“માં” બનવું કોઈપણ સ્ત્રી માટે જીવનનો સૌથી સુખદ અનુભવ હોય છે અને દરેક સ્ત્રી તેનાં સપના જુએ છે પરંતુ ઘણીવાર અમુક મહિલાઓને ગર્ભધારણ કરવામાં મુશ્કેલી થાય છે અને કોમ્પ્લિકેશનનાં કારણે મહિલાઓ ઈચ્છવા છતાં પણ ગર્ભધારણ કરી શકતી નથી. તેવામાં તે મહિલાઓ નિરાશ થઈ જાય છે પરંતુ હકિકતમાં આવી સ્થિતિમાં નિરાશ થવાની આવશ્યકતા હોતી નથી. જો કોઈ મહિલા ગર્ભધારણ કરવાની કોશિશ કરી રહી છે અને તેમ છતાં પણ ગર્ભધારણ થઈ રહ્યો નથી તો તેનાં માટે અમુક ઉપાયો અને રીત દ્વારા સરળતાથી ગર્ભ ધારણ કરી શકાય છે. આજે અમે તમને આ રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને મહિલાઓ જલ્દી પ્રેગ્નેન્ટ થઈ શકે છે.
ગર્ભધારણ માટેની સાચી ઉંમર ૧૮ થી ૨૮ વર્ષ વચ્ચેની હોય છે. જો કે ૩૦-૩૫ ઉંમર બાદ મહિલાની પ્રેગ્નન્સીનાં ચાન્સીસ ઓછા થઈ જાય છે. તેવામાં મહિલાઓએ ૩૫ વર્ષની ઉંમર પહેલાં જ “માં” બનવાનું પ્લાનિંગ કરી લેવું જોઈએ. જો તમારી ઉંમર ૩૦ વર્ષથી વધારે છે અને જો તમે પ્રેગ્નેન્સીનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તેનાં માટે ડોક્ટરનો સંપર્ક જરૂર કરવો, જેથી કરીને ગર્ભધારણ કરવામાં કોઈ મુશ્કેલી ના આવે.
નવવિવાહિત મહિલા હંમેશા પોતાની પહેલી પ્રેગ્નેન્સીને સમાપ્ત કરવાની ભુલ કરી બેસે છે. જોકે પહેલી પ્રેગ્નેન્સી જ તમારા ફર્ટિલાઈઝેશનને સમૃદ્ધ કરે છે, તેવામાં જો તમે પહેલી પ્રેગ્નેન્સીને અબોર્શન દ્વારા સમાપ્ત કરાવી દો છો તો આગળ જઈને ગર્ભધારણ કરવામાં ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે.
ગર્ભધારણ માટે મહિલાઓમાં ફર્ટિલિટી હોવી ખુબ જ જરૂરી હોય છે. જેમ કે મહાવારી સમય પર હોય અને ફર્ટિલાઈઝેશન પણ સમયસર થાય તો તેનાં માટે તમે ડોક્ટર સાથે ફર્ટિલિટીની તપાસ કરાવી શકો છો અને જો તપાસમાં ફર્ટિલિટી ઓછી આવે છે તો પ્રેગ્નેન્સીનાં પ્લાનિંગ પહેલા તેની ટ્રીટમેન્ટ કરાવી લો.
જો તમે જલ્દી “માં” બનવા માંગો છો તો તમારે ઓવુલેશન પિરિયડ વિશે જાણવું અને સમજવું પડશે. હકિકતમાં ઓવુલેશન પિરિયડ તે સમય હોય છે જ્યારે ગર્ભધારણ કરવાની સંભાવના સૌથી વધારે રહે છે. તે માસિક પિરિયડનાં ૧૦ દિવસ બાદ શરૂ થઈ જાય છે, જે લગભગ એક અઠવાડિયા સુધી રહે છે. તેવામાં જો તમારો માસિક ધર્મ નિયમિત હોય તો તમે તેની ગણતરી સ્વયં કરી શકો છો. સાથે જ તેનાં માટે આજકાલ ઘણી એપ પણ આવી ગઈ છે, જે તમારા ઓવુલેશન પિરિયડની સાચી જાણકારી આપી શકે છે. આ રીતે તેનાં વિશે જાણીને પ્રેગ્નેન્સીનું પ્લાનિંગ કરો.
વધારે પડતું વજન પણ પ્રેગ્નેન્સીમાં સમસ્યા ઉત્પન્ન કરી શકે છે. હકિકતમાં સ્થુળતાનાં કારણે મહિલાઓનાં ફેલોપિયન ટ્યુબ અને ઓવરી બંધ થવાની સંભાવના વધી જાય છે. ત્યાં સુધી કે ઘણીવાર તો તેનાં કારણે અમુક મહિલાઓની બચ્ચાદાનીમાં સિષ્ટ પણ થઈ જાય છે એટલા માટે જો તમે પ્રેગ્નેન્સીનું પ્લાનિંગ કરી રહ્યા છો તો સૌથી પહેલાં તમારા વજનને નિયંત્રણમાં રાખો.
તમારા સ્વાસ્થ્ય અને આહારનો પણ તમારી પ્રેગ્નેન્સીની ક્ષમતા પર પુરો પ્રભાવ પડે છે. તેવામાં જો તમે “માં” બનવા માંગો છો તમારા માટે જરૂરી છે સ્વસ્થ આહારનું સેવન કરવું અને ખોરાક પર પુરતું ધ્યાન આપવું. કહેવાય છે કે મહિલાઓનું ડાયટ પ્રોપર રહે તો પ્રેગ્નેન્સીનાં ચાન્સ ૩૦% સુધી વધી જાય છે.
આજકાલ હનીમુનની સાથે-સાથે કંસેપ્શનમુનનો ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે. વિદેશોમાં લોકો ખાસ કરીને ગર્ભધારણ કરવાનાં ઉદ્દેશ્યથી કંસેપ્શનમુન પર જાય છે. નોકરી અને લાઈફથી તેમજ બીજા ટેન્શનથી કંસેપ્શનમુનનો પતિ-પત્નિને ખુબ જ ફાયદો થાય છે કારણકે અહીં કોઈ તણાવ અને પરેશાની વગર સારી રીતે અને રિલેક્સ માહોલની વચ્ચે ગર્ભધારણનાં પ્રયાસ કરવામાં આવે છે.