જો તમારૂ કે તમારા કોઈ સંબંધીનું નામ “T” પરથી શરૂ થાય છે તો જરૂર વાંચો તેમની આ ખાસ વાતો, જાણો કેવા હોય છે આ લોકો

Posted by

કોઈપણ નામનો કોઈ ને કોઈ અર્થ જરૂર થાય છે. નામ નાં અર્થ સાથે તે વ્યક્તિનાં વ્યક્તિત્વ વિશે જાણી શકાય છે. આ જ કારણ છે કે માં-બાપ પોતાનાં બાળકોનું નામ ખુબ જ સમજી-વિચારીને રાખે છે. આજે આપણે અંગ્રેજીનાં ૨૦ માં અક્ષર “T” વિશે વાત કરીશું. તો ચાલો જાણી લઈએ કે કેવા હોય છે “T” નામ વાળા લોકો.

સ્વભાવ

આ લોકો અંદરથી ખુબ જ અશાંત રહે છે. “T” અક્ષર વાળા લોકોનાં મનમાં ઘણા પ્રકારની ઊથલપાથલ ચાલતી હોય છે પરંતુ બહારથી તે શાંત દેખાય છે. આંતરિક સ્થિતિનાં વિષયમાં કોઇની સાથે વાત કરવાનું તે પસંદ નથી કરતા. તેમનાં મનમાં સ્થિતિ ભલે જેવી હોય પરંતુ તે હંમેશા બીજાને ખુશ રાખવાનાં પ્રયાસ કરે છે. તેમનાં વિચારોમાં પણ પવિત્રતા હોય છે અને ઈશ્વર પર આસ્થા રાખે છે. પોતાનાં ભવિષ્ય પ્રત્યે સતત વિચાર-મંથન કરતા રહે છે. આવા લોકો હંમેશા શાંતિપુર્ણ રીતે જીવન પસાર કરવાનું પસંદ કરે છે.

કરિયર

કરિયરની બાબતમાં આ લોકો થોડા પાછળ હોય છે. તેમની પાસે ઘણા બધા વિકલ્પ આવે છે પરંતુ તે ખોટો વિકલ્પ પસંદ કરીને આગળ વધે છે અને બાદમાં તેમને પસ્તાવો થાય છે. તે દરેક કામને મહેનત અને ધગશથી કરે છે પરંતુ તેમ છતાં પણ તેમને સફળતા મળતી નથી. જીવનમાં વારંવાર ઠોકર ખાવી પડે છે પરંતુ આ લોકો નિરાશ નથી થતા અને ધગશની સાથે કાર્યને ફરીથી શરૂ કરે છે. તેમને સફળ થવામાં સમય જરૂર લાગે છે પરંતુ એક દિવસ સફળ જરૂર થાય છે.

પ્રેમ

“T” અક્ષર વાળા લોકો હંમેશા સુંદર અને આકર્ષક હોય છે. તે પ્રેમ તો કરી લે છે પરંતુ નિભાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પરંતુ આ લોકોની એક વાત સારી હોય છે. તેઓ જેને પ્રેમ કરે છે, તેને દિલ થી કરે છે અને જીવનભર તે વ્યક્તિનો સાથ નિભાવે છે.

ગુણ

  • તેઓ પરોપકારી, દયાળુ, ધાર્મિક તથા કોમળ હૃદય વાળા હોય છે. તે કોઈ બીજાને પરેશાન જોઈ નથી શકતા. તેમને સાદું, શાંત અને પ્રાકૃતિક હર્યું-ભર્યું વાતાવરણ ગમે છે. તેઓ ઘણા સંતુલિત હોય છે.
  • તેમનું જીવન મંદગતીથી ચાલે છે. તે ભલે કેટલા પણ દુ:ખમાં હોય પરંતુ હંમેશા પોતાને ખુશ તથા સંતુષ્ટ જણાવે છે. આ લોકો ના તો કોઈની બુરાઈ કરે છે અને ના તો કોઈની બુરાઈ સાંભળે છે. તેમનાં જીવનમાં કોઈને કોઈ ઊથલપાથલ ચાલતી જ રહે છે. તેમનામાં ગજબની સહનશક્તિ હોય છે.
  • આ લોકોના હૃદયમાં અનેક રહસ્યો છુપાયેલા હોય છે. તેઓ દયાળુ પ્રકૃતિ અને બીજાનાં સુખમાં સામેલ થવા વાળા હોય છે. કેટલી પણ મુશ્કેલી કે દુઃખ હોય, તકલીફ હોય, તેમના મસ્તક પર ચિંતાની રેખાઓ જોવા મળતી નથી.
  • આ લોકોનાં જીવનમાં હંમેશા સુખ અને દુઃખ આવતા રહે છે. દુઃખ વધારે અને સુખ ઓછા આવે છે. આ લોકો બીજાના દુઃખને પણ સારી રીતે સમજે છે.
  • આ લોકો ઘર અને પરિવારમાં બધાનું ધ્યાન રાખે છે. તેના માટે પોતાનું માન-સન્માન જ સૌથી મોટું હોય છે, જેના માટે તે કોઈપણ ત્યાગ કરવા માટે તૈયાર રહે છે. તેમના પોતાના અલગ નિયમો હોય છે, જેના માટે તે કોઈપણ પ્રકારનું સમાધાન કરતાં નથી.
  • તેમનામાં એક ઉણપ પણ હોય છે કે તેઓ પોતાનાં વિચાર લોકો પર નાખવા માંગે છે. એટલા માટે તેમને હંમેશા ઘરમાં મતભેદનો સામનો કરવો પડે છે. તેઓ ચતુર પણ હોય છે.