જોરજોરથી હસવાના લાખો રૂપિયા લે છે અર્ચના પુરન સિંહ, આટલી હોય છે તેમની એક એપિસોડની ફી

Posted by

ટીવીના સૌથી પ્રસિદ્ધ શો માં કોમેડિયન કપિલ શર્માનો શો “ધ કપિલ શર્મા શો” પણ સામેલ છે. આ શો જ્યારે પણ કોઈ દર્શક જોવે છે તો હસી-હસીને તેમની હાલત ખરાબ થઈ જતી હોય છે. આજે ભારતની સાથે સાથે દુનિયાભરમાં કપિલ શર્માનો શો જોવામાં આવે છે અને લોકો આ શો ને ખૂબ જ પ્રેમ પણ આપે છે. સાથે જ તેમના કલાકારો પણ ઘણીવાર ચર્ચાનો વિષય બનતા રહે છે. વળી શો ની જજ અર્ચના પુરન સિંહનો પણ કોઈ જવાબ નથી. અર્ચનાનો હસવા વાળો અંદાજ આ શો ને એક અલગ સ્તર પર લઈ જાય છે.

તમે પણ જોયું હશે કે કોઈપણ પંચ, જોક્સ વગેરે પર અર્ચના પુરણ સિંહ જોરજોરથી હસે છે અને ઘણીવાર તો તેમનું હાસ્ય જ આખું વાતાવરણ અલગ જ બનાવી દે છે. જ્યાં આ શો ના કલાકારો એક એપિસોડ માટે લાખો રૂપિયાની ફી ચાર્જ કરે છે તો વળી અર્ચના પણ કલાકારોથી પાછળ રહેતી નથી. તેમને પણ તેમના કામ માટે આ શો મોટી રકમ ચૂકવે છે. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ કે આખરે અર્ચના પુરન સિંહ એક એપિસોડ માટે કેટલી ફી વસૂલ કરે છે.

કલાકારોને ચિયર અપ કરનારી અર્ચના હંમેશાથી જ ચર્ચામાં રહે છે. તેમનું ગળા ફાડ હાસ્યનાં પણ લાખો લોકો દિવાના છે. ઘણીવાર તો તે પોતાના જોરદાર હાસ્યનાં લીધે લોકોનું ખૂબ જ મનોરંજન કરતી જોવા મળે છે. કપિલનાં શો માં પણ તેમનું આ કામ દર્શકોને ખુબ જ પસંદ આવે છે. અર્ચનાની ફી ની વાત કરવામાં આવે તો તે એક એપિસોડ માટે ૧૦ લાખ રૂપિયાની ભારે ભરખમ ફી વસૂલ કરે છે. જોકે તેમની આ ફી શો નાં પૂર્વ જજ નવજોત સિંહ સિદ્ધુથી ખૂબ જ ઓછી બતાવવામાં આવી છે.

ઘણા મીડિયા રિપોર્ટમાં અર્ચનાને આટલી ફી મળવાનો દાવો કરવામાં આવ્યો છે તો વળી સિંધુની ફી ની વાત કરવામાં આવે તો તેમને એક એપિસોડ માટે ૨૫ લાખ રૂપિયાની ભારે રકમ ફી ના રૂપમાં આપવામાં આવતી હતી. તમને જણાવી દઈએ કે સિદ્ધુ ના આ શો માંથી ગયા બાદ અર્ચના પુરન સિંહ એ તેમની ખુરશી સંભાળી લીધી છે. જે રીતે સિદ્ધુ કપિલ શર્મા શો ના એક મુખ્ય અંગ માનવામાં આવતા હતા, બસ તે રીતે જ હવે અર્ચના પણ આ શો નો એક મુખ્ય ચહેરો બની ચૂકી છે.

અર્ચનાની મોટા પડદાથી લઈને નાના પડદા સુધીની સફર

આજે જ્યારે નાના પડદા પર અર્ચના પુરન સિંહ પોતાનો જલવો બતાવતી નજર આવે છે, તો તે પહેલાં મોટા પડદા પર પણ પોતાનો જલવો અદાકારના રૂપમાં બતાવી ચૂકી છે. ૫૮ વર્ષની અર્ચના પુરન સિંહએ હિન્દી સિનેમાની ઘણી ફિલ્મોમાં સપોર્ટીંગ રોલ તરીકે કામ કર્યું છે. જણાવી દઈએ કે અર્ચના સિંહએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ ૧૯૯૩માં કરી હતી. ૧૯૯૩માં તે પહેલીવાર નાના પડદા પર જોવા મળી હતી. આ દરમિયાન તેમણે ઝી ટીવીના શો “વાહ ક્યા સીન હૈ” માં કામ કર્યું હતું. જણાવવામાં આવે છે કે આ શો ખૂબ જ હિટ રહ્યો હતો અને દર્શકોએ તેમના કામની ખુબ જ પ્રશંસા પણ કરી હતી.

“વાહ ક્યા સીન હૈ” શો ના હિટ થયા બાદથી અર્ચના પુરન સિંહ ચર્ચામાં આવી ગઇ હતી. ત્યારબાદ તેમણે ક્યારેય પાછળ ફરીને જોયું નથી. તેમના કિસ્મતની ગાડી ત્યારબાદ ચાલી પડી અને ત્યારબાદ તે એક પછી એક બે શો “જાને ભી દો પારો”, “શ્રીમાન-શ્રીમતી” માં જોવા મળી હતી. આ શો થી પણ તે પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી હતી. અર્ચના આગળ જઈને વર્ષ ૨૦૦૫ માં “નચ બલિયે” માં કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળી હતી. તેમને એક સારા ડાન્સરનાં રૂપમાં પણ ઓળખવામાં આવે છે અને તેમણે દેશ-દુનિયાનાં લોકોને અહીયા પોતાના ડાન્સથી પરિચિત કરાવ્યા હતા. આ શો નો ભાગ તેમના પતિ પરમીત શેટ્ટી પણ હતા. ત્યારપછીના વર્ષે ૨૦૦૬માં ડાન્સિંગ બેસ્ડ રિયાલિટી શો “ઝલક દિખલા જા” માં હોસ્ટના રૂપમાં નજર આવી હતી.

અર્ચના સિંહે ત્યારબાદ સોની ના શો “કોમેડી નાઇટ્સ સર્કસ” માં જજના રૂપમાં જોવા મળી હતી અને ત્યાં પણ તેમણે લોકોને પોતાના હાસ્યનાં લીધે આકર્ષિત અને પ્રભાવિત કર્યા હતા. જોકે લાંબા સમયથી અર્ચના “ધ કપિલ શર્મા શો” નો હિસ્સો બની ચૂકી છે. અર્ચના બોલિવૂડની ઘણી પ્રમુખ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તેમાં રાજા હિન્દુસ્તાની, જલવા, દે ધનાધન, એન્ટરટેનમેન્ટ જેવી ઘણી બધી ફિલ્મો સામેલ છે. તેમણે અક્ષય કુમાર, અનુપમ ખેર, નસરુદ્દીન શાહ જેવા મોટા કલાકારોની સાથે કામ કર્યું છે. તે નાના પડદાની સાથે જ બોલિવૂડમાં પણ પોતાની એક ખાસ ઓળખાણ બનાવી ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *