જો તમે પણ કલાકો સુધી કોમ્પ્યુટર સ્ક્રીનની સામે બેસીને કરી રહ્યા છો કામ તો રાખો આ સાવધાનીઓ

Posted by

આજના સમયમાં લગભગ જ કોઈ એવું ક્ષેત્ર હશે જ્યાં કોમ્પ્યુટર પર કામ થતું નહી હોય. તેવામાં આજકાલ દરેક વ્યક્તિને કોમ્પ્યુટર પર કામ કરવું પડે છે. અમુક લોકો તો પોતાનો વધારેમાં વધારે સમય કોમ્પ્યુટર સ્ક્રીન પર જ પસાર કરતાં જોવા મળે છે. તેવામાં તેમને આંખોની ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. લાંબા સમય સુધી કોમ્પ્યુટર પર કામ કરવાથી વ્યક્તિની આંખોમાં દુખાવો થવા લાગે છે. આંખોમાંથી પાણી નિકળવાની સામાન્ય સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.

શરૂઆતમાં જાણ થઈ શકતી નથી

એક શોધ દરમિયાન એ વાતનો ખુલાસો કરવામાં આવ્યો હતો કે ૮ ટકા કોમ્પ્યુટર ઉપયોગ કરવા વાળા લોકો દરરોજ આંખના દુખાવાની સમસ્યાથી પરેશાન રહે છે. સાથે જ તેમને સ્ટ્રેનનો પણ સામનો કરવો પડે છે. આંખો પર પડી રહેલા આ દબાણને મેડિકલના શબ્દોમાં એસ્થેનોપિયા કહેવામાં આવે છે. તે ખૂબ જ ઘાતક અને નુકસાનકારક હોય છે. અધ્યયન પરથી જાણવા મળ્યું છે કે શરૂઆતમાં તેમના વિશે યોગ્ય રીતે જાણ થઈ શકતી નથી પરંતુ સમયની સાથે તેમની સમસ્યાઓ વધવા લાગે છે.

બચી શકાય છે આંખોને થનારા નુકશાનથી

સમસ્યાઓ અને પરેશાનીઓ તે સમયે વધારે લાગવા લાગે છે જ્યારે તમે વધારે સમય કોમ્પ્યુટરનો ઉપયોગ કરી રહ્યા હોય. જો તમે પણ કોમ્પ્યુટર સ્ક્રીન પર જોઈને પોતાનો વધારે સમય પસાર કરો છો તો અમુક વાતોને ધ્યાનમાં રાખીને પોતાની આંખોને થનારા નુકશાનથી બચાવી શકાય છે. તમારે કોમ્પ્યુટર પર કામ કરતા સમયે આ વાતોનું ધ્યાન રાખવું પડશે. સાથે જ તેમને પોતાના રૂટિનમાં સામેલ કરવી પડશે.

કરો આ કામ

  • જ્યારે પણ તમે કોમ્પ્યુટર પર કંઈક વાંચો છો તો તેની સાઈઝ મોટી કરી લેવી, તેનાથી આંખો પર વધારે દબાણ પડતું નથી.
  • જ્યારે પણ તમે સતત સ્ક્રીન પર જુઓ છો તો તમે પોતાની આંખોને ઝબકાવવાનું ભૂલી જાવ છો, આ કારણથી આંખોનું પાણી સુકાઈ જાય છે તેથી કોમ્પ્યુટર પર કામ કરતા સમયે આઇ ડ્રોપ આંખોમાં જરૂર નાખવા જોઈએ.
  • તમારે પોતાના કોમ્પ્યુટર સ્ક્રીનની બ્રાઇટનેસ ઓછી કરીને રાખવી જોઈએ. વધારે બ્રાઇટનેસનાં કારણે પણ આંખોની ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
  • સતત કોમ્પ્યુટર સ્ક્રીન પર જોતા રહેવું ના જોઈએ. જો તમે સતત ૨૦ મિનિટ સુધી કોમ્પ્યુટર સ્ક્રીન પર જોઈને કામ કરો છો તો થોડા સમય માટે કોઈ બીજી જગ્યા પર પણ જોઈ લેવું જોઈએ.

  • રૂમની લાઇટ બંધ કરીને ક્યારેય પણ કોમ્પ્યુટર સ્ક્રીન પર કામ કરવું ના જોઈએ, તેનાથી સ્કીનની લાઈટ સીધી તમારી આંખો પર પડે છે.
  • કોમ્પ્યુટર પર કામ કરતા સમયે ખુરશીનો ઉપયોગ કરવો, જેમાં હાથ રાખવાનું સ્ટેન્ડ રહેલું હોય.
  • કોમ્પ્યુટર પર ઘાટા રંગના ફોન્ટનો ઉપયોગ કરવો અને બેકગ્રાઉન્ડ હળવા રંગનું હોવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *