જો તમે પણ કબજિયાતથી પરેશાન હોય તો અજમાવો આ ૭ ઉપાયો, પછી જુઓ ચમત્કાર

Posted by

કબજિયાત એ એક સામાન્ય સમસ્યા છે. પરંતુ કબજીયાતની સમસ્યા ભલે સાંભળવામાં નાની લાગતી હોય પરંતુ તે સ્વાસ્થ્ય સાથે જોડાયેલ ઘણી સમસ્યાઓને જન્મ આપે છે. ઘણીવાર તો કબજીયાતની સમસ્યા એટલી વધી જાય છે કે આપણે કંઈપણ કરવાની હાલતમાં રહેતા નથી.

તેવામાં ઘણીવાર રાહત મેળવવા માટે દવાઓનું પણ સેવન કરવું પડે છે જે આપણા સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે. તેથી આપણે ઘણીવાર ગેસ જેવી સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઘરેલૂ નુસ્ખાઓ શોધતા હોઈએ છીએ. તો ચાલો અમે તમને જણાવીએ અમુક ઘરેલુ ઉપાયોના વિશે. જે તમને કબજિયાતમાંથી રાહત અપાવશે.

કબજિયાતથી બચવા માટે ઘરેલુ અને આયુર્વેદિક ઉપાયો

  • ત્રિફલાનો પણ તમે કબજિયાત દૂર કરવા માટે ઉપયોગ કરી શકો છો. ત્રિફલાનું સેવન કરીને તમે કબજિયાતને દૂર ભગાવી શકો છો. ત્રિફલા એક ઔષધિ છે. ત્રિફલા શબ્દનો મતલબ છે ત્રણ ફળ. કબજિયાતથી રાહત મેળવવા માટે ત્રિફલાનો ઉપયોગ કરવો ખુબ જ સરળ છે. તેના માટે તમારે એક ચમચી ત્રિફલાને એક કપ ગરમ પાણીમાં ૧૦ મિનિટ સુધી રાખવાનું રહેશે ત્યારબાદ તેને પી લેવું. આ ઉપાય રાતે કરવો.
  • કબજિયાતથી બચવાની એક રીત એ પણ છે કે તમે વેટા પૈસિફાઈંગ ડાઈટ લો. ઠંડા પીણા અને પદાર્થોથી દૂર રહેવું. ગરમ ભોજન કરવું, હળવું ગરમ પાણી પીવું અને બાફેલા શાકભાજીનું સેવન કરવું.
  • એવા પણ ઘણા ફળો છે જે જલદી પચી જાય છે તો એવા ફળોનું સેવન કરવું જેને પચાવવું ખૂબ જ આસાન હોય. એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું કે દિવસમાં બપોરના અને રાતના ભોજનની વચ્ચે જ ફળનું સેવન કરવું. તમે કેળા ખાઈ શકો છો પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે તમારે પાકેલા કેળા જ ખાવા જોઈએ. કારણ કે તે કબજિયાતને દૂર કરવામાં ફાયદાકારક સાબિત થાય છે જ્યારે કાચા કેળા કબજિયાતને વધારી શકે છે.

  • સફરજન ખાઓ. સફરજન તમને કબજિયાતથી રાહત અપાવી શકે છે. સફરજનને ચાવી ચાવીને ખાવા જોઈએ.
  • સૂતા પહેલા ગરમ દૂધમાં એક ચમચી ઘી નાખીને પીવું જોઈએ. તેને કબજીયાત માટે એક સારો ઉપાય માનવામાં આવે છે.
  • પોતાના ભોજનમાં ફાઈબરને સામેલ કરો. ઓટ બ્રેન, વિટ બ્રેન, તાજા ફળો અને શાકભાજી ભોજનમાં સામેલ કરો. તે તમારા મળને હળવો કરશે.
  • રાતે સુતા પહેલા ૧ કપ આદુ વાળી ચા બનાવીને અને તેમાં બે ચમચી કૈસ્ટર ઓઇલ એટલે કે એરંડિયાનું તેલ ઉમેરીને પી લો. કૈસ્ટર ઓયલ હળવું લેક્સેટીવ હોય છે જે કબજિયાતમાં મદદગાર સાબિત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *