જુનાગઢ હોટેલની અંદર સિંહે લગાવ્યા ચક્કર, વાયરલ વિડીયોમાં જુઓ શું થયું

Posted by

ગુજરાતના જૂનાગઢથી એક વીડિયો વાયરલ થયો છે જ્યાં એક હોટલના પરિસરમાં સિંહ ખૂબ જ આરામથી ચક્કર લગાવી રહ્યો છે. પોતાની કેબીનમાં રહેલ સિક્યુરિટી ગાર્ડ સિંહને જોઈને દંગ રહી જાય છે. આ વીડિયોમાં જોવા મળ્યું રહ્યું છે કે સિંહ ગાર્ડની કેબીનની બિલકુલ પાસે જ છલાંગ લગાવે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

હાઈ-વે પર બનેલા હોટલમાં પાસેના જંગલમાંથી જ સિંહ ઘૂસી આવ્યો હતો. સવારનો સમય હતો તેથી હોટલનું પરિસર ખાલી હતું. સિંહે કોઈને કંઈપણ નુકસાન પહોંચાડ્યું નથી અને ખૂબ જ આરામથી પરત જંગલની તરફ ચાલ્યો ગયો હતો. આ સંપૂર્ણ ઘટના હોટલમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

આ વિડીયો ૮ ફેબ્રુઆરીની સવારે લગભગ ૫ વાગ્યાનો બતાવવામાં આવી રહ્યો છે. સિંહ ખૂબ જ આરામથી હોટલમાં અહીંયા ત્યાં ફરે છે અને બાદમાં થોડા સમય પછી સિંહ એક નાનુ બોર્ડ કૂદીને રસ્તાની તરફ ચાલ્યો જાય છે. પાછલા ઘણા મહિનાઓથી સિંહ શિકાર કરવા માટે રસ્તા પર આવી રહ્યા છે તેથી ઘણીવાર આ ક્ષેત્રમાં રાતના સમયે લોકો બહાર નીકળતા પણ ડરે છે. સ્થાનીય લોકોએ જણાવ્યું કે, સિંહ ઘણીવાર તેમના પશુઓને પોતાનો શિકાર બનાવી લે છે.

જાણવા મળી રહ્યું છે કે સિંહનો આ વિડીયો જુનાગઢ રેલવે સ્ટેશનની પાસે બનેલ હોટેલ સરોવર પોર્ટિકોનો છે. જૂનાગઢ શહેરમાં સિંહનું આ પ્રકારની ચહેલ-પહેલ કરવાનો આ કોઈ પહેલો મામલો નથી. આ પહેલાં પણ ઘણા એવા વિડિયો સામે આવી ચૂક્યા છે.

જ્યાં સિંહ હાઈ-વેની વચ્ચોવચ બેઠેલો જોવા મળી જાય છે અથવા તો પછી કોઈ ગાડીની ઉપર ચડતો જોવા મળે છે. પાછલા ઘણા સમયથી એવા પણ ઘણા મામલા સામે આવ્યા છે, જેમાં સિંહ ગામના પાલતુ પ્રાણીઓને પોતાના શિકાર બનાવે છે. જણાવી દઈએ કે જૂનાગઢના જંગલમાં ઘણા એશિયાઇ સિંહ રહેલા છે અને ઘણીવાર ભોજનની તલાશમાં તે ફરતા-ફરતા રસ્તા પર આવી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *