અભિનેત્રી પરિણીતી ચોપડાને તમે તો ખૂબ જ સારી રીતે જાણતા જ હશો. તે હિન્દી ફિલ્મોની મશહૂર અભિનેત્રી છે. પરિણિતી ચોપડાએ બોલીવુડના મોટા મોટા સિતારાઓની સાથે ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે જોવામાં આવે તો પરિણીતી ચોપડા બોલિવૂડના તે સ્ટાર્સમાંથી છે, જેમનું એક્ટિંગની દુનિયામાં આવવું “લક બાય ચાન્સ” રહ્યું છે. પરિણીતી ચોપડાએ એક્ટિંગ માટે કોઈપણ તૈયારી કરી ના હતી અને કોઈપણ પ્રકારની ટ્રેનિંગ પણ લીધી ના હતી. તેમ છતાંય વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ પરિણીતી ચોપડાના નામથી ખૂબ જ સારી રીતે પરિચિત છે.
૩૨ વર્ષની અભિનેત્રી પરિણીતી ચોપડાએ ઘણી સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની જબરદસ્ત એક્ટિંગ અને સુંદરતાની લોકો ખુબ જ પ્રશંસા પણ કરે છે. તમને જણાવી દઈએ કે ઘણા લાંબા સમયથી પરિણીતી ચોપડા લંડનમાં છે. લંડન પરિણીતી ચોપડાનાં ફેવરિટ વેકેશન ડેસ્ટિનેશનમાંથી એક છે. લંડન અને યુરોપિયન કલ્ચર સાથે પરિણીતી ચોપડાને ખુબ જ પ્રેમ છે. તમે તેમનો અંદાજો તેમના મુંબઈવાળા ઘરને જોઇને લગાવી શકો છો. તેમના મુંબઈવાળા ઘરમાં યુરોપિયન કલ્ચરની ઝલક જોવા મળે છે.
આજે અમે તમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મશહૂર અભિનેત્રી પરિણીતી ચોપડાના મુંબઈવાળા ઘરની અમુક તસ્વીરો બતાવવા જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૯ માં પરિણીતી ચોપડા પોતાના નવા ઘરમાં શિફ્ટ થઈ હતી. પરિણીતીનું નવું ઘર મુંબઈના સૌથી મોંઘા વિસ્તારોમાંથી એક બાંદ્રામાં આવેલું છે. જો આપણે પરિણીતીના મુંબઈવાળા ઘરના લોકેશન તરફ જોઈએ તો તેમનો આલીશાન એપાર્ટમેન્ટ કરન જોહરના ધર્મા પ્રોડક્શનના ઓફિસથી થોડા જ અંતરે આવેલો છે. આ કોમ્પલેક્સમાં જ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાનું પણ ઘર છે.
અભિનેત્રી પરિણીતી ચોપડા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના નવા ઘરની તસ્વીરો શેર કરી હતી. પરિણીતી ચોપડાનાં નવા ઘરનું ઇન્ટિરિયર ફેમસ સેલિબ્રિટી ઇન્ટિરિયર ડિઝાઇનર ઋતા બહલે કરેલ છે. પરિણીતીની અમુક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમના નવા મોનોક્રોમ સ્ટાઈલમાં સજાવેલા ઘરની ઝલકને જોઈ શકાય છે.
પરિણીતી ચોપડાનું મુંબઈ વાળું નવું ઘર જોવામાં ખૂબ જ સ્ટાઇલિશ અને મોર્ડન છે. પરિણીતીનાં ઘરને બ્લેક એન્ડ વાઈટ મોનોક્રોમ થીમની સાથે તૈયાર કરવામાં આવ્યું છે. પરિણીતી ચોપડા યુરોપિયન કલ્ચરથી ખૂબ જ વધારે પ્રભાવિત છે, જેના કારણે તેમણે પોતાના ઘરને પણ તેવો લુક આપ્યો છે.
પરણીતી ચોપડાનાં નવા ઘરના લિવિંગ રૂમમાં વાઈટ કલરનો સોફો છે. સાથે જ ઓફ વાઈટ કલરના કાઉચ છે. સોફાઓની બરાબર વચ્ચે કાળા રંગના લેધર વાળું મોટું સેન્ટર ટેબલ છે. પરિણીતીનો લિવિંગ રૂમ ખૂબ જ શાનદાર છે. ટેબલની નીચે ફર્શ પર જિગ-જૈગ પૈટર્ન વાળી કારપેટ પાથરવામાં આવેલ છે.
પરિણીતી ચોપડાના લિવિંગ રૂમની દિવાલ પર એક ટીવી સ્ક્રીન પણ લગાવવામાં આવી છે. જેમકે તમે બધા જ લોકો તસ્વીરને જોઈ શકો છો કે દિવાલ પર ખૂબ જ મોટી ટીવી સ્ક્રીન નજર આવી રહી છે. બારી અને દરવાજા પર વાઈટ કલરથી પેઈન્ટ કરવામાં આવેલ છે. સંપૂર્ણ ઘર વુડન વ્લોરિંગ છે.
પરિણીતીનાં નવા ઘરમાં ખૂબ જ મોટી મોટી બારી લગાવવામાં આવી છે, જેમાંથી સૂરજના કિરણો સીધા ઘરની અંદર પ્રવેશ કરે છે. પોતાના ઘરને સજાવવામાં ઉપયોગ થવા વાળી ચીજોને પરિણીતીએ મોટાભાગે યુરોપિયન વેબસાઈટ અથવા તો લંડનથી મંગાવેલ છે.
બાલ્કનીમાં સીટિંગ માટે શાનદાર એરેન્જમેન્ટ પણ છે. પરિણીતીનાં ઘરની બાલ્કની ખૂબ જ મોટી છે અને ઈન્ડોર પ્લાન્ટ પણ લગાવવામાં આવેલ છે.