જોધા અકબર થી લઈને લગાન સુધી, શાહરૂખ ખાને રિજેક્ટ કરેલી છે આ ૫ બ્લોક બસ્ટર ફિલ્મો

બોલીવુડના કિંગ શાહરુખ ખાનને પોતાની ફિલ્મો દ્વારા દુનિયાભરમાંથી ફેન્સનો પ્રેમ મળ્યો છે. પોતાની ૨૮ વર્ષની કારકિર્દીમાં કિંગખાને ઘણી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે તે દરમિયાન તેમણે ઘણી ફિલ્મોને રિજેક્ટ પણ કરી હતી જેમને અન્ય સ્ટાર સાથે બનાવવામાં આવી અને તે ફિલ્મો બ્લોક બસ્ટર સાબિત થઈ. જેને લઇને આજે અમે તમને આ લેખમાં કિંગ ખાનની અમુક ફિલ્મોના નામ જણાવીશું કે જેને શાહરૂખ ખાને રિજેક્ટ કરી હતી પરંતુ તે ખૂબ જ મોટી હીટ સાબિત થઈ હતી.

લગાન

તમને આશ્ચર્ય થશે પરંતુ ફિલ્મ લગાન માટે શાહરુખ ખાન ડાયરેક્ટર આશુતોષ ગોવારીકરની પહેલી પસંદ હતા. શાહરૂખ ખાને મનાઇ કર્યા બાદ આ ફિલ્મ આમિર ખાનને ઓફર થઈ હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ફિલ્મની કહાનીથી પહેલા ખુદ આમિરખાન પણ ખુશ હતા નહોતાં.

મુન્નાભાઈ એમબીબીએસ

શાહરૂખ ખાનના ફેન્સને લગભગ જ એ વાતની જાણ હશે કે ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસમાં સંજય દત્તનું પાત્ર પહેલા શાહરુખ ખાનને ઓફર થયેલ હતું. જો કે તેમણે આ ફિલ્મ માટે હા પણ કરી દીધી હતી પરંતુ એક ઈજા થવાના કારણે તેમણે આ ફિલ્મમાંથી બહાર થવું પડ્યું. ત્યારબાદ આ ફિલ્મ સંજય દત્તને મળી અને આપણે બધા જ જાણીએ છીએ કે આ ફિલ્મે તેમની કારકિર્દીને ક્યાં સુધી પહોંચાડી દીધી.

રંગ દે બસંતી

આ ફિલ્મમાં શાહરુખ ખાનને એરફોર્સ પાયલોટની ભૂમિકા ઓફર થઈ હતી. જેને બાદમાં આર.માધવને ભજવી હતી. ખબરોનું માનીએ તો શાહરૂખ ખાન પોતે પણ આ પાત્ર ભજવવા માટે ઉત્સુક હતા પરંતુ તારીખના કારણે તે આ ફિલ્મ કરી શક્યા નહોતા.

જોધા અકબર

ફિલ્મ જોધા અકબર માટે આશુતોષ ગોવારીકરની પહેલી પસંદ શાહરુખ ખાન હતાં. પરંતુ કિંગ ખાને આ ઓફરને રિજેક્ટ કરી હતી. બાદમાં અકબરની ભૂમિકા ઋત્વિક રોશનને મળી હતી અને ફેન્સને તેમની એક્ટિંગ ખૂબ જ પસંદ આવી હતી.

૩ ઇડિયટ્સ

મુન્નાભાઈ એમબીબીએસ બાદ રાજકુમાર હિરાણી શાહરુખ ખાન પાસે ૩ ઈડિયટ્સની ઓફર લઈને ગયા હતા પરંતુ તે સમયે શાહરુખ ખાનની પાસે ઘણી ફિલ્મો હતી. જેના કારણે તેમની પાસે તારીખ નહોતી. શાહરુખ ખાને મનાઈ કર્યા બાદ આ ફિલ્મ આમિર ખાનને મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરનારી પહેલી હિંદી ફિલ્મ હતી.