JIO નો ધમાકો, હવે નેટ પુરું થઈ ગયા બાદ પણ નહીં કરવું પડે રિચાર્જ, ફ્રી માં ઇન્ટરનેટનો કરી શકશો ઉપયોગ

Posted by

જો તમે પણ મુકેશ અંબાણીની કંપની JIO નો ફાયદો ઉઠાવવા માંગો છો અને જો તમે JIO નું કાર્ડ વાપરી રહ્યા છો, એટલું જ નહી પરંતુ તમારી પાસે પ્રીપેડ પ્લાન છે તો આ સ્કીમ તમારા માટે જ છે. હકિકતમાં આ સ્કીમનાં માધ્યમથી તમે ડેટા લોન નો લાભ ઉઠાવી શકો છો. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ કે કઈ રીતે તમે JIO સિમની મદદથી ખુબ જ સરળતાથી ડેટા લોન લઈ શકો છો અને તે પણ કોઇપણ પરેશાની વગર. તો ચાલો જાણી લઈએ વિસ્તારથી. જો અમે જીઓ કંપનીની વાત કરીએ તો JIO દેશની નંબર વન પ્રાઈવેટ ટેલિકોમ કંપની બની ચુકી છે કારણકે જીવનમાં હંમેશા જ તે પોતાનાં ગ્રાહકોને આરામદાયક અને સારી સુવિધા પ્રદાન કરી રહી છે.

વળી JIO ઘણીવાર ખુબ જ સારા પ્લાન પણ લઈને આવે છે, જેનાં લીધે ગ્રાહકોને દરેક પ્રકારનાં બેનિફિટ્ મળે છે. વળી JIO દ્વારા એક એવી સર્વિસ પણ આપવામાં આવી રહી છે કે જેમાં ગ્રાહકો પોતાનું ઇન્ટરનેટ પુરું થઈ ગયા બાદ સરળતાથી ડેટા લોન પણ લઈ શકે છે. વળી જો તમે JIO પ્રિપેઇડ યુઝર્સ છો તો આ સુવિધા ફક્ત તમારા માટે જ છે અને જો અચાનકથી તમારા ડેટા પણ પુરા થઇ જાય છે અને જો તમારે ઇન્ટરનેટની જરૂરીયાત છે તો તમે જીઓ ઇમરજન્સી ડેટા વાઉચરનો ઉપયોગ કરી શકો છો.

આ છે વાઉચરને ઉપયોગ કરવાની રીત

સૌથી પહેલા તમે પોતાનાં સ્માર્ટફોનની માય જીઓ એપ્લિકેશન ખોલો અને તેમનાં મેનુમાં જાઓ. ત્યારબાદ ત્યાં મોબાઇલ સર્વિસનાં ઓપ્શન પર ક્લિક કરો. ત્યાં તમને ઇમરજન્સી ડેટા વાઉચર જોવા મળશે. તેને સિલેક્ટ કરવું અને બાદમાં ગેટ ઇમરજન્સી ડેટા પર ક્લિક કરો. ત્યારબાદ એક્ટિવેટ બટન પર ક્લિક કરો. આ રીતે તમને જીઓ તરફથી ૨ જીબી ડેટા લોન તરીકે મળી જશે.

આવી રીતે ચુકવવા પડશે ડેટા

શું તમે જાણો છો ડેટા લોન ચુકવવાનું ઓપ્શન શું છે. ૨ જીબી ડેટા માટે તમારે ૨૫ રૂપિયા જેટલી કિંમત ચુકવવી પડશે. તેનાં માટે સૌથી પહેલા તમારા સ્માર્ટફોન પર માય જીઓ એપ્લિકેશન ખોલો. ત્યારબાદ ડેટા વાઉચર પર કિલક કરો અને બાદમાં પ્રોસિડ પર જઈને “PAY” નું ઓપ્શન દબાવો. અહિયાં તમે પોતાનાં લોન ડેટા ને ચુકવી શકશો.