જેવો રંગ તેવું ચરિત્ર : કોઈ એક રંગ પસંદ કરો અને જાણો તમારો સ્વભાવ

તમને ક્યો રંગ પસંદ છે તેનાથી તમારા સ્વભાવનો પરિચય થાય છે. રંગોની પસંદ પરથી તમારા વ્યક્તિત્વની આસાનીથી ખબર પડી શકે છે. આ અનુમાન મોટાભાગે સાચું જ સાબિત થાય છે. આજે અમે તમને જણાવીશું કે ફેવરિટ રંગના હિસાબથી કઈ રીતે કોઈ વ્યક્તિના વ્યક્તિત્વનું રાજ જાણી શકીશું.

Advertisement

સહુથી પહેલા તમે નીચે આપવામાં આવેલ રંગોમાથી તમારો ફેવરિટ રંગ પસંદ કરો. ત્યારબાદ તે જ રંગ અનુસાર જાણકારી મેળવો.

ગુલાબી, લીલો, વાદળી, કાળો, સફેદ, લાલ, બ્રાઉન, જાંબલી, પીળો

ગુલાબી – જો તમે ગુલાબી રંગ પસંદ કર્યો છે તો તમે ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ છો. તમારા પાર્ટનરના પ્રેમમાં તમે પૂરી રીતે ડૂબી જવાનો તમારો સ્વભાવ છે. જે લોકોને ગુલાબી રંગ પસંદ હોય છે તે ખૂબ જ હસમુખ સ્વભાવના હોય છે. આવા લોકો ખુબજ સમજદાર અને હ્રદયના સાફ હોય છે.

લીલો રંગ – જો તમને લીલો રંગ પસંદ છે તો તમારો સ્વભાવ ડાઉન ટુ અર્થ છે. આવા લોકો કોઈપણ પરિસ્થિતીમાં તેમના સ્વભાવને કાબુમાં રાખવાની ક્ષમતા ધરાવે છે. આવા લોકો પોતાના જીવનમાં ભલે ગમે તેટલા સફળ થઈ જાય પરંતુ પોતાનાથી નાના લોકોને મદદ કરવા હમેશા તત્પર રહેતા હોય છે.

વાદળી રંગ – આ રંગ વૈભવી ની નિશાની છે. તેથી જે લોકોને વાદળી રંગ પસંદ હોય છે તે લોકો સામાન્ય વસ્તુઓ કરતાં આકર્ષક વસ્તુઓને વધારે પસંદ કરે છે. વાદળી રંગ પસંદ કરવાવાળા લોકો ખુબ જ સ્વાભિમાની હોય છે.

કાળો રંગ – જે લોકો ને કાળો રંગ પસંદ હોય છે તે લોકો રૂઢિચુસ્ત સ્વભાવના હોય છે. આવા લોકોને ગુસ્સો પણ ખૂબ જ જલ્દી થી આવી જાય છે. કાળો રંગ પસંદ કરવાવાળા લોકો કોઈપણ કામમાં કોઈપણ પ્રકારનું પરિવર્તન પસંદ નથી કરતાં.

સફેદ રંગ – જે લોકોને સફેદ રંગ પસંદ હોય છે તે દૂરદર્શી અને આશાવાદી સ્વભાવના હોય છે. આવા લોકો પોતાના બધા જ કામ યોજના બનાવીને કરતાં હોય છે જેને લીધે તેમને ઘણા કામોમાં સફળતા મળતી હોય છે. સફેદ રંગને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે અને તે જ કારણથી જે લોકોને સફેદ રંગ પસંદ હોય છે તેને શાંતિ પ્રિય વ્યક્તિ હોય છે.

લાલ રંગ – લાલ રંગ ને આકર્ષણનું કેન્દ્ર માનવામાં આવે છે. તેથી જે લોકોને લાલ રંગ પસંદ હોય છે તે લોકો હમેશા ભીડમાં અલગ જ નજરે આવે છે. લાલ રંગને પસંદ કરવાવાળા લોકો પોતાના જીવનને ખુબ જ ઉત્સાહથી જીવતા હોય છે. તે સિવાય આ લોકો બીજાના સ્વભાવને ખૂબ જ જલ્દી થી સમજી જતાં હોય છે. લાલ રંગને પસંદ કરવાવાળા લોકો માટે પ્રેમ અને દોસ્તી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. જેના માટે આ લોકો રહી શકતા નથી.

બ્રાઉન રંગ – જે લોકોને બ્રાઉન રંગ પસંદ હોય છે તે લોકો ડાઉન ટુ અર્થ હોય છે. આ લોકો સફળતાના શિખર પર પહોચ્યા બાદ પણ બીજા લોકોની નિંદા કરવાનું પસંદ નથી કરતાં. તેમનો સ્વભાવ ખૂબ જ ફ્રેંડલી અને વિનમ્ર હોય છે.

જાંબલી રંગ – જે લોકોને જાંબલી રંગ પસંદ હોય છે તે લોકો દૂરદર્શી હોય છે. આ લોકો પોતાના આજ ને નિયંત્રિત કરવાનું સારી રીતે જાણતા હોય છે. આ સિવાય આ લોકો ભવિષ્યમાં ક્યાં કામોમાં ફાયદો મળશે અને ક્યાં કામમાં નુકશાન થશે તેનો અંદાજો તેમને પહેલેથી જ હોય છે.

પીળો રંગ – જે લોકોને પીળો રંગ પસંદ હોય છે તે ખુશમિજાજ સ્વભાવના હોય છે. આ લોકો પોતાની સાથે સાથે બીજા લોકોને પણ ખુશ રાખતા હોય છે. પીળા રંગને પસંદ કરવાવાળા લોકો પોતાના જીવનને સકારાત્મક રીતે જીવતા હોય છે.

Advertisement