જીવનનાં તમામ દુઃખોને નષ્ટ કરીને સુખી જીવનનું વરદાન આપે છે ગાય, જાણો કઇ રીતે

હિન્દુ ધર્મમાં ગાયને ક્યું સ્થાન આપવામાં આવ્યું છે તે કોઈને જણાવવાની જરૂર નથી. હિન્દુ ધર્મમાં ગાયને એક પવિત્ર પ્રાણી માનવામાં આવે છે અને તેને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે સાથે જ હિન્દુ ધર્મના અનુસાર ગાય વ્યક્તિ માટે સ્વર્ગ જવાની સીડી પણ છે. ગાયને સ્વયં ભગવાને મનુષ્યનું કલ્યાણ કરવા માટે પૃથ્વી પર મોકલી છે. જો ગૌમાતાને પ્રસન્ન કરવામાં આવે તો વ્યક્તિની તમામ ઈચ્છાઓની પૂર્તિ થઇ જાય છે.

વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યું છે કે ગાયનું મહત્વ

ગાયને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ફક્ત ગાયને જ નહીં પરંતુ તેમના ગોબરને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. કોઇપણ ધાર્મિક અનુષ્ઠાન પહેલા ગાયનાં છાણથી લીપાઈ કરવામાં આવે છે. જોકે હવે આ પ્રચલન ફક્ત ગામડા સુધી જ સીમિત રહી ગયું છે. ગાયનું મહત્વ વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યું છે. જો તમે કોઈ નવો પ્લોટ કે જમીન ઘર બનાવવા માટે ખરીદી રહ્યા હોય તો તે જગ્યા પર ગાય અને તેમના વાછરડાને બાંધવાથી તે સ્થાનનો વાસ્તુદોષ ખત્મ થઈ જાય છે.

વાસ્તુદોષમાંથી મળે છે સંપૂર્ણ મુક્તિ

થનાર વાસ્તુદોષમાંથી મુક્તિ મળી જાય છે અને જમીન-મકાન નિર્માણનું કામ કોઈપણ જાતના અવરોધ વગર પૂરું થાય છે. તે કાર્યના સમાપન સુધી કોઈપણ સમસ્યા ઉત્પન્ન થતી નથી. ભલે તે પછી આર્થિક હોય કે અન્ય કોઈપણ પ્રકારની સમસ્યા હોય. ભારતમાં ગાયને પાળવાને એક કર્તવ્ય માનવામાં આવે છે. બધા જ પ્રાણી પાશમાં બંધાયેલ હોવાના લીધે પશુ જ છે. જેમના સ્વામી પશુપતિનાથ છે. પશુ રૂપી ગાય સંપૂર્ણ સૃષ્ટિની છે અને ગાય આ સૃષ્ટિની સંરક્ષક છે. તે મનુષ્યના તમામ દુઃખોને નષ્ટ કરીને તેમને સુખી જીવન પ્રદાન કરે છે.

ગાયનાં મોઢાનું ફીણ પડવાથી જમીન થઈ જાય છે પવિત્ર

ગાયના રૂપમાં પૃથ્વીની કરૂણ પુકાર અને ભગવાન વિષ્ણુ પાસેથી અવતાર લેવા માટે નિવેદનના પ્રસંગ ખૂબ જ પ્રસિદ્ધ છે. પ્રસિદ્ધ વાસ્તુ ગ્રંથ “મયમતમ” માં ઉલ્લેખિત છે કે કોઈપણ કાર્ય નિર્માણ કરતાં પહેલા તે જમીન પર ગાય અને અને તેના વાછરડાને એકસાથે બાંધી દેવા જોઈએ. જ્યારે ગાય પોતાના નવજાત વાછરડાને પ્રેમથી ચાટે છે તો તેના મોઢામાંથી ફીણ જમીન પર પડે છે, જે જમીનને પવિત્ર બનાવે છે સાથે સાથે ત્યાં થનારા તમામ દોષોનો પણ નાશ થઈ જાય છે.

પરિવારના દરેક સુખ-દુઃખનો અનુભવ કરે છે ગાય

ગાય જે જગ્યા પર શ્વાસ લે છે તે જગ્યાના બધાં જ પાપ પોતાની રીતે જ નષ્ટ થઈ જાય છે. સાચા અર્થમાં કહેવામાં આવે તો ગાય પાપ સંહારક અને વાસ્તુ દોષોમાંથી મુક્તિ અપાવે છે. ભારતમાં ગાય હંમેશાથી જ પરિવારની સદસ્ય રહી છે. જે ઘરમાં ગાયને પાળવામાં આવે છે. લોકો તેને પોતાના ઘરનું સદસ્ય જ માને છે. લગભગ બધા હિંદુ કર્મકાંડમાં ગાયની આવશ્યકતા મહત્વપૂર્ણ હોય છે. જ્યારથી ભારતમાં લોકોએ ગાયને પોતાના ઘરોમાંથી વિસ્થાપિત કરવાનું શરૂ કર્યું છે, ત્યારથી તે અનેક સમસ્યાઓથી ઘેરાઈ ગયા છે. ગાય પરિવારનાં દરેક સુખ દુઃખનો અનુભવ પણ કરતી હોય છે.