જે ઘરની મહિલાઓમાં હોય છે આ ૪ ગુણ, ત્યાં લક્ષ્મીજી હંમેશા કરે છે નિવાસ

Posted by

જેમકે તમે બધા જ જાણો છો કે પતિ-પત્નિ એકબીજાના પૂરક હોય છે તેમજ પત્નિને પતિનું અડધું અંગ માનવામાં આવે છે. તેથી તેને અર્ધાંગિની પણ કહેવામાં આવે છે. જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે ભીષ્મ પિતાહમાએ કહ્યું હતું કે સ્ત્રીને હંમેશા જ ખુશ રાખવી જોઈએ કારણકે તેનાથી તમારા વંશની ઉત્પત્તિ થાય છે. આ બધી વાતો સિવાય પણ પત્નિઓના ગુણો અને વર્ણનો પણ વિસ્તારપૂર્વકથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જો આપણે આપણી પત્નિનું સન્માન કરીએ છીએ અને તેની યોગ્ય રીતે દેખભાળ કરીએ છીએ અને તેની રક્ષા પણ કરીએ છીએ તો આપણા વંશની વૃદ્ધિ થાય છે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ જળવાઈ રહે છે. હિન્દુ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે ત્યાં હંમેશા દેવીઓનો વાસ રહે છે અને આ કારણથી પતિ-પત્ની વચ્ચે હંમેશા પ્રેમ જળવાઈ રહે છે. આજે અમે ગરુડ પુરાણના હિસાબથી પત્નિઓના એ ચાર ગુણો વિશે જણાવીશું જે એક મહિલાની અંદર વિદ્યમાન હોવા જરૂરી છે. જેમની પત્નિમા આ ગુણ હોય છે. તેમના પતિને મહાભાગ્યશાળી કહેવામાં આવે છે.

ચાલો જાણીએ કયા ગુણ હોવા જોઈએ એક મહિલાની અંદર

સૌથી પહેલો ગુણ એક પત્નિની અંદર એ હોવો જોઈએ કે તેમનામાં બધા જ ગ્રહોનું સંચાલન કરવાનો ગુણ વિદ્યમાન હોવો જોઈએ. જેમકે ભોજન બનાવવું, સાફ-સફાઈ કરવી, ઘરની સજાવટ કરવી, વાસણ-કપડા વગેરે સુવ્યવસ્થિત રાખવું. બાળકોની જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવવી તેમજ કોઈપણ મહેમાન આવે તો તેમનું સન્માન-સત્કાર જેવા બધા જ કાર્યો એક મહિલાની અંદર હોવા જોઈએ.

બીજો ગુણ એ હોવો જોઈએ કે પત્નિએ હંમેશા પતિ સાથે મીઠી ભાષામાં વાત કરવી જોઈએ અને ક્યારેય પણ કોઈ એવા શબ્દોનો પ્રયોગ ના કરવો જોઈએ કે જેનાથી પતિને દુઃખ પહોંચે. પતિએ પણ હંમેશા પત્નિની વાતોને ધ્યાનપૂર્વક સાંભળવી જોઈએ અને તેમની ઈચ્છાઓને પણ પૂરી કરવી જોઈએ. મહિલાએ ઘરમાં દરેક વ્યક્તિની સાથે પ્રેમ અને સન્માનથી વર્તન કરવું જોઈએ.

ત્રીજો ગુણ પત્નિની અંદર એ હોવો જોઈએ કે તે હંમેશા જ પતિના આદેશોનું પાલન કરે અને તેમની સેવા કરતી રહે. ક્યારેય પણ ભૂલમાં એવું કોઈ ખોટું કામ ના કરે કે જેનાથી તેમને દુઃખ પહોંચે કે કોઈ પણ એવી વાત ના કરે જેનાથી તે દુઃખી થાય. હંમેશા પોતાના પતિને ખુશ રાખવા જોઈએ અને હંમેશા પોતાના પતિના વિશે જ વિચારવું જોઈએ. કોઈ અન્ય પુરુષ વિશે નહી.

ચોથો ગુણ એ હોવો જોઈએ કે પત્નિનો સૌથી પહેલો ધર્મ હોવો જોઇએ કે તેમણે હંમેશા પોતાના પતિ અને પરિવારના વિશે જ વિચારવું જોઈએ. કોઈપણ એવું કાર્ય ના કરવું જોઈએ કે જેનાથી તેમની માન-મર્યાદાને ઠેસ પહોંચે. મહિલાઓએ રોજ સ્નાન કરવું, શૃંગાર કરવો અને ઓછું બોલવું સાથે સાથે પોતાના ધર્મનું પાલન કરતાં રહેવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *