જો મહિલાઓ રોજ કરે છે એક આમળાનું સેવન તો તેમના શરીરમાં ક્યારેય પણ નહી રહે લોહીની ખામી, જાણો આમળાના ફાયદાઓ

Posted by

આમળાને ડાયટમાં સામેલ કરવાથી શરીરને લાભ પહોંચે છે અને જે લોકો દરરોજ એક આમળાનું સેવન કરે છે તો તેમના શરીરની રક્ષા ઘણા બધા રોગોથી થાય છે. આમળાની અંદર ફાઇબર અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે પેટને સ્વસ્થ જાળવી રાખે છે. ડોક્ટરો દ્વારા રોજ એક આમળું ખાવાની સલાહ જરૂર આપવામાં આવે છે. કારણકે સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે અને કોઈપણ પ્રકારનો રોગ શરીરમાં પ્રવેશ કરે નહી.

કઈ રીતે કરી શકો છો આમળાનું સેવન

આમળાનું ઘણી રીતે સેવન કરી શકાય છે. ઘણા લોકો આમળાનું અથાણું બનાવે છે, તેનું જ્યૂસ પણ પીવે છે અથવા તો તેનું જામ બનાવીને પણ ખાવાનું પસંદ કરે છે. તેના સિવાય આમળાનું સેવન સામાન્ય રીતે પણ કરી શકાય છે. આમળાનું સેવન કરવાથી શરીરને શું શું ફાયદાઓ મળે છે તે આ પ્રકારે છે.

પાચનક્રિયા રહે છે તંદુરસ્ત

આમળાનું સેવન કરવાથી પાચનક્રિયા પર ખૂબ જ સારી અસર પડે છે અને તેને ખાવાથી પેટ ખરાબ થતું નથી અને પેટમાં દુખાવાની ફરિયાદ પણ રહેતી નથી. આમળાની અંદર મળી આવતા એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ પાચનક્રિયા માટે ખૂબ જ લાભદાયક હોય છે તેથી જે લોકોનું પેટ ખરાબ રહેતું હોય તે લોકોએ દરરોજ એક આમળાનું સેવન જરૂર કરવું જોઈએ.

આંખો માટે સારા આમળા

આમળાને આંખો માટે સારા માનવામાં આવે છે અને તેને ખાવાથી આંખોની રોશની સારી જળવાઈ રહે છે. આંખો સ્વસ્થ રાખવા માટે વિટામીન-સી ખૂબ જ જરૂરી હોય છે અને આમળાની અંદર વિટામિન-સી ભરપૂર માત્રામાં મળી આવે છે. જે લોકો આમળાનું સેવન નિયમિત રૂપથી કરે છે તે લોકોને ચશ્મા આવતા નથી. સાથે જ આંખો સાથે જોડાયેલી અન્ય રોગોથી પણ રક્ષા થાય છે. જો તમે કોમ્પ્યુટર, ટીવી અને મોબાઇલ પર વધારે સમય પસાર કરતા હોય તો તમારે આમળાનું સેવન જરૂર કરવું જોઈએ. તેને ખાવાથી આંખોમાં બળતરા થતી નથી. આંખોમાંથી પાણી બહાર નિકળવા પર કે સંક્રમણ થવા પર તમારે આમળાનું જ્યૂસ પીવું જોઈએ. આમળાનું જ્યુસ મધની સાથે પીવાથી આંખોમાંથી પાણી નિકળવાની અને સંક્રમણની સમસ્યા દૂર થઈ જાય છે.

લોહીમાં વધારો

મહિલાઓમાં હીમોગ્લોબિનની કમી ઘણી રહેતી હોય છે. હિમોગ્લોબીનની ખામી રહેવા પર શરીર કમજોર થઈ જાય છે અને ચક્કર આવવા લાગે છે. હિમોગ્લોબીનની કમી થવા પર આમળાનું સેવન કરવું લાભદાયક સાબિત થાય છે. આમળાનું સેવન કરવાથી હિમોગ્લોબીન વધવા લાગે છે. હકીકતમાં આયરન લોહી બનાવવાનું કાર્ય કરે છે અને શરીરમાં આયરનના અવશોષણ માટે વિટામીન-સી જરૂરી હોય છે. વિટામીન-સી હોવા પર જ આયરન યુક્ત ભોજન કરવાથી ફાયદો મળે છે.

ખીલમાંથી મળે છે રાહત

તમારી ત્વચા પર ખીલ કે દાઘ-ધબ્બા હોવા પર તમારે આમળાનું સેવન કરવું જોઈએ. આમળાનું સેવન કરવાથી ખીલની સમસ્યામાંથી તરત જ આરામ મળી જાય છે. તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ હોય છે. જે લોહીના શુદ્ધિકરણનું કાર્ય કરે છે અને લોહી સાફ થવાથી ખીલની સમસ્યા થતી નથી.

ચહેરાની ચમકમાં થાય છે વધારો

ચેહરાની ચમક વધારવા માટે આમળાનું જ્યુસ સપ્તાહમાં એકવાર જરૂર પીવું જોઈએ. તેનું જ્યૂસ પીવાથી ચહેરાની ચમક વધવા લાગે છે અને ત્વચામાં એક અલગ જ ચમક આવી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *