જો તમે પણ એલ્યુમિનિયમ ફોઈલમાં કરો છો ભોજન પેક તો થઈ જાઓ સાવધાન, આવી શકો છો કેન્સર જેવી ગંભીર બિમારીની ઝપેટમાં

Posted by

આજના સમયમાં દરેક વ્યક્તિ સ્વસ્થ રહેવા માંગે છે. તેના માટે તે પોતાના ભોજનને ખુબ જ સુરક્ષિત રાખે છે. સુરક્ષિત રાખવા અને તેમને કીટાણુઓથી બચાવવા માટે આજકાલ દરેક લોકો એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરી રહ્યા છે. સ્કૂલ જનાર બાળક હોય કે ઓફિસ જવા વાળા કોઈ મોટા વ્યક્તિઓ હોય, આજકાલ બધા માટે ભોજન એલ્યુમિનિયમ ફોઈલમાં જ પેક કરવામાં આવે છે. તે જોવામાં પણ સુંદર લાગે છે.

પહેલા લોકો ભોજને પેક કરતાં હતાં સાધારણ પેપરમાં

પહેલા લોકો ભોજનને સાધારણ પેપરમાં એક કરતા હતાં. આજના સમયમાં અમુક લોકોને છોડી દેવામાં આવે તો દરેક વ્યક્તિ એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરવા લાગ્યાં છે. લોકોને એવું લાગે છે કે તેમાં ભોજન રાખવાથી સુરક્ષિત રહે છે, જ્યારે એવું કંઈ હોતું નથી. તે સુરક્ષાની જગ્યાએ ઘણા બધા રોગ આપણને ભેટમાં આપે છે. આજે અમે તમને એલ્યુમિનિયમ ફોઇલનાં ઉપયોગથી થનારા નુકસાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

એલ્યુમિનિયમ ફોઇલનાં ઉપયોગથી થનારા નુકસાન

  • સ્કૂલ જવા વાળા બાળકોને તેમની માં ઘણીવાર એલ્યુમિનિયમ ફોઈલમાં ભોજન પેક કરીને આપે છે, તે ખૂબ જ હાનિકારક હોય છે. જો ફોઈલનો નાનામાં નાનો ટુકડો પણ ભૂલમાં બાળકોના મોઢામાં ચાલ્યો જાય તો મુસીબત ઊભી કરી શકે છે કારણકે તે કેન્સરની ઝપેટમાં પણ આવી શકે છે.
  • ક્યારેય પણ વધારે પડતો ગરમ ખોરાક એલ્યુમિનિયમ ફોઈલમાં પેક ના કરવો જોઈએ. આવું કરવાથી તે ઓગળવા લાગે છે અને તેમના હાનિકારક તત્વો ભોજનમાં ભળી જાય છે. જેના લીધે વ્યક્તિને અલ્ઝાઇમરની બિમારી પણ થઈ શકે છે.
  • તેમા ભૂલમાં પણ વધારે મસાલેદાર અને ખાટી ચીજો રાખવી ના જોઈએ. આ પ્રકારના ખાદ્ય પદાર્થો એલ્યુમિનિયમ ફોઈલને ખરાબ કરે છે, જેના લીધે ભોજનમાં ખરાબ બેક્ટેરિયા સરળતાથી પ્રવેશ કરે છે.

  • વધેલા ભોજનને એલ્યુમિનિયમ ફોઇલમાં પેક કરીને રાખવું હાનિકારક સાબિત થઈ શકે છે.
  • એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ ઓવનમાં ભોજન પકાવતા સમયે કરવો જોઈએ નહી.
  • ફક્ત એટલું જ નહી ઘરમાં ઉપયોગ થવા વાળા એલ્યુમિનિયમનાં વાસણો પણ ખૂબ જ નુકસાનકારક હોય છે, તેથી એલ્યુમિનિયમના વાસણોમાં પણ ભોજન બનાવવું જોઈએ નહી. તેમાં સતત ભોજન બનાવવાથી ભોજન કરનાર વ્યક્તિઓને હાડકાઓ અને કિડનીની સમસ્યા થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *