જો તમે પણ ઈચ્છતા હોય કે તમારા ચશ્માનાં નંબર ઉતરી જાય તો અપનાવો આ ૬ અસરદાર ઘરેલુ ઉપાયો

Posted by

આજના સમયમાં દરેક વ્યક્તિની જીવનશૈલીમાં પરિવર્તન થયેલું હોય છે. દરેક લોકોની ખાણીપીણીમાં થયેલા બદલાવના કારણે તેમને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય છે. આજના ગ્લોબલાઇઝેશનનાં સમયમાં દરેક વ્યક્તિ પોતાનું કામ કોમ્પ્યુટરથી કરતો હોય છે. તેવામાં ઘણા કલાકો સુધી કોમ્પ્યુટર પર કામ કરવાથી સૌથી વધારે નુકસાન આંખોને પહોંચે છે. લાંબા સમય સુધી કોમ્પ્યુટર સ્ક્રીન પર જોવાથી આંખોમાંથી પાણી નીકળવા લાગે છે અને ધીરે ધીરે આંખો પર ચશ્મા ચડી જાય છે. પહેલા આ સમસ્યા એક ખાસ ઉંમરના લોકોમાં જોવા મળતી હતી પરંતુ આજના સમયમાં બાળકોને પણ ચશ્મા લગાવવા પડી રહ્યા છે.

ખાણીપીણીમાં પરિવર્તન કરીને બચી શકાય છે આંખોની સમસ્યાથી

આ સમસ્યાનું સમાધાન તમે સરળતાથી પોતાની ખાણીપીણીમાં પરિવર્તન કરીને કરી શકો છો. જો તમારી પણ આંખો કમજોર થઈ ચૂકી છે અને તમે પણ ચશ્મા લગાવો છો અને આ ચશ્માને ઉતારવા માંગતા હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આજે અમે તમને અમુક એવા ઘરેલૂ નુસખાઓ જણાવીશું, જેમને અજમાવીને તમે પોતાના ચશ્મા પહેરવામાંથી મુક્ત થઇ શકશો. તેના માટે તમારે નીચે જણાવવામાં આવેલા ઉપાયો અજમાવવા પડશે.

બદામનું સેવન કરો

બદામ શરીરની સાથે-સાથે આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. દરરોજ રાતે સૂતા સમયે ૧૦ થી ૧૧ બદામ પલાળીને રાખી દો. સવારે ઉઠીને તેમની છાલ ઉતારીને ખાઈ લો. તેનાથી તમારી આંખોની રોશનીમાં સુધારો આવી જશે.

ત્રિફળા

ત્રિફળા પેટ માટે તો ફાયદાકારક હોય જ છે સાથે સાથે તે આંખો માટે પણ ખૂબ જ લાભદાયક હોય છે. રાતના સમયે સુતા પહેલા ત્રિફળાના પાણીને પલાળીને રાખી દો. સવારે ઊઠીને તેના પાણીથી પોતાની આંખો ધોઈ નાખો તેનાથી તમારા આંખોની રોશનીમાં સુધારો થતો જોવા મળશે અને ખૂબ જ જલ્દી તમારા ચશ્મા પણ ઉતરી જશે.

દરરોજ કરો ગાજરનું સેવન

ગાજરમાં ભરપૂર માત્રામાં વિટામિન-એ, બી અને સી મળી આવે છે. તમે દરરોજ ગાજરને ખાઈ શકો છો અથવા તો તેનું જ્યૂસ કાઢીને પી શકો છો. તેનાથી તમારી આંખોની રોશનીમાં સુધારો આવશે.

સરસોનું તેલ

જો તમારી આંખો કમજોર થઈ ગઈ હોય તો રાતના સમયે સુતા પહેલા પોતાના પગના તળિયામાં સરસોનાં તેલથી માલિશ કરવું. આવું કરવાથી તમારી આંખો સ્વસ્થ રહે છે અને આંખોની રોશનીમાં પણ વધારો થાય છે.

વરિયાળીનું કરો સેવન

એક ચમચી વરીયાળી, બે બદામ અને અડધી ચમચી સાકર લઈને તેને સારી રીતે પીસી લો. આ મિશ્રણને દરરોજ રાતે સૂતા પહેલા દૂધની સાથે લઈ લો. થોડા જ સમયમાં તમારી આંખો સ્વસ્થ થઈ જશે.

ગ્રીન-ટી

ગ્રીન-ટી ઘણા બધા ગુણોથી ભરપૂર હોય છે. તેમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સિડેન્ટ હોય છે, જે આંખો માટે ફાયદાકારક હોય છે તેથી દરરોજ ૩-૪ કપ ગ્રીન-ટીનું સેવન કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *