જો તમને પણ માસિક ધર્મ પહેલા થાય છે ખૂબ જ દુખાવો તો થઈ જાઓ સાવધાન, હોઈ શકે છે આ ગંભીર બિમારી

સ્ત્રીઓને માસિક સ્ત્રાવ દરમિયાન પેટમાં ખૂબ જ દુખાવો, ખેંચાણ અને માથાના દુખાવાની સમસ્યા થવી સામાન્ય વાત છે. પરંતુ અમુક મહિલાઓને માસિક ધર્મ શરૂ થવાના બે દિવસ પહેલા જ આ સમસ્યાઓ શરૂ થઈ જતી હોય છે. ડોક્ટર કહે છે કે માસિક ધર્મ પહેલાં જ આ સમસ્યાઓનું શરૂ થઈ જવું સારા સંકેત હોતા નથી. પીડાથી ભરેલા માસિક ધર્મને ડીસમેનોરિયલ કહેવામાં આવે છે પરંતુ ૯૦ ટકા મહિલાઓને યુટ્રેસમાં ખેંચાણનાં લીધે આ સમસ્યા થતી હોય છે.

જાણો માસિક ધર્મમાં શા માટે થાય છે ખૂબ જ દુખાવો

હકીકતમાં યુટ્રેસ જ્યારે સ્નાયુઓને સંકુચિત કરવાની પ્રક્રિયા શરૂ કરે છે તો પ્રોસ્ટાગ્લેડીન હાર્મોન રિલીઝ કરે છે. આ દરમિયાન ગર્ભાશયમાંથી ગાંઠા પણ બહાર નીકળવા લાગે છે અને અસહ્ય દુખાવો શરૂ થઈ જાય છે. જોકે ઘણીવાર તેનું કારણ ફાઇબ્રોએડ અને એંડોમેટ્રીયોસિસ પણ હોઈ શકે છે.

માસિક ધર્મ પહેલા શા માટે થાય છે દુખાવો

મોટાભાગની યુવતીઓના મનમાં એક શંકા રહે છે કે તેમને માસિક ધર્મ પહેલા શા માટે દુખાવો થાય છે. વળી અમુક યુવતીઓ તેને પ્રી-માસિક ધર્મ પેઇન સમજીને ઇગ્નોર કરી દેતી હોય છે. પરંતુ તે તમારા માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. જણાવી દઈએ કે માસિક ધર્મ પહેલા દુખાવો થવાના અમુક બીજા કારણ પણ હોઈ શકે છે.

  • ઘણીવાર ૨૦ વર્ષથી ઓછી ઉંમરની યુવતીઓને માસિક ધર્મ પહેલા દુખાવો થાય છે.
  • જો તમે વધારે સ્મોકિંગ કરો છો તો માસિક ધર્મ પહેલા તમારે ખૂબ જ દુખાવા સામે ઝઝૂમવું પડી શકે છે.
  • ૧૧ વર્ષની ઉંમરમાં પ્યુબર્ટીનું ના હોવું.

આ કારણથી પણ થાય છે માસિક ધર્મ પહેલા ખૂબ જ દુખાવો

પ્રીમેંસ્ટુઅલ સિન્ડ્રોમ એક સામાન્ય સ્થિતિ છે. તેમાં માસિક ધર્મથી ઠીક એક કે બે દિવસ પહેલા શરીરના હાર્મોન્સ ઝડપથી બદલવા લાગે છે અને મહિલાઓને ખૂબ જ દુખાવાનો સામનો કરવો પડતો હોય છે.

એંડોમેટ્રિયોસિસ

  • એંડોમેટ્રિયોસિસનાં કારણે યુટ્રેસથી સેલ્સ શરીરના અન્ય ભાગમાં જવા લાગે છે અને માસિક ધર્મ પહેલા ખૂબ જ દુખાવાનો સામનો કરવો પડે છે.
  • યુટ્રેસ માં ફાઈબ્રોએડ
  • જો કોઇ મહિલાના ગર્ભાશયમાં ટ્યુમર હોય તો તે પણ ખૂબ જ દુખાવો અને અસમાન માસિકધર્મનું પણ એક કારણ છે. આ સ્થિતિમાં તમારે ચિકિત્સકીય સલાહ જરૂર લેવી જોઈએ.

જાણો શું છે દુખાવાનો ઈલાજ

  • જો તમે પણ માસિક ધર્મ પહેલા અસહ્ય દુખાવાનો સામનો કરી રહ્યા હોય તો ડોક્ટરને જરૂર મળવું જોઈએ અને તેમની સલાહથી દુખાવાને ઓછો કરવા માટે પેઇનકિલર લઇ શકો છો. તેના સિવાય ઘરેલુ ઉપાયોની વાત કરીએ તો પીઠમાં હીટિંગ પેડ રાખીને પણ માસિક ધર્મના દુખાવાને ઓછો કરી શકાય છે.
  • સરસોનાં તેલને હૂંફાળું ગરમ કરી લો અને તેનાથી પેલ્વિક એરીયા કે પેટની માલિશ કરો. તેના સિવાય ગરમ પાણીથી સ્નાન કરવાથી પણ માસિક ધર્મના દુખાવામાં રાહત મળે છે.
  • જો તમે સતત અસહ્ય માસિક ધર્મના દુખાવા સામે ઝઝૂમી રહ્યા હોય તો નિયમિત એક્સરસાઈઝ કરો અને હેલ્ધી ડાયટ લો. તેનાથી દુખાવો ઓછો કરી શકાય છે.

ખૂબ જ દુખાવો બની શકે છે ઇન્ફર્ટિલિટીનું કારણ

ઘણી મહિલાઓને માસિક ધર્મ પહેલા પેલ્વિક એરિયામાં ખૂબ જ દુખાવાની ફરિયાદ રહેતી હોય છે. હકીકતમાં તે ઇન્ફેકશનનો સંકેત હોય છે. તેવામાં તમારે ગાયનોલોજીસ્ટ ડોક્ટરને જરૂર મળવું જોઈએ. એવું એટલા માટે કારણ કે જો સમય રહેતા તેનો ઇલાજ કરવામાં ના આવે તો તે ઇન્ફર્ટિલિટીનું કારણ બની શકે છે.