જિયો એ લોન્ચ કર્યો ધાંસુ પ્લાન, ફક્ત ૭૪૯ રૂપિયામાં સંપૂર્ણ વર્ષ માણો અનલિમિટેડ મજા

Posted by

રિલાયન્સ જિયો હંમેશાથી જ પોતાના કરોડો ગ્રાહકોને એક થી એક ચડિયાતા પ્લાન્સની ઓફર આપતી રહે છે. જિયો એ ફરી એકવાર પોતાના તમામ યુઝર્સ માટે નવો પ્લાન લોન્ચ કર્યો છે. જે તેમના માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થનાર છે. જિયો હવે THE NEW JIOPHONE 2021 OFFER લઈને આવ્યું છે. જેમના અંતર્ગત જિયો ફોન યુઝર્સને ઘણા પ્રકારના લાભ મળવાના છે. હાલમાં જ જિયોએ એક રિલીઝ મોકલીને પોતાના નવા પ્લાનને લઇને જાણકારી શેર કરી છે. કંપનીએ જણાવ્યું છે કે આ નવી ઓફરની શરૂઆત દેશભરમાં ૧ માર્ચથી થઈ જશે. આ ઓફર સંપૂર્ણ દેશમાં રિલાયન્સ રિટેલ અને જીઓ રિટેલર્સની પાસે ઉપલબ્ધ રહેશે. તો ચાલો આ ઓફરની જાણકારી તમને વિસ્તારથી જણાવી દઈએ.

JIOPHONE 2021 OFFER ના અંતર્ગત યુઝર્સ ૧૯૯૯ રૂપિયાની કિંમત ચૂકવવા પર જિયો ફોન ડિવાઇસની સાથે જ બે વર્ષ માટે અનલિમિટેડ સર્વિસનો લાભ ઉઠાવી શકશે. આ ઓફરમાં જિયો ફોન ના યુઝર્સને અનલિમિટેડ વોઈસ કોલ, અનલિમિટેડ ડેટા (દર મહિને 2 GB હાઈ-સ્પીડ ડેટા) ની સુવિધા મળશે. એકવાર તમે આ ઓફર લઈ લો છો તો બાદમાં તમારે બે વર્ષ સુધી કોઈપણ પ્રકારનું રિચાર્જ કરવાની આવશ્યકતા રહેશે નહી.

સાથે જ આ ઓફરમાં અન્ય ઓફરની વાત કરવામાં આવે જે ૧૪૯૯ રૂપિયાની છે. જેમાં જિયો ફોન યુઝર્સને જિયો ફોન ડિવાઇસ અને ૧૨ મહિના માટે અનલિમિટેડ સર્વિસ મળશે. તેમાં અનલિમિટેડ વોઈસ કોલ, અનલિમિટેડ ડેટા (2 GB હાઈ-સ્પીડ ડેટા દર મહિના) માટે આપવામાં આવશે. આ ઓફર અંતર્ગત તમારે સંપૂર્ણ વર્ષ સુધી અન્ય કોઈ રિચાર્જ કરવાની આવશ્યકતા રહેશે નહી.

આ બે ઓફરની સાથે જ જિયો દ્વારા એક ૭૪૯ રૂપિયાની ઓફર પણ પોતાના કરોડો ગ્રાહકો માટે રજૂ કરવામાં આવી છે. આ ઓફરનો ફાયદો જિયો ના હાલના ગ્રાહકો જ ઉઠાવી શકશે. તેના અંતર્ગત ૧ વર્ષ એટલે કે ૧૨ મહિના સુધી અનલિમિટેડ સર્વિસ તમને મળશે. તેમાં અનલિમિટેડ વોઈસ કોલ, અનલિમિટેડ ડેટા (2 GB હાઈ-સ્પીડ ડેટા દર મહિને) નો ફાયદો તમને મળશે. જણાવી દઈએ કે આ ઓફર ૧ માર્ચ ૨૦૨૧ થી લાગુ થવા જઇ રહી છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જિયો ના દેશભરમાં ૨૫ કરોડથી પણ વધારે યુઝર્સ છે. વળી જિયો ફોનના દેશભરમાં ૧૦ કરોડ ગ્રાહકો છે. વર્ષ ૨૦૧૭માં જિયોએ પોતાનો 4G ફોન લોન્ચ કર્યો હતો, ત્યારે તે ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. આ ફોન KaiOS પર ચાલે છે. એવા લોકો જે સરળતાથી મોંઘા સ્માર્ટફોન ખરીદી શકતા નથી, તેમના માટે આ બેસ્ટ ઓપ્શન છે. ૨.૪ ઇંચ ડિસ્પ્લે, ૨-મેગાપિક્સલ રિયર અને ૦.૩-મેગાપિક્સલ સેલ્ફી કેમેરા વાળા આ ફોનની કિંમત પણ ખૂબ જ ઓછી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *