જો તમારા નખ પર પણ છે આવા નિશાન તો સમજી જાઓ થશે ધન લાભ

Posted by

દરેક યુવતી સુંદર અને આકર્ષક દેખાવા માટે પોતાનો ખૂબ જ ખ્યાલ રાખતી હોય છે. તેવામાં તે પોતાના ચહેરાથી લઈને હાથ-પગ અને ત્યાં સુધી કે નખને પણ સુંદર બનાવી રાખવા માટે ખૂબ જ મહેનત કરતી હોય છે. જ્યોતિષશાસ્ત્રનું માનીએ તો નખને જોઈને પણ સ્વભાવ, હાવ-ભાવ, વ્યવહાર અને ભવિષ્ય વગેરેના વિશે જાણી શકાય છે. તો આજે અમે આ આર્ટિકલમાં તમને નખ સાથે સંબંધિત અમુક ખાસ વાતોના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ગુલાબી નખ

આમ તો ગુલાબી નખ દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે અને ગુલાબી નખ હોવા ભાગ્યશાળી પણ સાબિત થાય છે. જ્યોતિષશાસ્ત્રના અનુસાર જે લોકોનાં નખ ગુલાબી હોય છે, તે આર્થિક રૂપથી ખૂબ જ મજબૂત હોય છે. આ લોકોને ક્યારેય પણ આર્થિક તંગી હોતી નથી. ગુલાબી નખ વાળા લોકોને સમાજમાં ખૂબ જ માન સન્માન મળે છે. આમ તો તે પોતાના કરિયરમાં સફળતાના શિખરે પહોંચે છે પરંતુ કોઇ કારણવશ જો તે સફળ ના થઇ શકે તો પણ તેમની વાતો પર ઘર અને ઓફિસના લોકો પૂરું ધ્યાન આપે છે. તે મગજથી ખૂબ જ તેજ હોય છે અને આ જ કારણ છે કે તે મુશ્કેલમાં મુશ્કેલ કામને પણ સરળતાથી હલ કરી લેતી હોય છે.

લાલ નખ

જ્યોતિષશાસ્ત્રના અનુસાર લાલ નખ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે. તો વળી તે દેખાવમાં પણ ખૂબ જ સુંદર લાગે છે. જે યુવતીઓના નખ લાલ હોય છે, તે દેખાવમાં ખૂબ જ સુંદર અને આકર્ષક હોય છે. તેમની સુંદરતાને જોઈને દરેક લોકો તેમની સાથે ફ્રેંડશીપ કરવાનું પસંદ કરે છે અને આ જ કારણથી તેમનું ફ્રેન્ડ લિસ્ટ પણ ખૂબ જ લાંબું હોય છે. આ યુવતીઓને ખૂબ જ ભાગ્યશાળી પણ માનવામાં આવે છે અને તેમને ક્યારેય પણ આર્થિક તંગી થતી નથી. એવામાં તેમને પોતાના જીવનમાં ક્યારેય પણ પૈસા અને ધન-દોલત સાથે જોડાયેલ સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. એટલું જ નહી આ યુવતીઓનું લગ્નજીવન પણ ખુબ જ ખુશી-ખુશી ચાલે છે.

નખ પર બનેલ અડધા ચંદ્રનું નિશાન

જે યુવતીઓના નખમાં અડધા ચંદ્રનું નિશાન બનેલું હોય છે, તે ખૂબ જ ખુલ્લા વિચારોવાળી હોય છે. આ યુવતીઓને કોઇના દબાણમાં રહીને કામ કરવાનું પસંદ હોતું નથી અને તે હંમેશા પોતાની રીતે જ જીવન જીવવાનું પસંદ કરતી હોય છે. આ યુવતીઓને પોતાના કરિયરમાં જલ્દી સફળતા મળી જતી હોય છે. જેના કારણે તેમનું જીવન ખુશનુમા રહે છે. જ્યોતિષશાસ્ત્રનું માનીએ તો આ યુવતીઓના ભાગ્યમાં રાજયોગ હોય છે. તેવામાં તેમને સંપૂર્ણ જીવન ક્યારેય પણ કોઈ ચીજની કમી રહેતી નથી.

પીળા નખ

અમુક યુવતીઓના નખનો રંગ પીળો હોય છે. તેવામાં સ્વાસ્થ્યની બાબતમાં આ યુવતીઓની કિસ્મત સારી હોતી નથી. આ યુવતીઓમાં હંમેશા લોહીની ખામી રહેતી હોય છે અને તેમને ઘણીવાર માથાના દુખાવાની સમસ્યા રહેતી હોય છે. એટલું જ નહીં પીળા રંગનાં નખવાળી યુવતીઓ સ્વભાવમાં ચીડિયાપણું અને ગુસ્સાવાળી હોય છે. તેવામાં તેમનું લગ્નજીવન પણ ખૂબ જ તણાવપૂર્ણ રહે છે.

નખ પર સફેદ કે કાળા ડાઘ

જે યુવતીઓના નખ પર સફેદ કે કાળા રંગના ડાઘ હોય છે, તેમનું સ્વાસ્થય  ઘણીવાર ખરાબ રહેતું હોય છે. તેથી આ યુવતીઓને પોતાના સ્વાસ્થ્યનું ખૂબ જ ખ્યાલ રાખવાની જરૂરિયાત હોય છે. સાથે જ તેમનું લગ્નજીવન ખૂબ જ તણાવપૂર્ણ રહે છે અને ઘણીવાર તે પોતાના પાર્ટનરની સાથે લડાઈ-ઝઘડા કરતી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *