જે યુવકને અક્ષય કુમારે મારી હતી જોરદાર થપ્પડ, આજે તેમની સાથે કામ કરવા માટે તરસે છે અક્ષય કુમાર

Posted by

ફિલ્મ અને ક્રિકેટ આ બંને ચીજો ભારતમાં એ પ્રકારે છે કે જેમને લઈને લોકોની દિવાનગી હદથી વધારે જોવા મળે છે. ખાસ કરીને કોઈ મોટા બોલીવુડ સિતારાઓની એક ઝલક મેળવવા માટે લોકો કંઈપણ કરી શકે છે. ફેન્સની વચ્ચે એવો જ એક ખૂબ જ પોપ્યુલર અને ઉમદા કલાકાર છે અક્ષય કુમાર. બોલીવુડના ખેલાડી કહેવાતા અક્ષય કુમારનાં ફેન્સ ફક્ત સામાન્ય માણસ જ નહી પરંતુ ઘણા મોટા-મોટા સિતારાઓ પણ છે. અક્ષયનો અભિનય, ફિટનેસને લઈને જાગરૂકતા અને માર્શલ આર્ટના ગુણ અમુક એવી ખુબીઓ છે જેના લીધે દરેક વ્યક્તિ તેમના ફેન્સ બનવા પર મજબૂર થઈ જાય છે. આ બધાની વચ્ચે આજે અમે તમને એક એવા બોલિવૂડ સ્ટારની કહાની જણાવવા જઇ રહ્યા છીએ, જે એક સમયમાં અક્ષય કુમાર તરફથી એક જોરદાર થપ્પડ ખાઇ ચૂકયા છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે જે કલાકારને એક સમયે અક્ષય કુમારે એક જોરદાર થપ્પડ મારી હતી. આજે તે બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતા બની ચૂક્યા છે. આ વાત ઘણા વર્ષો પહેલાની છે જ્યારે આ કલાકાર ખૂબ જ નાના હતાં તેવામાં તે દરમિયાન કંઈક એ પ્રકારની પરિસ્થિતિઓ ઉત્પન્ન થઈ ગઈ હતી કે અક્ષય કુમારે આ યુવકને થપ્પડ મારવી પડી હતી. તમે આ તસ્વીરમાં પણ જોઈ શકો છો, જેમાં એક નાનો યુવક અક્ષય કુમારની પાસે ઉભો છે. અમે અહીયા આ જ નાના યુવકના વિશે જ વાત કરી રહ્યા છીએ, જે અક્ષય કુમારનાં હાથની થપ્પડ ખાઈને બોલિવૂડના જાણીતા સિતારા બની ગયા છે.

આ કહાની સાંભળીને હવે તમારા મનમાં જરૂર ઉત્સુકતા જોવા મળી રહી હશે કે આખરે તે બોલિવૂડ સ્ટાર કોણ છે, જે અક્ષય કુમારના હાથની થપ્પડ ખાઈ ચુક્યા છે. હકીકતમાં અમે અહીંયા જે સિતારાની વાત કરી રહ્યા છીએ તે બીજું કોઈ નહીં પરંતુ બોલિવૂડ એક્ટર રણવીર સિંહ છે. તે રણવીર જ છે જે બાળપણમાં અક્ષય કુમારની જોરદાર થપ્પડ ખાઈ ચુક્યા છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ વાતનો ખુલાસો ખુદ અક્ષય કુમારે કર્યો છે.

એક એવોર્ડ ફંક્શન દરમિયાન અક્ષય કુમારે આ રહસ્ય ખોલ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રણવીર બાળપણથી જ તેમના ફેન્સ હતા. રણવીર જ્યારે નાના હતાં તો ઘણીવાર અક્ષય કુમારની ફિલ્મનું શૂટિંગ જોવા માટે સેટ પર આવી જતા હતાં. એક દિવસ રણવીરે કંઈક એવી ખરાબ હરકત કરી દીધી કે અક્ષય કુમાર નારાજ થઈ ગયા હતાં અને તેમણે રણવીરને એક જોરદાર થપ્પડ મારી દીધી હતી. જોકે વર્તમાન સમયમાં અક્ષય કુમાર અને રણવીર સિંહ ખૂબ જ સારા મિત્રો છે. રણવીર અક્ષય કુમારની ખૂબ જ રિસ્પેક્ટ પણ કરે છે.

કામની વાત કરવામાં આવે તો અક્ષય કુમાર ખૂબ જ જલ્દી રોહિત શેટ્ટીની “સૂર્યવંશી” ફિલ્મમાં નજર આવશે. આ ફિલ્મમાં તેમની સાથે રણવીર સિંહ પણ સ્પેશિયલ રોલમાં જોવા મળશે. તે પહેલીવાર હશે જ્યારે મોટા પડદા પર અક્ષય કુમાર અને રણવીર સિંહની જોડી દર્શકોને એકસાથે જોવા મળશે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં અજય દેવગણ પણ ગેસ્ટ કલાકારના રૂપમાં નજર આવશે. મતલબ કે રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં સિંઘમ, સિમ્બા અને ખેલાડી અક્ષય કુમાર સાથે ધમાચકડી મચાવતા નજર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *