતા કે લગ્ન બાદ કરિશ્મા ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દે. જેના લીધે આ બંનેનો સંબંધ ખતમ થઈ ગયો.

ત્યારબાદ કરિશ્મા કપૂરે છુટાછેડા લીધેલ બિઝનેસમેન સંજય કપૂરની સાથે વર્ષ ૨૦૦૩માં લગ્ન તો જરૂર કરી લીધા પરંતુ ૨૦૧૬માં તેમના છૂટાછેડા પણ થઈ ગયા. કરિશ્માના સમાયરા અને કિયાન નામના બે બાળકો પણ છે. બીજી તરફ ૨૦ એપ્રિલ ૨૦૦૭નાં રોજ બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન સાથે અભિષેક બચ્ચને પણ લગ્ન કરી લીધા. તેમની દિકરી આરાધ્યા હવે ૯ વર્ષની થઇ ચૂકી છે.

Advertisement