જો તમારા લગ્ન થવામાં થઈ રહ્યું હોય વિલંબ તો અપનાવો આ ૧૦ ઉપાયો, આંખના પલકારે મળી જશે જીવનસાથી

હિન્દુ ધર્મમાં શાસ્ત્રોમાં લખેલ છે કે દરેક વ્યક્તિને ઉપરવાળાએ જોડીઓમાં મોકલ્યા છે અને તે બધાની જોડીઓ સમય આવવા પર મળી જાય છે. પરંતુ વ્યક્તિ તેના માટે ઘણા પ્રયાસો કરે છે કે તેમને સારું અને સાચો જીવનસાથી મળી જાય. પરંતુ અમુક યુવકો અને ખાસ કરીને યુવતીઓના લગ્ન થવામાં ખૂબ જ સમસ્યા આવે છે. તેમના માતા-પિતા તેને લઈને ખુબ જ ચિંતિત રહેતા હોય છે.

ઘણા પ્રયત્નો પછી જ્યારે તેમના લગ્ન થવાના હોય છે તો તે પહેલા જ ઘણી સમસ્યાઓ આવવા લાગે છે. ત્યારબાદ બધા જ ઉપરવાળાને દોષ આપવા લાગે છે. લગ્ન સારી રીતે થઈ જાય તેના માટે તેમના માતા-પિતા કોઈ ને કોઈ ઉપાય જરૂર કરતાં હોય છે. તેનાથી લગ્નમાં આવનાર સમસ્યાઓ દૂર થઈ જાય છે અને બધું ઠીક થઈ જાય છે. જો તમારા લગ્ન થવામાં પણ વિલંબ થઈ રહ્યું હોય તો અપનાવો આ ૧૦ અચૂક ઉપાયો અને થઈ જાઓ નિશ્ચિત.

અજમાવો આ ૧૦ ઉપાયો

  • જ્યોતિષશાસ્ત્રના અનુસાર એવી ઘણી વાતો હોય છે જે લગ્નમાં સમસ્યાઓ બનીને સામે આવે છે. પરંતુ યોગ્ય સમયે તેનું સમાધાન મળી જાય તો તમારા લગ્ન પણ ખુશી અને ધૂમધામ સાથે થઈ જાય છે.
  • ઘણીવાર લોકો ઘર બનાવતા સમયે વાસ્તુનો ખાસ ખ્યાલ રાખે છે. બસ આવી જ રીતે યુવકે યુવતીઓના લગ્નમાં પણ તેમના રૂમની સ્થિતિ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. છોકરાનો રૂમ જો ઉત્તર-પશ્ચિમ દિશામાં હોય તો ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે રૂમને ક્યારેય પણ દક્ષિણ-પશ્ચિમ દિશામાં ના બનાવવું જોઈએ.
  • છોકરો કે છોકરી માંગલિક હોવાથી પણ તેમના લગ્ન થવામાં વિલંબ થઈ શકે છે. તો તેના માટે તેમના પરિવારના લોકોએ લાલ કે ગુલાબી રંગનો કલર કરાવવો જોઈએ. આવું કરવાથી મંગળ દોષ દૂર થઈ જાય છે.
  • લગ્નમાં હળદરને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેમના લગ્ન થવામાં વિલંબ થઈ રહ્યું હોય તેમણે હળદરનો આ રંગ લગ્નની નજીક લઈ જાય છે. તેથી તમારા ઘરમાં હળદરના રંગો થી નિર્મિત અમુક ચીજોને શણગારવામાં આવે તો તેનાથી લાભ મળે છે.
  • વાસ્તુ શાસ્ત્ર મુજબ દક્ષિણ-પશ્ચિમ ભાગમાં સ્થિત રૂમ શુભ માનવામાં આવે છે તેમજ લગ્નને લાયક કુવારા યુવકોનો રૂમ દક્ષિણ કે પશ્ચિમ દિશામાં હોવો જોઈએ.

  • ઘરોમાં દક્ષિણ-પશ્ચિમ તરફનો બેડરૂમ શુભ માનવામાં આવે છે પરંતુ દક્ષિણ પશ્ચિમ દિશામાં ભૂમિગત જગ્યાઓ પર ટેન્ક હોય તો તે પણ લગ્નમાં વિલંબ થવાનું કારણ બને છે.
  • સુવાના રૂમમાં એક જ દરવાજો હોવો જોઈએ. તેમાં એક થી વધારે દરવાજા વ્યક્તિના લગ્ન માટે સંબંધો આવવામાં સમસ્યાઓ થવા લાગે છે.
  • પૃથ્વીના બંને ધ્રુવો ઉત્તર તેમજ દક્ષિણ અનુસાર જ પોતાનો પલંગ રાખવો જોઈએ. સુતા સમયે પગ ઉત્તર અને માથું દક્ષિણ દિશામાં જ હોવું જોઈએ. તે વૈજ્ઞાનિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્તમ હોય છે.
  • સુવાના સમયે કુવારા યુવક કે યુવતીઓના પલંગ નીચે કોઈ લોખંડનો સામાન હોવો ના જોઈએ. નવા વજનદાર સામાનને તો બિલકુલ પણ રાખવો ના જોઈએ.
  • જેનો લગ્ન થવામાં બાધા આવી રહી હોય તેમણે કાળા રંગના કપડાંથી દૂર રહેવું જોઈએ. ફક્ત કપડાં જ નહિ પરંતુ અમુક સામાનનો પણ ઉપયોગ ના કરવો જોઈએ.
  • યુવક અને યુવતીઓ શ્રી ગણેશજીને પીળા રંગની મિઠાઈનો ભોગ ધરાવે. આવું કરવાથી તેમના લગ્ન જલદી થઈ જાય છે.