જો તમે હનુમાનજીના ભક્ત છો તો આ પ્રતિમાથી પૂરી થશે તમારી બધી જ મનોકામનાઓ, પરંતુ આટલી વાતોનું રાખો ધ્યાન

આજકાલના સમયમાં મોટાભાગના લોકો હનુમાનજીની પૂજા અર્ચના કરીને તેમની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય છે. ઘણા લોકો એવા હોય છે જે પોતાની વિશેષ ઈચ્છાઓને પૂરી કરવા માટે હનુમાનજીની ઉપાસના કરતા હોય છે. શાસ્ત્રોના અનુસાર એવું જણાવવામાં આવે છે કે કળયુગમાં પણ હનુમાનજી પોતાના ભક્તોની બધી જ મનોકામનાઓ ખૂબ જ જલ્દી સાંભળી લેતા હોય છે. જો કોઈ ભક્ત પોતાના સાચા મનથી તેમને યાદ કરે છે તો હનુમાનજી પોતાના ભક્તોના દરેક કષ્ટ દૂર કરવા માટે અવશ્ય આવે છે. મહાબલી હનુમાનજી ની મહિમા અપરંપાર બતાવવામાં આવી છે અને તેમની શક્તિઓનો અંદાજો લગાવવો ખૂબ જ મુશ્કેલ છે.

જો તમે પણ હનુમાનજીની પૂજા કરો છો તો પવનસુતની પ્રતિમા અને તેને સ્થાપિત કરવાની દિશાની જાણ હોવી ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને જ્યોતિષશાસ્ત્રના અનુસાર હનુમાનજીની પૂજા આરાધના સાથે જોડાયેલ અમુક જરૂરી વાતો વિશે જાણકારી આપીશું. જેની સહાયતાથી તમારી બધી જ મનોકામના ખૂબ જ જલ્દી પૂરી થઈ શકે છે.

હનુમાનજીની પ્રતિમાની પૂજા દરમિયાન આ વાતોનું રાખો ધ્યાન

સામાન્ય રીતે જોવામાં આવેતો મહાબલી હનુમાનજી ની ઘણી જ પ્રતિમાઓ અને તસવીર જોવા મળે છે જેનું પોતાનું અલગ મહત્વ બતાવવામાં આવ્યું છે. એવું જણાવવામાં આવે છે કે તેમની અલગ અલગ તસવીરોની પૂજા કરવાથી મનુષ્યના જીવનના બધા જ કષ્ટ દૂર થઈ જાય છે પરંતુ જો તમે તમારી વિશેષ મનોકામનાને ખૂબ જ જલ્દી પૂરી કરવા માંગતા હોય અને તમે ઈચ્છતા હોય કે ઘરની બધી જ પરેશાનીઓ દૂર થઈ જાય તો તમારે ઉત્તરમુખી અને દક્ષિણમુખી હનુમાનજીની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી બધાં જ દેવી-દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થવા લાગે છે અને ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. હનુમાનજીની આ પ્રતિમાની પૂજા કરવાથી માનસિક કલેશ જેવી સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળે છે.

જો તમે ભાઈ-બહેનો અને માતા-પિતામાં પ્રેમ જાળવી રાખવા માંગતા હોય તો તેના માટે તમારે હનુમાનજીની એવી તસવીરની પૂજા કરવી જોઇએ કે જેની અંદર તે શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણજી ની પૂજા કરી રહ્યા હોય. આવું કરવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે અને પ્રેમ ભાવનાનો વિકાસ થાય છે.

જો તમે તમારા ઘરમાં સૂર્યની ઉપાસના કરતા હનુમાનજીની પૂજા કરો છો તો તે પરિવારના માન-સન્માન અને ઉન્નતિ માટે લાભદાયક માનવામાં આવે છે. તેનાથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે. અધૂરા કાર્યો પણ પૂરા થવા લાગે છે પરંતુ તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમે જે પણ પ્રતિમા રાખો તેમની દરરોજ નિયમિત રૂપથી ઉપાસના કરવી જોઈએ.

હનુમાનજીની વિભિન્ન મુદ્રા વાળી તસવીર રાખીને પૂજા કરો છો તો તેનાથી તમારી અસાધ્ય મનોકામનાઓ પણ પૂરી થવાની સંભાવના રહે છે. તમે હનુમાનજીની ખાસ મુદ્રાવાળી તસવીરની તમારા પૂજા સ્થળમાં વિધિ-વિધાનપૂર્વક સ્થાપિત કરો અને નિયમિત રૂપથી તેમની પૂજા કરવી જોઈએ. દરરોજ સવારે અને સાંજે હનુમાનજીની સામે દીવો પ્રગટાવો અને સાથે જ મનોકામના પૂર્તિ માટે પ્રાર્થના કરો. જો તમે ૪૧ મંગળવાર અને શનિવાર સુધી આવું કરો છો તો તેનાથી નિશ્ચિત લાભ મળશે. હનુમાનજીની કૃપાથી તમારા જીવનની બધી જ સમસ્યાઓનું સમાધાન થઇ શકે છે.