જો તમને પણ આવે છે ખરાબ સપના તો અપનાવો આ ઉપાયો, ખૂબ જ જલ્દી મળી જશે છુટકારો

Posted by

જ્યારે પણ રાતે આંખો બંધ થાય છે તો કોઈને કોઈ સપનું જરૂર આવે છે. ઘણીવાર આ સપનું ખૂબ જ સારું હોય છે તો ઘણીવાર ખૂબ જ ખરાબ હોય છે. ખરાબ સપના હંમેશા આપણી ઊંઘ ખરાબ કરી નાખે છે. અમુક સપના તો એટલા વધારે ખરાબ હોય છે કે આપણને આખી રાત ડરના લીધે ઊંઘ આવતી નથી. તેવામાં ઘણા લોકો આ ખરાબ સપનાઓથી પરેશાન રહે છે. તેવામાં આજે અમે તમને આ ખરાબ સપનાઓથી છુટકારો મેળવવાના ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ.

ખરાબ સપનાથી છુટકારો મેળવવાના ઉપાય

અગ્નિ પુરાણના અનુસાર જ્યારે તમે ખરાબ સપના જુઓ છો તો તમારી આંખો ખુલી જાય છે તો તમારે આ સ્થિતિમાં તરત જ સુઈ જવું જોઈએ. આવું કરવાથી તે સપનું તમારા મગજમાંથી જલ્દી નિકળી જાય છે અને તમે આખી રાત તેમના વિશે વિચારીને પરેશાન થતા નથી.

સ્વપ્ન શાસ્ત્રના અનુસાર વ્યક્તિ સારા કે ખરાબ સપના પોતાના કર્મોના અનુસાર જુએ છે. તેવામાં જો તમે બ્રાહ્મણોની સેવા અને દાન કરો છો તો આ ખરાબ કર્મોથી છુટકારો મેળવી શકાય છે. આવી રીતે તમને ખરાબ સપના આવવાના પણ બંધ થઈ જશે.

ઘરમાં વાસ્તુદોષ હોવાના કારણે સ્વપ્નદોષ પણ થઈ જાય છે. તે કારણથી તમને રાતે ખરાબ સપના જોવા પડે છે. આ ખરાબ સપનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગે છે. તેથી તે જરૂરી છે કે તમે સૌથી પહેલા પોતાના ઘરનો વાસ્તુદોષ યોગ્ય કરો. તેના માટે વાસ્તુ નિયમના અનુસાર ઘરમાં ચીજો રાખો અને એક હવન પણ કરાવી લો. તેનાથી વાસ્તુ દોષ અને સ્વપ્નદોષ બંને જ દૂર થઈ જશે.

જો તમને કોઈ ખરાબ સપનું આવે તો તેમના વિશે વધારે વિચારવું નહી અને પ્રયાસ કરવો કે તમે તેને ખૂબ જ જલ્દી ભૂલી જાઓ. જો તમે તેમના વિશે જ વિચારતા રહેશો તો માનસિક તણાવ પણ વધી જશે, જે તમારા સ્વાસ્થ્ય માટે સારું રહેશે નહી. તેથી ખરાબ સપનાને બસ એક સપનું બનીને ભૂલી જવામાં જ સારું રહેશે.

એવી માન્યતા છે કે જો તમે દરરોજ વહેલી સવારે સૂર્યદેવને અર્ધ્ય આપો અને તેમની નિયમિત આરાધના કરો તો ખરાબ સપનામાંથી મુક્તિ મળી જાય છે. સૂર્યદેવનાં આશીર્વાદથી તમારા અંદર એટલી સકારાત્મક ઉર્જા આવી જાય છે કે નકારાત્મક ઉર્જાથી ભરપુર સપનાઓ તમારી આસપાસ પણ ફરકતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *