જ્હાન્વી કપૂરનાં લુક્સ પર જ્યારે લોકોએ કરી હતી આવી કોમેન્ટ્સ, કહ્યું હતું તે પેન્ટ પહેરવાનું જ ભૂલી ગઈ છે

બોલિવુડ સિતારાઓ અવાર-નવાર પોતાના કપડાને લઈને ફેન્સના નિશાના પર આવી જતા હોય છે. ઘણીવાર ઘણાં બોલીવુડ સેલેબ્સની ફેશન સ્ટાઈલ ફેન્સને ખૂબ જ આકર્ષિત કરે છે તો વળી ઘણીવાર તેમનાથી વિપરીત ફિલ્મી સિતારાઓને ટ્રોલ પણ થવું પડતું હોય છે. બોલિવૂડની ઉભરતી અભિનેત્રી જ્હાન્વી કપૂરની સાથે પણ આવું ઘણીવાર બની ચૂક્યું છે. દિવંગત અને દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીની મોટી દિકરી જ્હાન્વી કપૂરે વર્ષ ૨૦૧૮ માં ફિલ્મ “ધડક” થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેમની સાથે અભિનેતા ઈશાન ખટ્ટરે મહત્વનો રોલ ભજવ્યો હતો. જ્હાન્વી કપૂર ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરતા પહેલા જ એક સ્ટાર કિડ્ઝ હોવાના કારણે ચર્ચામાં રહેતી હતી.

જ્હાન્વી કપૂર અવારનવાર પોતાની ફેશન સ્ટાઈલથી ફેન્સને પોતાના દિવાના બનાવી દે છે તે ઇન્ડિયનથી લઈને વેસ્ટન કપડાને કોઈ ફૈસનિસ્ટાની જેમ ઉપયોગ કરે છે પરંતુ ઘણીવાર તે કંઈક એવું પહેરી લે છે કે ફેન્સનાં ટોણા અને ખરાબ કોમેન્ટથી પણ બચી શકતી નથી.

એકવાર જ્હાન્વી કપૂરનો એક જિમ લુક ખૂબ જ વાયરલ થયો હતો. આ દરમિયાન એક્ટ્રેસ ટી-શર્ટ અને ખૂબ જ નાના શોર્ટ્સમાં નજર આવી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ જ્હાન્વીનાં ઘણા લુકને જોઈને એવું કહેવામાં આવી શકે છે કે તેમને લેંન્ગીસ થી વધારે શોર્ટસ પહેરવાનું પસંદ છે. જ્યારે જ્હાન્વીને એકવાર નાની લેન્થનાં વર્કઆઉટ શોર્ટસમાં સ્પોટ કરવામાં આવી તો તેમનો પહેરવેશ તેમના માટે ચર્ચાનું કારણ બની ગયો હતો.

હકીકતમાં જ્હાન્વી કપૂર જ્યારે જીમ શોર્ટસમાં જિમ પહોંચી તો તે ખૂબ જ વધારે શોર્ટ હતા અને ઉપર તેમણે ટી-શર્ટ પહેરી રાખ્યું હતું. આ ટી-શર્ટ એ તેમના શોર્ટસને કવર કરી લીધું હતું અને તેવામાં જ્યારે તેમની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ તો લોકોને એવું લાગ્યું કે અભિનેત્રીએ બસ ખાલી ટી-શર્ટ જ પહેરી રાખ્યું છે અને નીચે કઇ જ પહેર્યું નથી. તેમણે પિન્ક ટિ-શર્ટની સાથે બ્લેક કલરનું સ્ટ્રેચેબલ વર્કઆઉટ શોર્ટ્સ પહેર્યું હતું.

લોકોએ કરી આવી આવી કોમેન્ટ્સ

જ્હાન્વીની આ તસ્વીરો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર લોકોએ તેમના પર નિશાનો લગાવવાનું શરૂ કરી દીધું હતું. એક યુઝર્સે કોમેન્ટમાં લખ્યું કે, “બહેન કંઈક તો પહેરી લેવું હતું”. વળી અન્ય એક યુઝર્સે લખ્યુ કે, “તે પેન્ટ પહેરવાનું જ ભૂલી ગઈ છે”. વળી એક યુઝર્સએ લખ્યું હતું કે, “શોર્ટસ ખરીદવાના પણ પૈસા નથી હવે”. જ્યારે એક અન્ય યુઝર્સે લખ્યુ કે, “આટલા પૈસા હોવા છતાં પણ કપડાની કમી છે”. વળી એક અન્ય યુઝર્સએ લખ્યું હતું કે, “આ ફેશન નથી, ડિજાસ્ટર”.

આ લુકસ પર પણ વરસી પડ્યા હતાં ટ્રોલર્સ

વળી એકવાર જ્હાન્વી કપૂર પોતાના એક લુકને લઈને પણ ખૂબ જ ટ્રોલ થઈ હતી. સફેદ કલરના ટોપમાં જ્હાન્વી કપૂર ખૂબ જ સુંદર નજર આવી રહી હતી. પરંતુ ટ્રોલર્સએ તેમને અહીંયા પણ છોડી નહી. જ્હાન્વી કપૂરનાં ટોપની લેંથ એ શોર્ટસને સંપૂર્ણ રીતે કવર કરી રાખ્યું હતું પરંતુ તેમના ડ્રેસએ તેમને ફરી એકવાર દગો આપી દીધો. સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ આ તસવીરો પર પણ ટ્રોલર્સ એ ખૂબ જ ખરાબ કોમેન્ટ કરી હતી પરંતુ આ દરમિયાન તેમના બચાવમાં જ્હાન્વીનાં મોટાભાઈ અને અભિનેતા અર્જુન કપૂર આવ્યા હતા અને તેમણે ટ્રોલર્સને જોરદાર જવાબ આપ્યો હતો.

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૮માં ફિલ્મ “ધડક” થી ડેબ્યુ કરનાર જ્હાન્વી કપૂરે “ગુંજન સક્સેના” અને “રૂહી” જેવી અમુક ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની ફિલ્મ “રૂહી” હાલમાં જ રીલિઝ થઈ છે. આ ફિલ્મમાં તેમની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા નજર આવી રહ્યા છે. તેમની આગામી ફિલ્મમાં દોસ્તાના-૨ સામેલ છે.