જે સુપર સ્ટારને તમે અત્યાર સુધી હિન્દુ સમજતા હતા ખરેખર તે હતા મુસલમાન, જુઓ લીસ્ટ

સમગ્ર દેશ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યો છે. હજારોની સંખ્યામાં લોકોનો જીવ લેનાર આ ભયાનક વાયરસ દિવસે ને દિવસે પોતાનું રોદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે. કોરોનાની મહામારીથી સામાન્ય માણસ તો પ્રભાવિત છે જ પરંતુ તેનાથી બોલીવુડ પણ બચી શક્યું નથી. વીતેલા દિવસોમાં બોલિવૂડના બચ્ચન પરિવારથી લઇને અનેક સ્ટાર્સને કોરોના એ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. તેની વચ્ચે બોલીવૂડમાંથી એક વધારે ખરાબ સમાચાર મળી રહ્યા છે કે દિલીપ કુમારના નાનાભાઈ અહેસાન ખાને મુંબઈના લીલાવતી હોસ્પિટલમાં બુધવારે અંતિમ શ્વાસ લીધા હતા.

મહત્વપૂર્ણ છે કે એ અહેસાન ખાનની ઉમર ૯૨ વર્ષની હતી અને થોડા દિવસો પહેલાં જ તેમના નાનાભાઈ અસલમ ખાનનુ મૃત્યુ પણ કોરોનાના કારણે થયું હતું. હવે તમે વિચારી રહ્યા હશો કે દિલીપ કુમારના ભાઈઓના સરનેમમાં ખાન કેમ જોડાયેલ છે ? તો ચાલો અમે તમને જણાવી દઈએ કે સમગ્ર હકીકત શું છે.

દિલીપકુમાર

ખરેખર ૯૭ વર્ષીય અભિનેતા દિલીપ કુમારનું નામ મોહમ્મદ યુસુફ ખાન છે. દિલીપ સાહેબ હિન્દુ નહી પરંતુ મુસલમાન છે. તમને જણાવી દઈએ કે બોલિવૂડમાં દિલીપ કુમારની જેમ જ ઘણા એવા બોલીવુડ કલાકારો છે. જેના નામ પરથી લાગે છે કે તે હિન્દુ છે પરંતુ હકીકતમાં તે મુસલમાન હોય છે.

રીના રોય

પોતાના જમાનાની મશહૂર એક્ટ્રેસ રીના રોય પણ મુસલમાન છે. તમે આશ્ચર્યમાં જરૂર પડી ગયા હશો પરંતુ તે જ હકીકત છે. ખરેખર ફિલ્મો માટે તેમની માં એ તેમનું નામ સાયરા અલીથી બદલાવીને રીના રોય કરી દીધું હતું. જોકે રીના હવે ફિલ્મી દુનિયાથી દૂર છે. તે છેલ્લીવાર પડદા પર વર્ષ ૨૦૦૦ માં રિલીઝ થયેલી ફિલ્મ “રેફ્યુજી” માં જોવા મળી હતી.

મધુબાલા

એક જમાનો હતો જ્યારે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મધુબાલાના નામનો સિક્કો ચાલતો હતો. દરેક લોકો તેમના અભિનયના દિવાના હતા. જોકે આજે અમે તમને તેમના અસલી નામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મધુબાલાનુ અસલી નામ મુમતાજ જહાં દેહલવી હતું. જણાવી દઈએ કે મધુબાલા હવે આ દુનિયામાં રહ્યા નથી.

અજીત

વીતેલા જમાનાની ફિલ્મોમાં વિલનનો રોલ પ્લે કરનાર અજીત પણ બોલીવુડ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ ચર્ચિત નામો માંથી એક છે. જોકે તેમનું નામ જરૂર હિન્દુઓ જેવું છે પરંતુ તે હિન્દુ નહી પરંતુ મુસલમાન છે. અજિતનું અસલી નામ હામીદ ખાન અલી છે. તે પણ હવે આ દુનિયામાં રહ્યા નથી.

માન્યતા દત્ત

સંજય દત્તની પત્નિ માન્યતા દત્તના વિશે જણાવી દઈએ કે તે પણ હિન્દુ નહી પરંતુ મુસલમાન છે. તેમનું અસલી નામ દિલનવાજ શેખ છે. ખરેખર ફિલ્મો માટે દિલનવાજ શેખ એ પોતાનું નામ બદલીને માન્યતા રાખી લીધું હતું. તેમણે અમુક ફિલ્મોમાં કામ પણ કર્યું છે પરંતુ માન્યતાનું કોઈ ખાસ ફિલ્મી કરિયર નથી.

નેહા

બોલિવૂડ અભિનેતા મનોજ બાજપેયી પત્નિ નેહા પણ મુસ્લિમ છે. તમને સાંભળીને તો એવું જ લાગી રહ્યું હશે કે નેહા તો હિન્દુ નામ છે તો પછી હું મુસ્લિમ કેવી રીતે હોઈ શકે? ખરેખર તેમનું અસલી નામ શબાના રજા છે. શબાના પણ અમુક ફિલ્મોમાં નજર આવી હતી પરંતુ સફળતા હાથ નહી લાગતાં તે ફિલ્મોમાંથી ગાયબ થઈ ગઈ હતી.

જગદીપ

લોકપ્રિય ફિલ્મ શોલે માં સુરમાં ભોપાલી નો રોલ પ્લે કરવા વાળા એક્ટર જગદીપ પણ હિન્દુ નહી પરંતુ મુસલમાન છે. તેમનું નામ સૈયદ ઇશ્તિયાક અહમદ જાફરી છે. હાલમાં જ તેમનું નિધન થયેલ છે.

જોની વોકર

જૂની ફિલ્મોમાં ઘણીવાર કોમેડીયનના પાત્રમાં નજર આવવા વાળા જોની વોકર પણ મુસ્લિમ છે. જો કે તેમના નામ ઉપરથી પ્રતીક થતું નથી. પરંતુ જણાવી દઈએ કે જોની વોકરનુ અસલી નામ બહાઉદ્દીન જમાલુદ્દીન કાજી છે. જોની ઘણા વર્ષો પહેલા આ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે.

મીના કુમારી

ટ્રેજેડી ક્વિનના નામથી મશહૂર મીના કુમારી પોતાના જમાનાની મશહૂર એક્ટ્રેસ રહી ચૂકી છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે મીના હિન્દુ નથી. તેમનું અસલી નામ મહજબીન બાનો છે.

સંજય ખાન

ઘણી સુપરહીટ ફિલ્મોમાં મહત્વની ભૂમિકા અદા કરનાર સંજયખાનનું અસલી નામ શાહ અબ્બાસ ખાન છે. કહેવામાં આવે છે કે તેમણે ફિલ્મમાં કામ કરવા માટે પોતાનું નામ બદલી નાખ્યું હતું. સંજય પાછલા ઘણા સમયથી સિલ્વર સ્ક્રિનથી દૂર છે.