જ્યારે ચારેય બાજુ હોય છે સખત ગરમી ત્યારે શિવજીનાં આ મંદિરમાં ઠંડીથી ધ્રુજવા લાગે છે શ્રદ્ધાળુઓ, ખુબ જ રહસ્યમયી છે આ મંદિર

Posted by

ભારતમાં એવા ઘણા બધા મંદિરો છે, જેને ખુબ જ ચમત્કારી માનવામાં આવે છે. જેમનું રહસ્ય આજ સુધી પુરાતત્વ વિભાગ પણ જાણી શક્યું નથી અને વૈજ્ઞાનિકો પણ જાણી શક્યા નથી. તેવામાં ભગવાનને માનવાવાળા લોકો અને ના માનવાવાળા લોકો બંને તેને ભગવાનનો ચમત્કાર જ કહે છે. જોકે અમુક લોકો આવા ચમત્કારોને અંધવિશ્વાસનું નામ પણ આપે છે. એવું જ એક મંદિર ઓડિશાનાં ટીટલાગઢમાં સ્થાપિત છે. આ મંદિરને વિષે એવું કહેવામાં આવે છે કે તેમનાં મુખ્ય દ્વારમાં પ્રવેશ કરતાં જ ભક્તોને ઠંડીનો અહેસાસ થવા લાગે છે. આ મંદિર બહાર લોકોની ગરમીથી ભલે ગમે તેવી ખરાબ હાલત હોય પરંતુ મંદિરની અંદર પ્રવેશ કરતાં જ લોકો ગરમીને ભુલી જાય છે.

મંદિરના દરવાજા બંધ કરવા પર વધી જાય છે ઠંડક

મંદિરનાં દરવાજા બંધ કરી દેવામાં આવે તો આ હવાથી અંદર ખુબ જ ઠંડક વધી જાય છે. વળી મંદિરની બહાર એટલી ગરમી હોય છે કે પાંચ મિનિટમાં તમે પરસેવાથી રેબઝેબ થઇ જાઓ છો અને બની શકે છે કે તમને લુ પણ લાગી જાય.

મંદિરની બહાર પ્રચંડ ગરમી અને અંદર ઠંડીનું વાતાવરણ

ઓડિશાનાં જે ટિટલાગઢમાં ભગવાન ભોળાનાથનું આ મંદિર છે, તેને રાજ્યનું સૌથી ગરમ ક્ષેત્ર માનવામાં આવે છે. ટિટલાગઢનાં કુમ્હડા પહાડ પર શિવ-પાર્વતીનું મંદિર સ્થિત છે. અહીં પર પથરાળ રસ્તાનાં લીધે ખુબ જ ગરમી હોય છે પરંતુ મંદિરની અંદર ગરમીની થોડી પણ અસર જોવા મળતી નથી અને મંદિરની અંદર ખુબ જ ઠંડક હોય છે. જણાવી દઈએ કે મંદિર પરિસરની બહાર ગરમીનાં લીધે ભક્તો માટે થોડા સમય માટે ઊભું રહેવું પણ મુશ્કેલ હોય છે.

મંદિરની બહાર એટલી બધી ગરમી હોય છે કે થોડા જ સમયમાં લોકો પરેશાન થઇ જાય છે પરંતુ મંદિર પરિસરની અંદર પહોંચતા જ ગરમીથી પરેશાન ભક્તો ઠંડકનો અનુભવ કરવા લાગે છે. ઠંડી હવાનું વાતાવરણ માત્ર મંદિરનાં પરિસર સુધી જ હોય છે. મંદિરની બહાર પ્રચંડ ગરમી અને મંદિરની અંદર ઠંડકનો અનુભવ. આ રહસ્યને જાણવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે પરંતુ કોઈ નિષ્કર્ષ સુધી પહોંચી શક્યું નથી અને આ વિષય આજે પણ રહસ્ય બનેલો છે.

બીજી તરફ મંદિરનાં પુજારીનાં અનુસાર મંદિરમાં ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીજીની મુર્તિમાંથી જ ઠંડી હવા નીકળે છે, જે સંપુર્ણ મંદિર પરિસરને ઠંડુ રાખે છે. આ સિવાય પુજારીનું કહેવાનું છે કે ઘણીવાર ગરમીમાં મંદિરનું તાપમાન એટલું નીચું આવી જાય છે કે બ્લેન્કેટ ઓઢવું પડે છે.