જો તમે પણ પોતાનાં ઘરમાં સ્વર્ગવાસી માતા-પિતા કે કોઈ કુટુંબીઓની તસ્વીર લગાવી છે તો એકવાર જરૂર વાંચો અમારી આ માહિતી

Posted by

દાદા-દાદી, માતા-પિતા વગેરે જે આ દુનિયામાંથી જઇ ચુક્યા છે, તેઓ પિતૃઓ કે પુર્વજ કહેવાય છે. તેમનાં ચાલ્યા ગયા બાદ માત્ર તેમની યાદો જ રહી જાય છે, જેમનો દિલ સાથે ગાઢ સંબંધ હોય છે. મોટાભાગનાં લોકો પુર્વજોનાં ફોટાને પુજા ઘરમાં રાખીને તેમની પુજા કરે છે. હકિકતમાં શાસ્ત્ર અનુસાર તેને ખોટુ માનવામાં આવે છે. પુર્વજો પણ દેવતાઓ સમાન હોય છે પરંતુ દેવતાઓનાં સ્થાન પર તેમની તસ્વીરો ના રાખવી જોઈએ. આવું કરવાથી દેવતા નારાજ થઈ જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પુર્વજોની તસ્વીરોને ઘરમાં જરૂર રાખવી જોઈએ કારણકે આવું કરવાથી તેમના આશીર્વાદ હંમેશા આપણા પર રહે છે પરંતુ તેનાં માટે અમુક નિયમોં હોય છે, જેનાં પર અમલ કરવાથી તમે પુર્વજો અને દેવતાઓની કૃપા મેળવી શકો છો.

પિતૃઓની તસ્વીર અહિયાં પર લગાવવાથી થાય છે ક્લેશ

વાસ્તુશાસ્ત્ર અનુસાર પિતૃઓની તસ્વીર ભુલથી પણ ઘરનાં બ્રહ્મ અર્થાત મધ્ય સ્થાન પર, બેડરૂમ કે પછી કિચનમાં ના લગાવવી જોઈએ. આવું કરવાથી પુર્વજોનું અપમાન થાય છે અને ઘરમાં પારિવારિક કલેશ વધી જાય છે. સાથે જ સુખ-સમૃદ્ધિમાં કમી આવે છે.

અહીં તસ્વીર લગાવવાથી લાગે છે દેવદોષ

શાસ્ત્રોમાં ઘરનાં મંદિરમાં પિતૃઓની તસ્વીરો લગાવવી વર્જિત જણાવવામાં આવી છે. પિતૃઓની તસ્વીરોને દેવી-દેવતાઓની સાથે રાખવાથી દેવતાઓ નારાજ થાય છે અને દેવદોષ લાગે છે. શાસ્ત્રમાં પિતૃઓ અને દેવતાઓનાં સ્થાન અલગ-અલગ જણાવવામાં આવ્યા છે કારણકે પિતૃ દેવતા સમાન જ સમર્થવાન અને આદરણીય છે. એક જગ્યાએ બંનેને રાખવાથી કોઈનાં પણ આશીર્વાદનું શુભ ફળ પ્રાપ્ત થતું નથી.

સુખ-સમૃદ્ધિને થાય છે નુકશાની

ઘરમાં ક્યારેય પણ તે સ્થાન પર પિતૃઓની તસ્વીરો ના લગાવવી જોઇએ જ્યાં આવતા જતા નજર પડે. મોટાભાગનાં લોકો ભાવુકતામાં આવું જ કરે છે, જેનાં લીધે તેમનાં મનમાં નિરાશાનો ભાવ ઉત્પન્ન થઈ જાય છે. સાથે જ દક્ષિણ અને પશ્ચિમ દિવાલ પર પણ તસ્વીર ના લગાવવી જોઈએ. આવું કરવાથી સમૃદ્ધિને હાનિ થવા લાગે છે.

સ્વાસ્થ્ય પર પડે છે નકારાત્મક પ્રભાવ

પિતૃઓની તસ્વીરોને ક્યારેય પણ જીવિત લોકો સાથે ના લગાવવી જોઈએ. આવું કરવું શુભ માનવામાં આવતું નથી. માન્યતા છે કે જે જીવિત વ્યક્તિ સાથે પિતૃઓની તસ્વીરો હોય છે. તેમનાં પર નકારાત્મક પ્રભાવ પડે છે. સાથે જ તેમનાં આયુષ્યમાં પણ ઘટાડો આવે છે અને જીવન જીવવાનાં ઉત્સાહમાં પણ કમી થવા લાગે છે. તે વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર થઈ શકે છે.

આ દિશામાં તસ્વીર લગાવવી ઉત્તમ

વાસ્તુશાસ્ત્ર અનુસાર પિતૃઓની તસ્વીરોને હંમેશા ઉત્તર દિશાની દિવાલ પર લગાવો, જેથી તેમની દૃષ્ટિ દક્ષિણ દિશા તરફ રહે. દક્ષિણ દિશા યમની દિશા માનવામાં આવે છે. તેનાથી અકાળ મૃત્યુ અને સંકટથી બચાવ થાય છે. સાથે જ તમે ઉત્તરી ભાગનાં રૂમમાં ઈશાન કોણ (ઉત્તર-પુર્વ) કે પછી એવા સ્થાન પર તસ્વીર લગાવો, જે દિશા દોષથી મુક્ત હોય.

આ રીતે ના રાખો પિતૃઓની તસ્વીર

પિતૃઓની તસ્વીરોને ક્યારેય પણ લટકાવીને ના રાખવી જોઈએ. તેમની તસ્વીરોને રાખવા માટે અલગથી એક લાકડાનું સ્ટેન્ડ બનાવી લેવું જોઈએ. ધ્યાન રાખવું કે ક્યારેય પણ પુર્વજોની એક થી વધારે તસ્વીરો ના હોવી જોઈએ અને તેમનાં પર ક્યારેય પણ અતિથિની નજર ના પડે. આવું કરવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે.