૪૦૦ વર્ષ જુના મંદિરમાં અડધી રાતે માતાજીની મુર્તિઓ કરે છે એકબીજા સાથે વાત, રિસર્ચ બાદ વૈજ્ઞાનિકો પણ છે આશ્ચર્યચકિત

ભારત મંદિરનો દેશ રહ્યો છે અને અહીં ઘણા એવા ઐતિહાસીક મંદિર છે. જ્યાં થનાર ચમત્કાર જનમાનસ માટે તો રહસ્ય રહ્યું જ છે સાથે સાથે વૈજ્ઞાનિકો માટે પણ રહસ્ય બની ગયેલ છે. તો ચાલો આજે તમને એક એવા મંદિર વિશે જણાવી દઈએ, જે રહસ્યમયી હોવાની સાથે સાથે વૈજ્ઞાનિકો માટે પણ રહસ્ય બનેલું છે. ઈશ્વર છે કે નહીં આ વાતને લઈને દરેક વ્યક્તિનું મન ક્યારેક ને ક્યારેક વિચાર જરૂર કરે છે. વિજ્ઞાન ઈશ્વરનાં અસ્તિત્વને ભલે શંકાની નજરથી જુએ છે પરંતુ અમુક ચમત્કાર એવા પણ છે કે જો તેનું કારણ જાણવા મળે છે તો સાયન્સ પણ હાથ ઉંચા કરી દે છે.

હકિકતમાં બિહારનાં બક્સર જિલ્લામાં એક એવું મંદિર છે. જે સંપુર્ણ દેશ માટે જ નહીં વૈજ્ઞાનિકો માટે પણ આશ્ચર્યચકિત બનેલું છે. અહીં સ્થિત છે રાજરાજેશ્વરી ત્રિપુર સુંદરી મંદિર. અહીની મુર્તિ એકબીજા સાથે વાત કરે છે જ્યારે વૈજ્ઞાનિકોએ તેની શોધ કરી તો તેઓ પણ એ વાતની મનાઈ કરી શક્યા નહીં.

આ મંદિર ૪૦૦ વર્ષ જુનું છે. પ્રસિદ્ધ તાંત્રિક ભવાની મિશ્ર એ લગભગ ૪૦૦ વર્ષ પહેલાં આ મંદિરની સ્થાપના કરી હતી. ત્યારથી લઈને આજ સુધી આ મંદિરમાં તેમના જ પરિવારનાં સદસ્યો પુજારી બની રહ્યા છે. તંત્ર સાધનાથી જ અહીં માતાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે.

તાંત્રિકોની આસ્થા આ મંદિર પ્રત્યે અતુટ છે. કહેવામાં આવે છે કે અહીં કોઈ ના હોવા પર પણ ઘણા પ્રકારનાં અવાજો સાંભળવા મળે છે. રાજરાજેશ્વરી ત્રિપુર સુંદરી મંદિરની સૌથી અનોખી માન્યતા એ છે કે નિસ્તબ્ધ નિશામાં અહીં સ્થાપિત મુર્તિઓમાંથી બોલવાનો અવાજ સાંભળવા મળે છે. મધ્યરાત્રીમાં જ્યારે લોકો અહીંથી પસાર થાય છે તો તેમને અવાજ સાંભળવા મળે છે.

આ મંદિરમાં દસ મહાવિદ્યાઓ કાલી, ત્રિપુર, ભૈરવી, ધુમાવતિ, તારા, છિન્ન મસ્તા, શોડસી, માતંગડી, કમલા, ઉગ્ર તારા, ભુવનેશ્વરીની મુર્તિ સ્થાપિત છે. આ સિવાય અહી બગલામુખી માતા, દત્તાત્રેય ભૈરવ, બટુક ભૈરવ, અન્નપુર્ણા ભૈરવ, કાલ ભૈરવ તથા માતંગી ભૈરવની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. અહીં અજીબ પ્રકારનો અવાજ આવે છે, જે કોઈ મનુષ્યનાં અવાજ જેવો હોય છે. માનવામાં આવે છે કે સંપુર્ણ અખંડ ભારતમાં જ્યાં પણ માતાના શક્તિપીઠ છે, તે બધા જ જાગૃત અને સિદ્ધ શક્તિપીઠ છે.

વૈજ્ઞાનિકોનું માનીએ તો આ કોઈ વહેમ નથી. આ મંદિરના પરિસરમાં અમુક શબ્દો ગુંજતા રહે છે. અહીં પર વૈજ્ઞાનિકોની એક ટીમ પણ ગઈ હતી, જેમણે રિસર્ચ કર્યા બાદ કહ્યું કે, અહીં પર કોઈ મનુષ્ય નથી. આ કારણે અહીં પર શબ્દો ભ્રમણ કરતા રહે છે. વૈજ્ઞાનિકોએ તે પણ માની લીધું કે અહીં પર કંઈક ને કંઈક અજીબ ઘટિત થાય છે, જેનાં લીધે અહીં પર અવાજ આવે છે.