જીવનની દરેક ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન શિવજીને ચઢાવો તેમની આ પસંદગીની ચીજો, પછી જુઓ ચમત્કાર

ભગવાન શંકર આ સંપૂર્ણ સૃષ્ટિના પાલનહાર છે. તે પોતાના ભક્તોની દરેક વાત સાંભળે છે અને તેમને તરત જ પૂરી પણ કરે છે. તેમને જો કોઈ સાચી શ્રદ્ધાની સાથે એક લોટો જળ પણ ચઢાવે છે તો તે પ્રસન્ન થઈ જાય છે. સાચા મનથી ફક્ત તેમનું ધ્યાન કરી લેવાથી જ વ્યક્તિના બધા જ કષ્ટોનું નિવારણ થઇ જાય છે. તેમને ભોળાનાથ પણ કહેવામાં આવે છે. પરંતુ જ્યારે તે ક્રોધિત થાય છે તો મહાકાલનું રૂપ ધારણ કરી લે છે.

દરેક ચીજનું હોય છે પોતાનું મહત્વ

ભગવાન શંકરને દૂધ, મધ, જળ, ભાંગ, ચંદન વગેરે જેવી ચીજો ખૂબ જ પસંદ છે. ભગવાન ભોળાનાથને જો આ ચીજોને યોગ્ય રીતે અર્પિત કરવામાં આવે તો જીવનના દરેક કષ્ટમાંથી છુટકારો મળે છે. દરેક ચીજનું પોતાનું અલગ મહત્વ હોય છે. આજે અમે તમને જણાવીશું કે કઈ ચીજ કઈ રીતે ભગવાન ભોળાનાથને અર્પિત કરવી જોઈએ અને તેમનો શું ફાયદો થાય છે.

આ ચીજોને અર્પિત કરવાથી પ્રાપ્ત થાય છે આ ફળ

 • દૈનિક પ્રક્રિયાથી નિવૃત્ત થયા બાદ જો ભગવાન શંકરને મંત્રોનો જાપ કરતા જળ અર્પિત કરવામાં આવે તો વ્યક્તિનો સ્વભાવ શાંત અને સૌમ્ય થાય છે.
 • ભગવાન શંકરને કેસર અર્પિત કરવાથી વ્યક્તિની અંદર સૌમ્યતા આવે છે.
 • ભગવાન શિવજીને ખાંડ અર્પિત કરવાથી વ્યક્તિના સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. તેમના જીવનની દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે.

 • ભગવાન શંકરના શિવલિંગ પર અત્તર અર્પિત કરવાથી વ્યક્તિના વિચાર પવિત્ર અને શુદ્ધ થઈ જાય છે. તે પોતાના જીવનમાં ખોટા કામોથી હંમેશા માટે દૂર રહેવા લાગે છે.
 • ભગવાન શંકરને દૂધ અર્પિત કરવાથી વ્યક્તિ હમેશા સ્વસ્થ અને બીમારીઓથી દૂર રહે છે.
 • ભગવાન શંકરને દહી અર્પિત કરવાથી વ્યક્તિના સ્વભાવમાં ગંભીરતા આવે છે અને સાથે જ જીવનની તમામ પરેશાનીઓમાંથી પણ મુક્તિ મળે છે.
 • ભગવાન શંકરને ઘી અર્પિત કરવાથી વ્યક્તિની અંદર બળ આવે છે.

 • ભગવાન શંકરને ચંદન અર્પિત કરવાથી વ્યક્તિનું વ્યક્તિત્વ આકર્ષક થાય છે, સાથે જ સમાજમાં માન-સન્માન પણ પ્રાપ્ત થાય છે.
 • એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર મધ અર્પિત કરવાથી વ્યક્તિની વાણીમાં મીઠાશ આવે છે.
 • ભગવાન શંકરને ભાંગ અર્પિત કરવાથી વ્યક્તિની અંદર ખામીઓ અને દુષ્ટતાઓનો નાશ થઈ જાય છે.
 • ભગવાન શંકરને બીલીપત્ર ખૂબ જ પસંદ છે. તેમને તેમની ત્રીજી આંખ પણ કહેવામાં આવે છે, તેને અર્પિત કરવાથી વ્યક્તિની બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે.