જે પુરૂષોમાં હોય છે આ ગુણો તેને મહિલાઓ આપી બેસે છે પોતાનું દિલ, જાણો તમારામાં છે કે નહિ

એ વાત તો બધા જ જાણતા હશો કે પુરૂષ અને મહિલાઓ એકબીજાની તરફ આકર્ષિત થાય છે પરંતુ તેમની પાછળનું કારણ શું હોય છે, તેમના વિશે ચોક્કસ માહિતી આજ સુધી કોઈને મળી શકી નથી. તેને જાણવા માટે ઘણા બધા રિસર્ચ થઈ ચૂક્યા છે. ઘણા અધ્યયન પણ થઇ ચુક્યા છે, સાથે જ ઘણા પ્રયોગો પણ કરવામાં આવી ચુક્યા છે. આ બધા પરથી જ તે જાણવા મળ્યું છે કે મહિલાઓને પુરુષોની કઈ-કઈ વાતો પસંદ આવે છે. વર્ષ ૨૦૧૦માં એક અધ્યયન થયું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે પોતાનાથી વધારે ઉમરના પુરુષોની તરફ મહિલાઓ વધારે આકર્ષિત થાય છે. તેમના વિશે પ્રખ્યાત લેખિકા અને યુકેની યુનિવર્સિટીમાં પ્રોફેસર ફહ્યાના મુરનું કહેવાનું છે કે જે મહિલાઓ કામ કરી રહી છે, તે વધારે આ પ્રકારની પ્રવૃત્તિ વાળી હોય છે. આત્મવિશ્વાસ તેમનામાં ભરેલો હોય છે. તેવામાં તે પોતાની રીતે સમજી વિચારીને પોતાનો લાઈફ પાર્ટનર પસંદ કરે છે. તે પોતાનાથી વધારે ઉંમરના પાર્ટનરને મહત્વ આપે છે.

પ્રશંસા કરવા વાળા

જે પુરુષો મહિલાઓની પ્રશંસા કરે છે, તે મહિલાઓને વધારે પસંદ આવે છે. પુરુષો પાસેથી પોતાની પ્રશંસા સાંભળીને તે ફક્ત સ્મિત આપતી નથી પરંતુ તેમને થોડી શરમ પણ આવે છે. મહિલાઓ તે પુરુષોની વાતો પર વધારે ધ્યાન આપે છે. તે અમે નહી પરંતુ તેમના પર રિસર્ચ કરી ચૂકેલી પ્રસિદ્ધ લેખિકા અને અમેરિકાના રટગર્સ યુનિવર્સિટીમાં પ્રોફેસર હેલેન ફિશરએ જણાવ્યું છે. તેમના અનુસાર જે પુરુષો ફ્લર્ટ કરે છે, તે મહિલાઓને વધારે પસંદ આવે છે.

જે પુરુષોની દાઢી હળવી વધારેલી હોય છે, તે મહિલાઓને વધારે પસંદ આવે છે. તેને લઈને ન્યૂ સાઉથવેલ્સ વિશ્વ વિદ્યાલયમાં ૧૭૭ પુરુષો અને ૩૫૧ મહિલાઓ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. તેમાં જાણવા મળ્યું હતું કે હળવી દાઢીવાળા પુરુષોના વિષે મહિલાઓ એવું વિચારે છે કે તે પરિપક્વ છે. તેવામાં તે આ પુરૂષોને પોતાનો પાર્ટનર પસંદ કરવામાં ગભરાતી નથી. રિસર્ચમાં જોવા મળ્યું હતું કે હળવી દાઢીવાળા પુરુષોમાં મહિલાઓ વધારે દિલચસ્પી રાખે છે.

લાલ રંગના કપડા

જે પુરુષો લાલ રંગના કપડાં પહેરે છે, મહિલાઓ તેમની તરફ વધારે આકર્ષિત થાય છે. આ વાતનો ખુલાસો ઇંગ્લેન્ડ, ચીન, જર્મની અને અમેરિકાના લોકો પર ૨૦૧૦માં કરવામાં આવેલી એક સ્ટડીમાં થયો હતો. તેમાં મહિલાઓને લાલ રંગના કપડાની સાથે અન્ય રંગના કપડા પહેરીને પુરુષો બતાવવામાં આવ્યા હતાં. તેમાંથી મોટાભાગની મહિલાઓએ લાલ રંગના કપડા પહેરેલા પુરુષોની જ પસંદગી કરી હતી.

પુરુષો અને મહિલાઓને જ્યારે એવું લાગે છે કે સામેવાળી વ્યક્તિ બિલકુલ તેમના જેવું જ છે તો તે એકબીજાની તરફ વધારે આકર્ષિત થાય છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીની તરફથી એક ઓનલાઈન સ્ટડી ૬૦ પુરુષો અને ૬૦ મહિલાઓ પર કરવામાં આવી હતી. તેમાં એવું જણાવવામાં આવ્યું છે કે જો મહિલાઓને પોતાનાથી વધારે આકર્ષક વાળા પુરુષો મળે છે તો તેમને એવો ડર રહેતો હોય છે કે તેમનું બીજી કોઈ જગ્યાએ પણ અફેર હોય શકે છે.

વળી જો પોતાનાથી ઓછા આકર્ષક વાળા પુરુષો મળે છે તો તેમને એવું લાગે છે કે તેમને સારો પાર્ટનર મળી શકતો હતો. તેવામાં તેમને સમાન ગુણો હોવા પર તે વધારે આકર્ષિત થાય છે. કેલિફોર્નિયા યુનિવર્સિટી તરફથી ૨૮૬ મહિલાઓ પર એક સ્ટડી કરવામાં આવી હતી, જેમાં એક વધારે મોટી દિલચસ્પ વાત જાણવા મળી હતી. તેમાં જાણવા મળ્યું હતું કે જે પુરુષો સામાન્ય શરીરવાળા હોય છે, તે મહિલાઓને વધારે પસંદ આવે છે.

આ સ્ટડી દરમિયાન મહિલાઓને શર્ટ વગરના પુરુષો બતાવવામાં આવ્યા હતાં. તેમાંથી મોટાભાગની મહિલાઓએ મસલ્સ બનાવેલાં પુરુષોની પસંદગી શોર્ટ ટર્મ પાર્ટનર એટલે કે થોડા સમયના પાર્ટનરના રૂપમાં કરી હતી. વળી જે પુરૂષોનું શરીર સામાન્ય હતું તેમને તેમણે પોતાના લોંગ ટર્મ પાર્ટનરના રૂપમાં પસંદગી કરી.

ખૂબ જ હસાવવા વાળા

જે પુરુષો વધારે હસાવે છે તેમને પણ મહિલાઓ ખૂબ જ પસંદ કરે છે. ઘણા અધ્યયનમાં જણાવવામાં આવ્યું છે કે તેમના સેન્સ ઓફ હ્યુમરનાં કારણે મહિલાઓ તેમને પસંદ કરે છે. એટલું જ નહિ ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કોસ્મેટિક સાયન્સમાં પ્રકાશિત એક સ્ટડીના અનુસાર સુગંધિત ડિયોડ્રંટ લગાવવા વાળા પુરુષોની તરફ પણ મહિલાઓ વધારે આકર્ષિત થાય છે.