જો તમને પણ પ્રાઇવેટ અંગોમાં ખંજવાળ કે ઇન્ફેક્શનની સમસ્યા રહેતી હોય તો જરૂરથી વાંચો

Posted by

પ્રાઇવેટ પાર્ટમાં ખંજવાળ કે ઇન્ફેક્શન હોવું એક ખૂબ જ ભયંકર બિમારીની તરફ સંકેત કરે છે. જે કોઈને પણ આ સમસ્યા ઉત્પન્ન થાય છે તેમના માટે ખૂબ જ તકલીફ વાળી વાત હોય છે. તમારે શરમ વગર આ તકલીફને નજરઅંદાજ કરવી નહી. જો તમે આ સમસ્યાને નજરઅંદાજ કરો છો તો તમારે આવનાર સમયમાં ખૂબ જ ભારે માત્રામાં નુકસાન ઉઠાવવું પડી શકે છે. તેથી જેટલું બની શકે આ સમસ્યાની દવા કરાવવી જોઇએ કારણકે તે જલ્દી ઠીક થતું નથી. જો તમે બહાર ના જવા માંગતા હોય તો આજે અમે તમારા માટે ઘરમાં જ આયુર્વેદિક ઉપાયોનાં વિશે જણાવીશું. જેનાથી તમે પોતાના પ્રાઈવેટ અંગોમાં થયેલ ઇન્ફેક્શન અને ખંજવાળને સમાપ્ત કરી શકો છો.

તમને જણાવી દઇએ કે આ સમસ્યા ફક્ત ૧૦ દિવસમાં જ જડમૂળમાંથી ખતમ થઇ જશે. પ્રાઇવેટ અંગોમાં ખંજવાળ અને ઈન્ફેક્શન થવાના કારણે તમે પોતાના આ પ્રાઇવેટ અંગોનું ધ્યાન રાખી શકતા નથી અને ત્યાં ગંદકી ઉત્પન્ન થઇ જાય છે કે પછી તમે સફાઈ કરતા નથી ત્યારે આ સમસ્યા ઉત્પન્ન થાય છે. તેનું મુખ્ય કારણ આ અંગોનું સાફ ના રહેવું અને પરસેવો આવવો હોય છે.

ખંજવાળ અને ઇન્ફેક્શનને દૂર કરવાનો ઉપાય

લીમડાના ગુણકારી અને આયુર્વેદિક ફાયદાઓનાં વિશે તો તમે બધા જ લોકોએ સાંભળ્યું હશે. લીમડાની અંદર એવા એંટીબેક્ટેરિયલ ગુણ રહેલા હોય છે જે ઘણા પ્રકારના ફંગસ, ખંજવાળ તથા હાનિકારક સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે. તેથી આયુર્વેદ વિજ્ઞાનમાં પણ લીમડાને ઔષધીનો દરજ્જો આપવામાં આવ્યો છે. આયુર્વેદના અનુસાર ૧૦૬ બિમારીઓનો નાશ કરવાની ક્ષમતા લીમડાની અંદર મળી આવે છે. ઉપચારને બનાવવા માટે થોડા લીલા અને તાજા લીમડાના પાન લેવા અને તેને પાણીમાં નાખીને ૩૦ મિનિટ સુધી ઉકાળો. પાણી ઉકળી ગયા બાદ તેમને ઠંડુ કરી લો, ત્યારબાદ જે જગ્યા પર તમને ઇન્ફેક્શનની સમસ્યા છે તે ભાગને ધોઈ લો અને બજારમાંથી લીમડાનું તેલ ખરીદીને લઇ આવો અને સમસ્યા વાળી જગ્યા પર લગાવી લો. જો તમે નિયમિત રૂપથી ૧૫ દિવસ આવું કરો છો તો આ સમસ્યા જડમૂળમાંથી ખતમ થઇ જશે અને બીજીવાર ભવિષ્યમાં ક્યારેય પણ નહી થાય.

ખંજવાળ અને ઈન્ફેક્શન દરમિયાન રાખવી જોઈએ આ સાવધાનીઓ

  • જો તમને પણ પોતાના પ્રાઈવેટ અંગોમાં આ સમસ્યા હોય તો તે જગ્યા પર સાબુ બિલકુલ પણ ના લગાવવો, નહિતર તેમનું નુકસાન તમારે ભોગવવું પડી શકે છે અને સમસ્યા વધારે જટિલ થઈ શકે છે.
  • આ સમસ્યા દરમિયાન તમારે કોઈપણ એવી વસ્તુનું વધારે સેવન ના કરવું જોઈએ, જેમાં વધારે પ્રમાણમાં મસાલો હોય કે પછી વધારે તેલનો ઉપયોગ થયો હોય.
  • આ સમસ્યાથી પીડિત વ્યક્તિને વધારે ખાટું અને મીઠું બિલકુલ પણ ખાવું ના જોઈએ, નહિતર આ સમસ્યામાં વધારો થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *