હાલનાં દિવસોમાં પૂરા દેશમાં દિવાળીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. હવે દિવાળીને માત્ર થોડા દિવસો જ બાકી રહી ગયા છે. જણાવી દઈએ કે આ વર્ષે ૧૪ નવેમ્બરનાં રોજ દિવાળીનો તહેવાર મનાવવામાં આવશે. આ દિવસે પ્રથમ પૂજ્ય ભગવાન શ્રી ગણેશ અને ધનની દેવી માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે કારણકે ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે. માનવામાં આવે છે કે દિવાળીનાં દિવસે માં લક્ષ્મી ઘરે ઘરે જઈને ધન વરસાવે છે તેથી તેમના સ્વાગતની તૈયારીઓમાં ઘરની સાફ-સફાઈ અને સજાવટ કરવામાં આવે છે વળી જે ઘરમાં સાફ-સફાઈ થતી નથી ત્યાં માં લક્ષ્મી નિવાસ કરતા નથી. આ જ કારણ છે કે દિવાળી પહેલા સાફ સફાઈ કરવામાં આવે છે અને ઘરમાંથી કચરો ફેંકી દેવામાં આવે છે. તો ચાલો જાણી લઈએ સફાઇ દરમિયાન ઘરમાં કઈ ચીજોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
તૂટેલા વાસણોને ફેંકી દો
દિવાળીની સાફ સફાઈ દરમિયાન ઘરમાં રહેલા તૂટેલા વાસણોને સૌથી પહેલા ફેંકી દેવા જોઈએ. આ વાસણો કોઈ કામના હોતા નથી અને બિનજરૂરી જગ્યા પણ રોકે છે. તેના સિવાય તૂટેલા વાસણોમાં ભોજન કરવાથી ગરીબી વધે છે અને વાસ્તુદોષ પણ લાગે છે તેથી આ વાસણોને ખાવા-પીવામાં પ્રયોગ કરવા ના જોઈએ.
તૂટેલા કાચ બદલી નાખો
ઘરમાં તૂટેલા કાચ હોવા દુર્ભાગ્યની નિશાની હોય છે. તેવામાં જો તમારા ઘરના બારી અને દરવાજાના કાચ તૂટી ગયા હોય તો તેને તુરંત જ બદલી નાંખવા જોઈએ. જ્યોતિષશાસ્ત્રના અનુસાર તુટેલા કાચ રાહુનું પ્રતીક હોય છે. તેથી તેને ઘરમાં રાખવા જોઇએ નહી. તેના સિવાય વાસ્તુશાસ્ત્રમાં પણ એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તુટેલા કાચ અશુભ હોય છે.
તૂટેલી તસ્વીરો હટાવી દો
લગભગ બધા લોકોનાં ઘરોમાં પરિવારનાં સદસ્યોની તસ્વીર લાગેલી હોય છે પરંતુ ક્યારેક જાણ્યા-અજાણ્યામાં આ તસ્વીરો પડીને તૂટી જતી હોય છે, તેવામાં જો તમારા ઘરમાં પણ તૂટેલી તસ્વીરો હોય તો તેને દિવાળીની સાફ-સફાઈ દરમિયાન જ ઘરમાંથી જરૂર હટાવી દેવી જોઈએ અને સંભવ હોય તો નવી તસ્વીર લગાવવી જોઈએ. કારણકે તૂટેલી તસ્વીરોથી પરિવારના સદસ્યોની વચ્ચે મીઠાશ ખતમ થવા લાગે છે.
તુટેલુ ફર્નિચર બદલી નાખો
જો તમારા ઘરમાં પણ તૂટેલું ફર્નિચર રાખેલું હોય તો દિવાળી પહેલાં જ તેમની મરમ્મત કરાવી લો અથવા તો તેને બદલી નાખો. વાસ્તુશાસ્ત્રના અનુસાર તૂટેલું ફર્નિચર ઘરના સદસ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર નાખે છે. તેના સિવાય જો તમારા ઘરના દરવાજા યોગ્ય નથી તો તેને પણ મરમ્મત કરાવી લેવા જોઈએ. માનવામાં આવે છે કે જો ઘરના દરવાજા જ યોગ્ય ના હોય તો માં લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરતા નથી.
બંધ ઘડિયાળને શરૂ કરો
ઘડિયાળ ગતિશીલતાનું પ્રતિક હોય છે સાથે જ તેનાથી ઘરનાં સદસ્યોની સફળતા પણ નક્કી થાય છે તેથી ઘરમાં બંધ પડેલી ઘડિયાળને અશુભ માનવામાં આવે છે તેવામાં જો તમારા ઘરની ઘડિયાળ પણ બંધ પડેલી હોય તો તેને તરત જ શરૂ કરાવી લેવી જોઈએ અથવા તો પછી નવી ઘડિયાળ ખરીદી લેવી જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
ખંડિત મૂર્તિઓ હટાવી દો
જો તમારા ઘરના પૂજા સ્થળમાં કોઈ દેવી-દેવતાની મૂર્તિ ખંડિત હોય તો તેને દિવાળી પહેલા હટાવી દો. આ મૂર્તિઓને વહેતા જળમાં પ્રવાહિત કરી દેવી જોઈએ અથવા તો પછી કોઈ પીપળાના વૃક્ષની નીચે દબાવી દેવી જોઈએ. માન્યતા છે કે ખંડિત મૂર્તિઓને જોઈને માં લક્ષ્મી દુઃખી થાય છે તેવામાં ખંડિત મૂર્તિઓને હટાવીને નવી મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ.
ખરાબ પડેલા ઇલેક્ટ્રોનિક સામાન ફેંકી દો
જો તમારા ઘરમાં કોઈ પ્રકારના બિનજરૂરી કે ખરાબ ઇલેક્ટ્રોનિક સામાન પડેલા હોય તો તેને દિવાળીની સાફ સફાઈ દરમિયાન ઘરની બહાર ફેંકવાનું ભૂલશો નહી. વાસ્તુશાસ્ત્રના અનુસાર ખરાબ ઇલેક્ટ્રોનિક સામાનથી ઘરમાં શનિદોષ અને વાસ્તુદોષ લાગે છે.