જીભનાં કલર પરથી જાણો કે કેટલા સ્વસ્થ છો તમે, જીભનો રંગ બદલવો આપે છે ગંભીર બિમારીનાં સંકેત

Posted by

જીભનાં રંગની મદદથી તમે તમારા સ્વાસ્થ્ય વિશે જાણી શકો છો. તમારી જીભનો રંગ બદલાઈ જાય તો સમજી લો કે તમે કોઈ રોગથી ગ્રસ્ત છો. હકિકતમાં સામાન્ય રીતે જીભનો રંગ હળવો ગુલાબી હોય છે પરંતુ ઘણીવાર રોગ લાગવાનાં કારણે જીભનો રંગ બદલાય જાય છે. એટલા માટે જીભનો રંગ બદલાવા પર તેને નજરઅંદાજ ના કરો અને ડોક્ટર પાસે તમારે તપાસ કરાવી લેવી જોઈએ. જેમ કે અમે તમને જણાવ્યું કે સામાન્ય રીતે જીભનો રંગ હળવો ગુલાબી હોય છે. જોકે અમુક લોકોની જીભ પર હળવી સફેદ કોટિંગ ચઢી જાય છે. જેનાથી જીભ થોડી સફેદ દેખાવા લાગે છે, જે સામાન્ય વાત છે.

વાદળી રંગની જીભ

જો જીભનો રંગ વાદળી પડી જાય છે તો સાવધાન થઈ જાઓ. વાદળી રંગનો મતલબ છે કે તમને હ્રદય સાથે જોડાયેલી કોઇ બિમારી હોઇ શકે છે. માનવામાં આવે છે કે જીભનો રંગ વાદળી ત્યારે પડે છે જ્યારે હ્રદય બ્લડને યોગ્ય રીતે પંપ કરી શકતું નથી અથવા તો પછી બ્લડમાં ઓક્સિજન ઓછું થઈ જાય છે. ઘણીવાર તો બ્લડમાં ઓક્સિજન ઓછુ થવા પર નખનો રંગ પણ વાદળી પડવા લાગે છે. આવી સ્થિતિ જો તમારી સાથે થાય તો તરત જ ડોક્ટર પાસે તમારી તપાસ કરાવી લો. જેથી સમય રહેતા તમને સારવાર મળી શકે.

કાળા રંગની જીભ

જીભનો રંગ કાળો હોવો કેન્સર જેવી જીવલેણ બિમારીનો સંકેત માનવામાં આવે છે. આ સિવાય અલ્સર કે ફંગલ ઇન્ફેક્શન હોવા પર પણ જીભનો રંગ કાળો પડવા લાગે છે. જો સમય રહેતા ડોકટર પાસે સારવાર કરાવવામાં ના આવે તો સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે.

પીળા રંગની જીભ

જીભનો રંગ પીળો હોવો પણ સામાન્ય માનવામાં આવતું નથી. ડોક્ટરો અનુસાર જીભનો રંગ જ્યારે પીળો થવા લાગે છે તો તેનો અર્થ છે કે શરીરમાં પૌષ્ટિક તત્વોની ઉણપ થઈ રહી છે. સાથે જ ડાયજેસ્ટિવ સિસ્ટમ પણ સારી રીતે કામ કરી રહી નથી. ઘણીવાર તો લીવર કે પેટ સંબંધિત બિમારીઓ હોવાનાં કારણે પણ જીભનો રંગ પીળો પડી જાય છે. એટલા માટે જીભનો રંગ પીળો પડે તો ડોક્ટર પાસે જરૂર જાઓ અને પોતાનું ચેક-અપ  કરાવી લો.

સફેદ રંગની જીભ

જીભનો રંગ સફેદ પડવો પણ ગંભીર રોગ હોવાની તરફ ઇશારો કરે છે. જો એકદમથી જીભ સંપૂર્ણ રીતે સફેદ થવા લાગે તો તે શરીરમાં પાણીની ઉણપની સમસ્યા માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે પાણીનું સેવન વધારે કરો, જેથી કરીને શરીરમાં થયેલા ડીહાઇડ્રેશનની સમસ્યા બરાબર થઈ જાય. સ્મો-કિંગનાં કારણે પણ જીભનો રંગ વધારે સફેદ થઈ જાય છે. જ્યારે અમુક લોકોની જીભ લ્યુકોપ્લેકિયા રોગના કારણે સફેદ થવા લાગે છે.

આ રીતે રાખો તમારી જીભનું ધ્યાન

  • તમારી જીભને દરરોજ સાફ કરો.
  • સવારે તથા રાતે સુતા પહેલાં જીભની સફાઈ કરવાનું ના ભૂલો.
  • Tongue Cleaner ની મદદથી સરળતાથી તેને સાફ કરી શકાય છે.
  • વધારે પાણી પીવાથી પણ જીભ સાફ રહે છે અને બેક્ટેરિયા સમાપ્ત થઈ જાય છે.