કોઈપણ વ્યક્તિની રાશિની સાથે સાથે તેમના શરીરના અંગો પર બનેલા ચિહ્નો પરથી પણ વ્યક્તિનો સ્વભાવ, પર્સનાલિટી અને ભાગ્યની વિશે ઘણું બધું જાણી શકીએ છીએ. સામુદ્રિક શાસ્ત્રના અનુસાર જે મહિલાઓના શરીર પર અમુક વિશેષ પ્રકારના ચિહ્નો બનેલા હોય છે, તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આ મહિલાઓ પોતાના ઘર-પરિવાર માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. તો ચાલો જાણી લઈએ આખરે તે કઈ મહિલાઓ છે, જેને સૌભાગ્યશાળી માનવામાં આવે છે.
જેમની આંખો મોટી હોય
એવી મહિલાઓ જેમની આંખો મોટી હોય, આંખની ઉપર અને નીચેનો ભાગ હળવો લાલ હોય, આંખનો રંગ એકદમ સફેદ હોય અને ભમર સંપૂર્ણપણે કાળા હોય તે ભાગ્યશાળી હોય છે. કહેવામાં આવે છે કે તેના પર ઈશ્વરની કૃપા હંમેશા જળવાઇ રહે છે અને તે સદગુણોથી ભરેલ હોય છે. તેથી આ મહિલાઓ પોતાના સારા અને નેક કાર્યોથી ઘરનું વાતાવરણ સકારાત્મક રાખે છે અને તેમનો ઘરનાં બધા જ સદસ્યોની સાથે સારો તાલમેલ રહે છે. આ મહિલાઓ તેમના પતિને જીવનમાં દરેક પરિસ્થિતિમાં સાથ આપે છે.
ચંદ્રમાની સમાન ગોળ ચહેરાવાળી
જે મહિલાઓનો ચહેરો ચંદ્રમાની જેમ ગોળ અને ગોરો હોય છે તેને પણ પોતાના પરિવાર માટે ભાગ્યશાળી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ મહિલાઓના જીવનમાં ક્યારેય પણ આર્થિક તંગી આવતી નથી અને તે સુખ-સુવિધાનું જીવન પસાર કરે છે.
સુંદર દેખાવા વાળી
તે મહિલાઓ જેમના શરીરના અંગ કોમળ અને સુંદર હોય છે તેમને ખૂબ જ સૌભાગ્યશાળી માનવામાં આવે છે. ભલે આ મહિલાઓનો જન્મ ગરીબ પરિવારમાં થયેલ હોય પરંતુ તેમના લગ્ન એક અમીર પરિવારમાં થાય છે. એટલું જ નહી તેમના પતિ તેમને ખૂબ જ પ્રેમ પણ કરે છે અને સાસરીયા તરફથી પણ તેમને ભરપૂર પ્રેમ મળે છે. આ મહિલાઓને તેમના જીવનમાં દરેક પ્રકારની સુખ-સુવિધા મળે છે.
હાથ પર ઉંડી અને ગોળ રેખાઓ હોય
એવી મહિલાઓ જેમના હાથમાં ગોળ અને ઉંડી રેખા મળી આવે છે, તે મહિલાઓનાં જીવનમાં પણ ખુશીઓ આવે છે. આ મહિલાઓથી તેમના ઘર-પરિવારના સદસ્યો હંમેશા ખુશ રહે છે.
માછલીનું નિશાન
જે મહિલાઓના હાથોમાં માછલી, સ્વસ્તિક વગેરેના નિશાન હોય છે તેના પર ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા હંમેશાં રહે છે. માં લક્ષ્મીની કૃપા રહેવાથી આ મહિલાઓના જીવનમાં ક્યારેય પણ ધન સંબંધિત સમસ્યાઓ આવતી નથી. એટલું જ નહી તે જે પરિવારમાં વહુ બનીને જાય છે ત્યાં પણ ક્યારેય પણ ધનની કમી રહેતી નથી.
કમળનું નિશાન
સમુદ્રશાસ્ત્ર અનુસાર જે મહિલાઓના હાથ પર કમળનું નિશાન હોય છે, તે ખૂબ જ સૌભાગ્યશાળી હોય છે. તેમના લગ્ન કોઈ અમીર પુરુષ સાથે થાય છે, જે તેમની દરેક ઈચ્છાઓને પૂરી કરે છે. એટલું જ નહી આવી મહિલાઓ એક ગુણવાન અને તેજસ્વી સંતાનને જન્મ આપે છે.
ગોળાકાર નિશાન
જો કોઇ મહિલાના હાથ પર ગોળાકાર નિશાન બનેલું હોય તો આવી મહિલાઓના લગ્ન એક શક્તિશાળી અને અમીર પુરુષ સાથે થાય છે તેથી તે પોતાના જીવનમાં દરેક સુખ-સુવિધાઓ પ્રાપ્ત કરે છે.
ત્રિશુલ, તલવાર વગેરે નિશાન
સામુદ્રિક શાસ્ત્રનાં અનુસાર જે મહિલાઓની હથેળીમાં ત્રિશુલ, તલવાર, શંખ, ગદા વગેરે ચિહ્નો હોય છે તે ખૂબ જ સૌભાગ્યશાળી હોય છે અને તેમનું મન સામાજિક-ધાર્મિક કાર્યોમાં વધારે લાગેલું રહે છે. તેવામાં તેમને સામાજીક માન-સન્માન ખૂબ જ વધારે મળે છે.
ગોળ એડી
ગોળ એડી વાળી મહિલાઓને જીવનમાં ક્યારેય પણ સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. આ મહિલાઓને જીવનમાં સંઘર્ષ કરવો પડતો નથી અને તેમને દરેક ચીજ ખૂબ જ સરળતાથી મળી જતી હોય છે.