જ્યારે આ શિવલિંગ ધરતીમાં સમાઈ જશે ત્યારે દુનિયા થઈ જશે નષ્ટ, તેનાં રહસ્ય આગળ સાયન્સ પણ ફેઇલ છે

મંતગેશ્વર મહાદેવનાં શિવલિંગનો આકાર દિવસે ને દિવસે વધી રહ્યો છે. તેને દુનિયાનું એક માત્ર જીવીત શિવલિંગ કહેવામાં આવે છે. દેવોનાં દેવ મહાદેવ શિવ શંભુ ભગવાન શિવ, જેમની ના કોઈ શરૂઆત છે અને ના તો તેનો કોઈ અંત. તે જ આરંભ છે અને તે જ અંત છે. અનંત બ્રહ્માંડનાં કણકણમાં શિવજી વ્યાપ્ત છે. સ્વયંભુની મહિમા તેમનાં આકારની જેમ અસીમિત છે અને તેમની કૃપા શિવજી સ્વરૂપ જેવી સુંદર છે.

ભારત સહિત દુનિયાનાં ઘણા દેશોમાં મહાકાલની પુજા થાય છે અને દરેક જગ્યાએ તેમનાં ચમત્કાર જોવા મળે છે પરંતુ મધ્યપ્રદેશનાં ખજુરાહોમાં ભગવાન સ્વયં પોતે હોવાનો આભાસ કરાવે છે. આજે અમે તમને મહાદેવનાં તે પવિત્ર મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને દુનિયાનું એકમાત્ર જીવિત શિવલિંગ કહેવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જે દિવસે આ શિવલિંગ ધરતીમાં સમાઈ જશે, તે દિવસે આ સૃષ્ટિનો વિનાશ થઇ જશે.

આજ સુધી મોટા-મોટા વૈજ્ઞાનિકો અને તેમનું સાયન્સ લોજિક પણ તેનાં વિશે જાણી શક્યું નથી કે આખરે ખજુરાહોમાં મંતગેશ્વર મહાદેવ મંદિરનાં શિવલિંગનો આકાર કેવી રીતે વધી રહ્યો છે. એવું કહેવામાં આવે છે કે આ શિવલિંગ જીવિત છે અને જેટલો જ આકાર તેનો ધરતીની ઉપર છે એટલો જ ધરતીની નીચે પણ વધી રહ્યો છે. અહીં સાયન્સનું લોજિક પણ કામ આવતું નથી. માત્ર ભક્તિ, શ્રદ્ધા અને ભોળાનાથ પ્રત્યે વિશ્વાસથી જ તેમની મહિમાને સમજી શકાય છે.

આ અદભુત શિવલિંગનું રહસ્ય શું છે

મધ્યપ્રદેશનાં ખજુરાહોમાં ભગવાન શિવજીનું એક પ્રાચીન મંદિર છે, જેને મંતગેશ્વર મહાદેવનાં નામથી જાણવામાં આવે છે. કહેવામાં આવે છે કે અહીં રહેલા શિવલિંગનો આકાર સતત વધી રહ્યો છે એટલા માટે તેને જીવિત શિવલિંગ કહેવાય છે. જેનો આકાર ૯ ફુટ ઊંચો છે. એવું પ્રતીત થાય છે કે શિવલિંગની લંબાઇ દર વર્ષે એક ઇંચ વધી જાય છે. જેટલી આ શિવલીંગની ઉંચાઈ છે એટલી જ ઊંડાઈ પણ છે. એવું કહેવામાં આવે છે કે જે દિવસે આ શિવલિંગ પાતાળ લોક સુધી પહોંચી જશે તે દિવસે આ સૃષ્ટિનો અંત થઇ જશે.

શિવલિંગ એક ચમત્કારી મણિની કરે છે રક્ષા

પુરાણોમાં જણાવવામાં આવ્યુ છે કે ભગવાન શિવે પાંડુપુત્ર યુધિષ્ઠિર અને તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને એક ચમત્કારી મણી આપી હતી ત્યારબાદ તે મણિ યુધિષ્ઠિર પાસેથી મતંગ ઋષિ પાસે પહોંચી ગઈ હતી. મતંગ ઋષિએ તે ચમત્કાર મણીને રાજા હર્ષવર્ધનને સોંપી હતી, જેને રાજા એ ધરતીમાં દાટી દીધી હતી. જમીનમાં દાટી દીધા બાદ આ મણિની દેખરેખ કરવાવાળો કોઈ નહોતું એટલા માટે તે સ્થાન પર શિવલિંગની ઉત્પત્તિ થઈ ગઈ હતી અને શિવલિંગને મંતગેશ્વર શિવલિંગ કહેવામાં આવ્યું. આજે પણ આ જીવિત શિવલિંગનાં દર્શન કરવા માટે ભક્તોની ભીડ જોવા મળે છે. અહીં જે પણ ભક્ત સાચી શ્રધ્ધા સાથે ભોળાનાથને પ્રાર્થના કરે છે, તેની તમામ મનોકામનાઓ પુરી થાય છે.

નોંધ : ઉપર આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે, અમે તેની પુષ્ટિ કરતાં નથી.