જહોનનાં સુંદર ઘરને જોઈને આંખો થઈ જશે પહોળી, નામ છે “વિલા ઇન દ સ્કાય”, જુઓ અંદરની તસ્વીરો

Posted by

ફિલ્મ “જિસ્મ” થી પોતાના કરિયરની શરૂઆત કરનાર જહોન અબ્રાહમ આજે બોલિવૂડના જાણીતા અભિનેતા બની ચૂક્યા છે. જહોન બોલિવૂડમાં એન્ટ્રી કરતા પહેલા ફેમસ મોડલ હતાં. હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ “બાટલા હાઉસ” બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી રહી છે, જણાવી દઈએ કે મસ્ક્યુલર દેખાતા જહોન અબ્રાહમ ખૂબ જ શાંત સ્વભાવના છે.

આજે તેમની પાસે પૈસાની કોઇ કમી નથી તેમ છતાં પણ તે જમીન સાથે જોડાયેલ રહેવાનું પસંદ કરે છે. તેમને બિનજરૂરી પૈસા ઉડાવવા પસંદ નથી. તે કોઈપણ નાના-મોટા કામ કરવામાં અચકાતા નથી. થોડા દિવસો પહેલાં જ વાયરલ એક તસ્વીરમાં જહોન પોતે પોતાની ઓફિસનો દરવાજો સાફ કરતાં નજર આવ્યાં હતાં. એટલું જ નહી જહોન ખૂબ જ સિમ્પલ રહેવાનું પસંદ કરે છે અને ઘણીવાર તે લોકોને ફિટનેસ પ્રત્યે જાગૃત કરતા રહે છે.

આટલા વર્ષો સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા બાદ જહોન એ મુંબઈમાં પોતાનો એક આલિશાન ઘર લીધું છે, જ્હોનનું આ ઘર કોઈ મહેલથી ઓછું નથી. તેમનું ઘર એક ડ્રીમ હાઉસ છે. જહોનનાં ઘરનું નામ “વીલા ઇન દ સ્કાય” રાખ્યું છે. ૪ હજાર સ્ક્વેર ફૂટ આ બંગલાની સુંદરતા જોવાલાયક છે. મુંબઈના બાંદ્રા વિસ્તારમાં દરિયાની પાસે જ્હોનનું આ ઘર આવેલું છે.

તમને જણાવી દઈએ કે એક રેસિડેન્સીયલ કોમ્પ્લેક્સનાં સાતમાં અને આઠમાં ફ્લોરને જોડીને જ્હોનનાં આ શાનદાર પેન્ટહાઉસને તૈયાર કરવામાં આવ્યું છે. જ્હોનએ પોતાના ઘરનું નામ “સ્કાય” એટલા માટે રાખ્યું છે કારણ કે અહીંયાથી આકાશ અને દરિયાનો કમાલનો નજારો જોવા મળે છે, જે મનને તાજગી આપે છે.

જહોનનાં આ પેન્ટહાઉસને જોયા બાદ કોઈની પણ આંખો પહોળી થઇ જશે. આટલું સુંદર ઘર લગભગ જ તમે પહેલા જોયું હશે. આ આલિશાન ઘર બધા જ પ્રકારની લેટેસ્ટ સુખ સુવિધાઓથી સજ્જ છે. આ શાનદાર ઘરને જહોનનાં પિતા, તેમના ભાઈ અને આર્કિટેક્ટ અનાઈતા શિવદાસાનીએ સાથે મળીને ડિઝાઈન કર્યું છે.

આ ઘરમાં વધારે સામાન રાખવામાં આવ્યો નથી. ઘર ખૂબ જ સ્પેસિયસ અને ખુલ્લુ દેખાય રહ્યું છે. ઘરને એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે જેના લીધે સુરજના કિરણો અંદર આવી શકે. ઘરમાં કાચની દિવાલો ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. આ મોટી મોટી બારીઓ દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે. ઘરની અંદર ઇન્ટિરિયર પ્લાન્ટને પણ જગ્યા આપવામાં આવી છે.

સફેદ રંગની દિવાલોની સાથે સફેદ ફર્નિચર ઘરને રોયલ લુક આપે છે. નીચેના ફ્લોરમાં લિવિંગ એરિયા બનાવવામાં આવેલો છે, જે ખૂબ જ આલિશાન છે. રૂમમાં સફેદ કલરના લેધર સોફાઓ છે. આ સોફા દેખાવમાં ખૂબ જ કમ્ફર્ટેબલ લાગી રહ્યા છે. સાથે જ મનોરંજન માટે લિવિંગ રૂમમાં એક મોટી થિયેટર સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.

કિચન એરિયા

માસ્ટર બેડરૂમ

સુંદર સીડીઓ

ટેરેસ એરીયા

ઘરનું જિમ

પોતાના ડોગની સાથે ઝોન

પાર્કીંગ એરિયામાં ઊભેલી જ્હોનની બાઈક્સ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *