જુન માસિક રાશિફળ ૨૦૨૩ : મેષ રાશિ વાળા લોકો માટે શુભ તો મિથુન રાશિ વાળા લોકો માટે થોડો ઉતાર-ચઢાવ વાળો રહેશે જુન મહિનો, અહિયા વાંચો જુન મહિનો તમારા માટે કેવો રહેશે

Posted by

જુન મહિનાની શરૂઆત થઈ ચુકી છે. આનંદ અને ઉલ્લાસ સાથે આ નવો મહિનો પસાર કરવાની ઈચ્છા છે તો થોડું ધ્યાનથી કામ કરવું જરૂરી રહી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મહિનામાં તમારી સાથે કઈ-કઈ સારી અને ખરાબ ઘટનાઓ થવાની સંભાવના છે, તેનાં વિશે અહીં તમને જણાવવામાં આવેલ છે. આ મહિનામાં મેષ રાશિ વાળા લોકોને નોકરીમાં થોડી સફળતા મળશે જ્યારે મિથુન રાશિ વાળા લોકોએ સમજી-વિચારીને કોઈપણ નિર્ણય લેવા પડશે. તમારી રાશિ મુજબ જુન મહિનામાં શું કરવું યોગ્ય રહેશે અને તમારે ખાસ કરીને કઈ બાબતો ટાળવી જોઈએ, જેથી તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાય રહે, તેનાં વિશે અહિયા વિસ્તારથી જણાવવામાં આવેલ છે.

મેષ રાશિ
૧૫ જુન બાદ તમે બિઝનેસમાં નવા કામની શરૂઆત કરશો. ૭ જુનથી ૧૮ જુન સુધીમાં તમારા સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ રહેશે. ૧૪ થી ૨૧ જુન સુધી નોકરીમાં સકારાત્મક પરિવર્તનનાં પ્રસ્તાવને સ્વીકાર કરવો જોઈએ. વિદ્યાર્થીઓને સફળતા મળશે. લાલ અને સફેદ રંગ તમારા માટે શુભ છે. દર ગુરુવારે અન્નનું દાન કરો. દરરોજ સુંદરકાંડનાં પાઠ કરો. આવક સારી રહેશે. ખર્ચાઓ નિયંત્રણમાં રહેશે જેથી તમે તમારી આવકનો સંપુર્ણ આનંદ માણશો. તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. લગ્નજીવનમાં પરસ્પર મધુરતા રહેશે પરંતુ વચ્ચે-વચ્ચે દલીલો પણ થઈ શકે છે, જે એકબીજાને યોગ્ય રીતે ના સમજવાને કારણે હશે પરંતુ તે થોડા સમયમાં જ દુર થઈ જશે. તમારી લવ લાઈફ માટે સેકન્ડ હાફ સારો રહેશે.

વૃષભ રાશિ
આ મહિને ૧૫ જુન પછી નોકરીમાં તમારી સ્થિતિ ઘણી સારી રહેશે. તમે તપાસમાં તમારી જવાબદારી સુધારવા માટે સતત પ્રયત્નશીલ રહો છો. ૧૧ થી ૨૧ જુન સુધીમાં તપાસમાં કોઇ મોટી સફળતા મળવાની સંભાવના છે. તમે આ મહિને કેટલીક મોટી ધાર્મિક વિધિઓ કરશો. શુક્રવારે ચોખા અને દહીંનું દાન કરો. સફેદ અને વાદળી રંગ તમારા માટે શુભ છે. તમારો ગુસ્સો તમારા લગ્નજીવનમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. સેકન્ડ હાફ સારો રહેશે. લવ લાઈફ માટે મહિનાની શરૂઆત સારી રહેશે. પ્રેમી સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. નોકરીમાં તમારી સ્થિતિ સારી રહેશે, ખુબ જ મહેનત કરવી. બિઝનેસમાં તમને કેટલાક ખાસ અને મહત્વપુર્ણ લોકોનો સહયોગ મળશે.

મિથુન રાશિ
આ મહિને ૦૭ થી ૧૮ જુન વચ્ચેનો સમય ખુબ જ સારો છે. ૧૨ જુન સુધી નોકરીમાં બેદરકારી ના રાખવી. ૧૫ જુન પછી સુર્યનું મિથુન રાશિમાં સંક્રમણ ખુબ જ શુભ છે. લીલો અને વાદળી રંગ શુભ છે. દર મંગળવારે ગાય ને ગોળ ખવડાવો. પરિવાર સાથે પિકનિક કે ટુર પર જવાનો પ્રયત્ન કરશો. મુસાફરી સારી રહેશે. બિઝનેસમાં મુસાફરીનો પણ લાભ મળશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ તમારી જાત પર વધારે દબાણ લેવાનું ટાળો. લગ્નજીવનમાં પ્રેમ રહેશે. તમને તમારા જીવનસાથીનો સારો સહયોગ મળશે.

કર્ક રાશિ
આ મહિનો આ રાશિ સાથે જોડાયેલા લોકો માટે સફળતાનો મહિનો છે. તમે ૦૮ થી ૧૫ જુન વચ્ચે વાહનો ખરીદી શકો છો. શનિ અને શુક્રનું સંક્રમણ તમને વ્યવસાયમાં મદદ કરશે. લીલો અને વાદળી રંગ શુભ છે. દરરોજ શ્રી સુક્તનો પાઠ કરો. શનિવારે તલનું દાન રહો. લગ્નજીવનમાં રોમાન્સ રહેશે અને તમે અને તમારા જીવનસાથી નવા વ્યવસાયની શરૂઆત કરી શકો છો. નોકરીમાં તમારે કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. ત્રીજા અને ચોથા અઠવાડિયામાં મુસાફરી થઈ શકે છે. તમારી લવ લાઈફમાં થોડો તણાવ રહેશે.

સિંહ રાશિ
૧૫ જુન પછી બિઝનેસમાં સફળતા અને નોકરીમાં પ્રમોશનનો સમય છે. વિદ્યાર્થીઓ સફળ થશે. ૦૪ થી ૦૮ જુન સુધી નોકરીમાં ફસાયેલા પૈસા પાછા મળી શકે છે. ૦૯ જુન સુધી સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો. પીળો અને લાલ રંગ શુભ છે. સુર્યની પુજા કરતા રહો. દર રવિવારે અને મંગળવારે ઘઉં અને ગોળ નું દાન કરો. પરિવારમાં સારું સંકલન રહેશે. નોકરી પણ બદલી શકો છો. આ મહિનાની શરૂઆતમાં ખર્ચાઓ વધારે રહેશે, ત્યારબાદ ઘટાડો થશે. તમારી લવ લાઈફ સારી રહેશે. તમે એકબીજા માટે કંઈક કરવાનો પ્રયાસ કરીશો. ભાઈઓ સાથે વિવાદ થઈ શકે છે. આ મહિનાની શરૂઆતમાં સ્વાસ્થ્ય કમજોર રહેવાની શક્યતા છે, બાદમાં સુધરશે.

કન્યા રાશિ
આ મહિને ૧૫ જુન પછી તમે નોકરી સાથે જોડાયેલા ઘણા બધા મહત્વપુર્ણ નિર્ણયો લેશો. લવ લાઈફમાં રોમાન્સ રહેશે. આ મહિનાની શરૂઆત સારી રહેશે. મહિનાના અંતિમ દિવસોમાં તણાવ વધશે. લગ્નજીવન માટે સમય મધ્યમ રહેશે. જો તમારા સંબંધોમાં કોઈ સમસ્યા છે તો તમારે તમારા સાસુ-સસરાને મળવું પડશે અને થોડી વાતચીત કરવી પડશે તો જ તે સમસ્યા દુર થશે. લીલો અને સફેદ રંગ શુભ છે. દરરોજ શ્રી સુક્તનો પાઠ કરો. રાજકારણીઓ માટે આ સમય ખુબ જ સારો છે. ભગવાન શ્રી વિષ્ણુની પુજા કરતા રહો. ૨૨ જુન પછી પૈસા આવવાના સંકેત છે.

તુલા રાશિ
વિદ્યાર્થીઓ માટે આ મહિનો સફળતાનો મહિનો છે. ૧૫ જુન બાદ બિઝનેસમાં અધુરા કામ શરૂ થશે. જુનના બીજા અઠવાડિયામાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તમારી જુની કોઈ યોજના સફળ થઈ શકે છે. બીજા અને ત્રીજા સપ્તાહમાં પ્રવાસ થવાની શક્યતા રહેશે. ભાઈઓના સહયોગથી તમે કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકો છો. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવશે. લગ્નજીવનમાં પણ પ્રેમ, રોમાન્સ રહેશે અને લવ લાઈફ સામાન્ય રહેશે. વાદળી અને જાંબલી રંગ શુભ છે. ૫ જુનથી ૧૩ જુન વચ્ચે તમારી એક ખાસ ઈચ્છા પુરી થશે.

વૃશ્ચિક રાશિ
નોકરી સાથે જોડાયેલા તમારા ઘણા બધા અધુરા કામ આ મહિને પુરા થશે. ૧૮ જુન પછી તમારા વેપારમાં તેજી આવશે. ૧૯ જુન પછી નોકરીમાં પ્રમોશન મળશે. સ્વાસ્થ્ય અને સુખમાં પણ સફળતા મળશે. લવ લાઈફ માટે સમય સારો છે, પરંતુ તમારા પરિવારના કોઈ સભ્યનો વિરોધ થઈ શકે છે. તમારું પારિવારિક જીવન આનંદમય રહેશે. લગ્નજીવનમાં જીવનસાથી ખરાબ વાતો કહેશે, જેનાથી તમને દુ:ખ લાગી શકે છે પરંતુ પરસ્પર ચર્ચા દ્વારા જ બાબતોનો ઉકેલ લાવી શકાય છે. વિદેશ યાત્રા થવાની સંભાવના રહેશે. નારંગી અને લાલ રંગ શુભ છે. ૦૪ થી ૧૧ જુન સુધી સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો.

ધન રાશિ
આ મહિને તમે બિઝનેસમાં કોઈ નવા કામનો પાયો નાખશો. રાજકારણીઓ પ્રગતિ કરશે. દર ગુરુવારે ધાર્મિક પુસ્તકોનું દાન કરતા રહો. ૧૫ તારીખ પછી તમે સ્વાસ્થ્યને લઈને ખુશ રહેશો. ૯ જુન પછી નોકરીમાં અપેક્ષિત પ્રગતિથી ખુશ રહેશો. મહિનાની શરૂઆતમાં સાવધાનીપુર્વક વાહન ચલાવવું. પેટ સંબંધિત રોગો પરેશાન કરી શકે છે. આળસુ બનવું તમને પરેશાન કરી શકે છે. તમારી લવ લાઈફનો સમય ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે પરંતુ તમે કોશિશ કરતા રહેશો અને એકબીજાને સમય આપશો. લગ્નજીવન માટે આ મહિનો સારો રહેશે.

મકર રાશિ
શુક્ર અને શનિનું ગોચર તમને દરેક કાર્યમાં સફળતા મળશે. ૨૨ જુન પછી શુક્ર અને સુર્યનું સંક્રમણ સંતાનનાં વિવાહ સંબંધીત કોઈ નિર્ણયને લઈને માનસિક ભ્રમમાંથી બહાર લાવશે. ૦૫ થી ૦૯ જુન સુધી સ્વાસ્થ્યને લઈને સતર્ક રહો. તમારો બિઝનેસ વધશે અને આવક પણ વધશે. તમારા પારિવારિક જીવનમાં થોડો તણાવ રહેશે. તમારા માતા-પિતાનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમને કોઈ પ્રકારનું ઇન્ફેક્શન થઈ શકે છે તેથી સાવચેત રહો અને જરૂરી સારવાર લો. તમારી લવ લાઈફમાં પ્રેમીના ગુસ્સાથી કેટલીક સમસ્યાઓ આવી શકે છે. તમારું પારિવારિક જીવન સંપુર્ણપણે રોમેન્ટિક રહેશે. વાદળી અને લાલ રંગ શુભ છે. વિદ્યાર્થીઓ સફળ થશે.

કુંભ રાશિ
આ મહિને ૧૫ થી ૨૨ જુનની વચ્ચે આર્થિક સફળતા મળશે. અધુરા ધંધાકીય આયોજનો શરૂ થશે. આ મહિને ઘર ખરીદવાની અડચણો દુર થશે. તમે નવી કાર ખરીદી શકો છો પરંતુ આ મહિનાની શરૂઆત તેના માટે સારી નથી કારણ કે અકસ્માત થઈ શકે છે. મહિનાનાં બીજા ભાગમાં કાર ખરીદવાનો પ્રયત્ન કરો. નોકરીમાં ટ્રાન્સફર થવાના યોગ બની શકે છે જ્યારે બિઝનેસ કરનારા લોકોને આ મહિને સરકારી ક્ષેત્રમાં સારો ફાયદો થઈ શકે છે અને તમારી આવકમાં વધારો થઈ શકે છે. વાદળી અને લીલો રંગ શુભ છે. દર બુધવારે અડદની દાળનું દાન કરો. હનુમાનજીની પુજા કરતા રહો.

મીન રાશિ
આ મહિનો રાજકારણીઓ માટે મહાન સિદ્ધિઓથી ભરપુર રહેશે. સુર્ય અને મંગળના ગોચરના કારણે વેપાર-ધંધાની દ્રષ્ટિએ તમને મોટી તક મળી શકે છે. વિદ્યાર્થીઓને સફળતા મળશે. તમારા બોસ તમને ટેકો આપશે. વિદેશ જવાના પ્રયત્નો સફળ થઈ શકે છે. તમારે તમારા સ્વાસ્થ્યની કાળજી લેવાની જરૂર છે. તમારી લવ લાઈફ રોમાન્સથી ભરપુર રહેશે પરંતુ વચ્ચે-વચ્ચે કેટલીક નાની-નાની વાતો તમને પરેશાન કરી શકે છે. લગ્નજીવન માટે આ મહિનો સારો છે. તમારો જીવનસાથી તમને આગળ વધવા માટે પ્રેરિત કરશે. પીળો અને લાલ રંગ શુભ છે. ૧૫ જુન પછી સુર્યનું ગોચર તમને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે સારી પોઝિશન આપી શકે છે.