જીઓ ટૂંક સમયમાં લાવી રહી છે સૌથી સસ્તો એન્ડ્રોઇડ સ્માર્ટફોન, ડિસેમ્બરમાં થઈ શકે છે લોન્ચ

રિલાયન્સ જીઓ ખૂબ જ જલ્દી પોતાનો સસ્તો એન્ડ્રોઇડ સ્માર્ટફોન લાવવાની તૈયારીમાં છે. આ સ્માર્ટફોનથી ચીનની સ્માર્ટફોન કંપનીઓ જેવી કે શાઓમી, BBK ઇલેક્ટ્રોનિક્સને ટક્કર મળી શકે છે. રિલાયન્સ જીઓ ખૂબ જ જલ્દી ૧૦ કરોડથી વધારે લો-કોસ્ટ સ્માર્ટફોન લાવી રહી છે. આ વાત એક રિપોર્ટમાં સામે આવી છે. તેમાં ખાસ વાત એ છે કે તે એક એન્ડ્રોઇડ સ્માર્ટફોન હશે અને તેની સાથે ડેટા પેક્સ પણ આપવામાં આવશે. સૂત્રોના અનુસાર રિલાયન્સ જિયો ગુગલના એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર કામ કરનાર ૧૦ કરોડથી વધારે લો-કોસ્ટ સ્માર્ટફોનને બહારથી મેન્યુફેક્ચરિંગ કરવા માંગે છે.

રિપોર્ટના અનુસાર આ સ્માર્ટફોન ડેટા પેકની સાથે આવશે અને તેમને ડિસેમ્બર ૨૦૨૦ કે આગલા વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવી શકે છે. ભારતની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સે જુલાઈમાં જણાવ્યું હતું કે ગુગલ તેમની ડિજિટલ યુનિટમાં ૪.૫ બિલિયન ડોલર (લગભગ ૩૩,૧૦૨ કરોડ રૂપિયા) નું રોકાણ કરશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં માલિક મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે ગુગલ એક એવી એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ બનાવશે જે રિલાયન્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ લો-કોસ્ટ 4G અને 5G સ્માર્ટફોન પર કામ કરશે.

ચીની કંપનીઓને મળશે ટક્કર

રિલાયન્સના આ સસ્તા સ્માર્ટફોનથી ચીનની સ્માર્ટફોન કંપની Xiaomi અને BBK ઇલેક્ટ્રોનિક્સ (રિયલમી, ઓપ્પો અને વિવો ની પેરન્ટ કંપની) જેવી બ્રાન્ડને ટક્કર મળશે. ચીની ફોન કંપનીઓનું ભારતીય સ્માર્ટફોન બજારમાં ખૂબ જ મોટું માર્કેટ છે. અહીંયા ૧૦ માંથી ૮ સ્માર્ટફોન ચીનની કંપનીના હોય છે.

રિલાયન્સ આ પહેલા વર્ષ ૨૦૧૭ માં પણ આ જ પ્રકારની સ્ટ્રેટેજી પર કામ કરી ચૂકી છે ક્યારેક કંપનીએ જીઓ ફોન ફીચર લોન્ચ કર્યો હતો. જ્યારે હવે દેશમાં જીઓ ફોનના ૧૦ કરોડથી વધારે યુઝર્સ છે જેમાંથી ઘણા ફર્સ્ટ ટાઈમ ઈન્ટરનેટ યૂઝર છે.