જ્યારે બોની કપૂરે પોતાની નાની દિકરી ખુશીને કરી કિસ તો ગુસ્સામાં જ્હાન્વી એ કહી દીધી આ વાત

સંપૂર્ણ દેશમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. સામાન્યથી લઇને ખાસ સુધી દરેક વ્યક્તિ આ તહેવારના રંગમાં રંગાઈ ગયા હતા. જો કે કોરોના વૈશ્વિક મહામારીના લીધે તહેવારનો રંગ થોડો ફીકો જરૂર હતો, પરંતુ દરેક વ્યક્તિએ પોતાના અંદાજમાં દિવાળી સેલિબ્રેટ કરી હતી. આ કડીમાં બોલિવૂડના સિતારાઓએ પણ દિવાળીનો તહેવાર ઉજવ્યો હતો. તેમાં બોની કપૂર અને તેમની બંને દીકરીઓ જ્હાન્વી અને ખુશી કપૂર પણ સામેલ હતી.

જ્હાન્વીએ અને ખુશીએ પોતાના પાપા બોની કપૂર સાથે સૌથી પહેલા તેમની ઓફિસમાં પૂજા કરી અને ત્યારબાદ દાદી નિર્મલા કપૂરનાં આશીર્વાદ લેવા માટે તેમના ઘરે પહોંચી હતી. જ્હાન્વીએ દિવાળી સાથે જોડાયેલી અમુક તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી, જેમાં એક તસ્વીર ખૂબ જ દિલચસ્પ છે અને આ તસ્વીર હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઇ રહી છે. તો ચાલો જાણી લઈએ આખરે શું ખાસ છે આ તસ્વીરમાં.

જ્હાન્વીએ શેર કરી દિવાળી સેલિબ્રેશન ની અમુક ખાસ તસ્વીરો

હકીકતમાં જ્હાન્વીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમુક તસ્વીરો શેર કરી છે. તેમાં બોની કપૂર ક્રીમ કલરના ડ્રેસમાં નજર આવી રહ્યા છે અને તેમની દિકરી ખુશીએ ડાર્ક બ્લુ કલરનો ડ્રેસ પહેર્યો છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે તો વળી જ્હાન્વી પીળા કલરની સાડીમાં ખૂબ જ સ્ટાઇલિશ અને સુંદર લાગી રહી છે.

મહત્વપૂર્ણ છે કે જ્હાન્વીએ ૪ તસ્વીરો શેર કરી છે. પહેલી તસ્વીરમાં બોની કપૂર પોતાની બન્ને દિકરીઓ પર પ્રેમ વ્યક્ત કરતા નજર આવી રહ્યા છે, બીજી તસ્વીરમાં ખુશી અને જ્હાન્વીની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે, ત્રીજી તસ્વીરમાં જ્હાન્વી પોતાના પાપા બોની કપૂરની સાથે જોવા મળી રહી છે તો ચોથી તસ્વીરમાં બોની કપૂર પોતાની નાની દિકરી ખુશીના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા નજર આવી રહ્યા છે અને આ પ્રેમને જોઈને જ્હાન્વી પોતાનું મોઢું બગાડી રહી છે.

આ તસ્વીરને શેર કરતા જ્હાન્વીએ કેપ્શનમાં લખ્યું છે કે, સ્પૈમીંગ માટે માફ કરો, વળી એક બીજી તસ્વીરમાં તેમણે લખ્યું છે કે જ્યાં સુધી હું પોતાની બહેનને હેરાન ના કરી લઉં ત્યાં સુધી મારો દિવસ અધુરો રહે છે.

જ્હાન્વીનો દિવાળી લૂક થયો વાઇરલ

જણાવી દઈએ કે દિવાળીના આ ખાસ તહેવાર પર જ્હાન્વીએ જે પીળા કલરની સાડી પહેરી હતી, તેને મશહૂર ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરી હતી. સિલ્વર બોર્ડરવાળી આ પીળા કલરની સાડીએ જ્હાન્વીની સુંદરતાને ચાર ચાંદ લાગી ગયા હતા. સાથે જ ઓવર સાઈઝ ઈયરરિંગ્સ, ઓપન હેર સ્ટાઈલ અને લાઈટ મેકઅપ તેમની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જ્હાન્વી હાલમાં જ ચેન્નઈમાં પોતાની માં શ્રીદેવીના ઘરે રહીને આવી છે. જ્હાન્વી પોતાની બહેન ખુશી અને પાપા બોની કપૂરની સાથે પાછલા સપ્તાહે જ ચેન્નઈ ગઈ હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ “ગુંજન સક્સેના-ધ કારગીલ ગર્લ” માં જોવા મળી હતી. તેમની અપકમિંગ ફિલ્મ રુહી આફઝા, તખ્ત અને દોસ્તાના-૨ છે. જણાવી દઈએ કે જ્હાન્વીએ ફિલ્મ “ધડક” થી પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેમના ઓપોઝિટ ઈશાન ખટ્ટર નજર આવ્યા હતા.