જુઓ હનુમાનજીનાં ચમત્કારનો વિડીયો, ૩ જેસીબી અને ક્રેન મળીને પણ હલાવી ના શક્યાં મૂર્તિને

દેશમાં આસ્થા અને વિશ્વાસની પરંપરાનો લાંબો ઈતિહાસ છે. દેવી-દેવતાઓના ચમત્કારના કિસ્સા અને વાર્તા વર્ષોથી પૂર્વજો સંભળાવતા આવી રહ્યા છે પરંતુ ઘણીવાર સાક્ષાત ઈશ્વરનાં ચમત્કાર પણ સામે આવતા રહે છે. પાછલા દિવસોમાં આવો જ એક મામલો શાહજહાંપુર જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં હનુમાન મંદિરને હટાવવા માટે ઠેકેદાર અને તેમના નોમિનીઓને હનુમાનજીની શક્તિનો અનુભવ થઈ ગયો. ત્યારબાદ લોકોની હનુમાનજી પ્રત્યે આસ્થા વધી ગઈ છે.

યુપીનાં શાહજહાંપુરમાં ૧૩૦ વર્ષ જૂના મંદિરમાં એક અનોખો ચમત્કાર જોવા મળ્યો. જ્યાં પ્રશાસન રસ્તો મોટો કરવા માટે મંદિર અને મૂર્તિને હટાવવા માટે પહોંચી હતી. સંપૂર્ણ લાવા લશ્કર સાથે પહોંચેલા અધિકારીઓ અને જેસીબી મશીને તે સમયે પરત ફરવું પડયું જ્યારે હનુમાનજીની મૂર્તિ ઉખાડતા પહેલા જ મશીન ખરાબ થઈ ગયું. ત્યારબાદ અધિકારીઓએ બીજું મશીન મંગાવ્યું. બીજું જેસીબી મશીન હજુ મૂર્તિની પાસે રહેલ દિવાલ તોડી રહ્યું હતું કે તેની ચેન તૂટી ગઈ. અધિકારીઓએ બીજું જેસીબી મશીન ખરાબ થયા બાદ માથું ખંજવાળવા લાગ્યાં પરંતુ અધિકારીઓએ પ્રયાસો ચાલુ રાખ્યા.

ત્યારબાદ તેમણે મોટું અને વધારે તાકાતવાળું ક્રેન મશીન મંગાવ્યું. અધિકારીઓ અને મજૂરોએ હનુમાનજીની મૂર્તિને બાંધીને હટાવવાની કોશિશ કરવા લાગ્યા તો ત્રીજા મશીનની તમામ લીઝ પણ તૂટી ગઈ. ત્યારબાદ અધિકારીઓના હોશ ઉડી ગયા કારણકે હવે તેમને હનુમાનજીની તાકાતનો અંદાજો આવી ગયો હતો. મંદિરમાંથી હનુમાનજીની મૂર્તિ હટાવવામાં કડકડતી ઠંડીમાં પણ પરસેવો છૂટી ગયો હતો.

જણાવવામાં આવે છે કે હનુમાનજીનું મંદિર ૧૩૦ વર્ષ જૂનું છે. જેને લોકો સંકટ મોચન હનુમાનજીનાં નામથી જાણે છે. મંદિર શાહજહાંપુરના કચિયાની ખેડા મંદિર વિસ્તારનું છે. જ્યાં રોડ મોટો કરવાનાં કારણે એરા કંપની મંદિરને હટાવવા માંગતી હતી. જોકે પ્રશાસને મંદિરને હટાવવા માટે સંપૂર્ણ તૈયારી પણ કરી લીધી હતી પરંતુ જ્યારે પ્રશાસનિક અધિકારી હજારો ક્વિન્ટલનો સમાન હટાવવા વાળા જેસીબીને લઈને હનુમાનજીની મૂર્તિ હટાવવા પહોંચ્યા તો ૩ દિવસમાં ૩ મશીન ખરાબ થઇ ગયાં હતાં પરંતુ હનુમાનજીની પ્રતિમાને હલાવી પણ શક્યા નહી.

મંદિરમાંથી મૂર્તિને હટાવવાની જીદમાં અક્કડ અધિકારીઓના તો હાથ પગ ફૂલી ગયા. ત્યારબાદ પ્રશાસનને મૂર્તિને તોડવાનો નિર્ણય લીધો અને પ્રતિભાને તોડવા માટે જનરેટર અને વાઈબ્રેટ મશીન લાવવામાં આવ્યા. આ સમયે પ્રશાસન વધારે તૈયારી સાથે પહોંચ્યું હતું પરંતુ હનુમાનજીના ચમત્કાર આગળ પ્રશાસનના આ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હતાં કારણકે મૂર્તિ તોડવા માટે લાવવામાં આવેલા જનરેટર અને વાઈબ્રેટ મશીન પણ સમય પર જ ખરાબ થઈ ગયા.

એક તરફ જ્યાં પ્રશાસન પોતાની જીદ પર અડગ હતું તો બીજી તરફ હનુમાનજી ચમત્કાર બતાવી રહ્યા હતાં. પ્રશાસન અને હનુમાનજી વચ્ચે આ ખેંચાણ લોકો વચ્ચે ઘણો ચર્ચાનો વિષય બન્યો હતો. લોકો મંદિરમાં આવવાના શરૂ થઇ ગયા હતાં. લોકોની મંદિર પ્રત્યે આસ્થા હવે ઘણી વધારે વધી ગઈ છે.