જો તમને પણ મુસાફરી દરમિયાન ઉબકા કે ઉલ્ટી થતી હોય તો અપનાવો આ ઘરેલુ ઉપાયો, તરત જ મળી જશે છુટકારો

ઘણા લોકોને હરવા-ફરવાનો ખૂબ જ શોખ હોય છે પરંતુ મુસાફરી દરમિયાન થનાર ઉલ્ટીઓના કારણે તેમના શોખ પર પાણી ફરી જાય છે. તેથી આ લોકો બસ કે ગાડીમાં મુસાફરી કરવાથી ડરે છે અને બહાર ફરવા જઈ શકતા નથી. તેવામાં જો તમને પણ મુસાફરી દરમિયાન ઉબકા કે ઉલ્ટી જેવી સમસ્યા રહેતી હોય તો આજે અમે તમને અમુક એવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ, જેના લીધે તમારી મુસાફરી એકદમ ખુશનુમા અને આરામદાયક થઈ જશે. તો ચાલો જાણી લઈએ આખરે તે કયા ઉપાયો છે કે જેના લીધે તમને મુસાફરી દરમિયાન ઉલ્ટી કે ઉબકા જેવી સમસ્યાઓમાંથી છુટકારો મળી શકે છે.

આદુ

આદુમાં આમ તો ઘણા પ્રકારના ઔષધીય ગુણો મળી આવે છે, જેના લીધે શરદી, ઉધરસ અને તાવ ચપટી વગાડતાં જ દૂર થઈ જાય છે. વળી આદુ મુસાફરી દરમિયાન થતી ઉલ્ટીઓથી પણ તમને બચાવે છે. હકીકતમાં આદુમાં એંટીમેટિક તત્વ મળી આવે છે. જેના લીધે મુસાફરીમાં થનાર ઉલ્ટીઓ અને ચક્કરથી બચી શકાય છે. તેવામાં જો તમને બસ કે ગાડીમાં મુસાફરી કરવા દરમિયાન ઉબકા કે ઉલ્ટી જેવી સમસ્યા થતી હોય તો આદુની ગોળીઓનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો સંભવ હોય તો કાચો આદુ મુસાફરી દરમિયાન પોતાની સાથે રાખવો અને ગભરામણ થાય તો તરત જ આદુનો એક ટુકડો ચૂસી લેવો.

લીંબુ

લીંબુ પણ તમને ઉલ્ટી અને ચક્કર જેવી સમસ્યાઓમાંથી રાહત અપાવવામાં કારગર છે. હકીકતમાં લીંબુમાં સાઇટ્રિક એસિડ મળી આવે છે, જે ઉલ્ટી રોકવામાં મદદગાર છે. તેવામાં યાત્રા કરતા પહેલા એક કપ ગરમ પાણીમાં એક લીંબુનો રસ અને સંચળ ભેળવીને તેનું સેવન કરી લો. જો તમને સંચળ પસંદ ના હોય તો મધ ઉમેરીને પણ પી શકો છો. જેના લીધે મુસાફરી દરમિયાન થતી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે અને તમારી મુસાફરી આરામદાયક રહેશે.

લવિંગ

મુસાફરી દરમિયાન ઉબકા કે ઉલ્ટીથી તમે પરેશાન રહેતા હોય તો લવિંગ તમારા માટે રામબાણ છે. જો તમે કોઈ જગ્યાએ બસ કે કારમાં લાંબી મુસાફરી કરી રહ્યા હોય અને તમને ગભરામણ મહેસૂસ થવા લાગે તો તરત જ એક લવિંગ મોઢામાં રાખી દો. તેનાથી તમારી બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે. પરંતુ ખાસ ધ્યાન રાખવું કે લવિંગને ક્યારેય પણ ચાવવું નહી. તેને ફક્ત મોઢામાં રાખીને ચૂસવું. આવું કરવાથી થોડા જ સમયમાં તમને ઉબકા અને ઊલ્ટી જેવી સમસ્યામાંથી રાહત મળી જશે.

અજમા

આમ તો અમુક લોકોને અજમાની સુગંધ પસંદ હોતી નથી પરંતુ અજમાથી ઉલ્ટી થવાની સમસ્યાને ખતમ કરી શકાય છે. હકીકતમાં અજમા માં અમુક એવા ગુણ રહેલા હોય છે, જેનાથી ઉલ્ટીઓ થતી નથી. કપૂર, ફુદીનો અને અજમાને મિક્સ કરી દો. ત્યારબાદ તેને તડકામાં સૂકવવા માટે રાખી દો. ત્યારબાદ તેને કોઈ ડબ્બીમાં બંધ કરીને મુસાફરી દરમિયાન પોતાની સાથે લઈ લો અને ઉલ્ટી કે ચક્કર આવવા પર તરત જ તેનું સેવન કરી લો.

તુલસીનાં પાન

જો તમે બસ કે કારમાં લાંબી મુસાફરીમાં જઈ રહ્યા હોય અને તમને ઉલ્ટીની સમસ્યા રહેતી હોય તો તુલસીનાં પાન પોતાની સાથે રાખવાનું ભૂલવુ નહી. મુસાફરી દરમિયાન ક્યારેય પણ ઉલ્ટી જેવું મહેસૂસ થવા લાગે તો તુલસીના પાન મોઢામાં રાખી દો. જો તમને તુલસીના પાન પસંદ ના હોય તો તમે તુલસીના પાનનો રસ કાઢીને પણ પોતાની સાથે રાખી શકો છો. તેનાથી યાત્રા દરમિયાન આવતી સમસ્યાઓથી બચી શકાય છે.